Home Blog Page 1083

CSK Next Captain : ન્યૂઝીલેન્ડમાં જન્મેલો આ ખેલાડી લેશે ધોનીનું સ્થાન ! બીજા ચાર જણા પણ છે રેસમાં

0

CSK Next Captain

  • ધોનીનું સ્થાન લઈ શકે છે આ ન્યૂઝીલેન્ડમાં જન્મેલા ખેલાડી, આ 4 પણ છે કેપ્ટનશિપની રેસમાં છે. ધોનીની કપ્તાનીમાં CSK ચાર વખત IPLનો ખિતાબ જીતી ચૂકી છે. 2008થી અત્યાર સુધી તેણે 247 IPL મેચોમાં 215 ઈનિંગ્સ રમી છે. આ દરમિયાન તેણે 136.01ની સ્ટ્રાઈક રેટથી 5076 રન બનાવ્યા છે.

મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) ક્રિકેટની દુનિયામાં એક એવું નામ છે જેની ભારત જ નહીં પણ દુનિયાભરના દેશોમાં પ્રશંસા થાય છે. તેની કેપ્ટનશિપની, તેની કાબેલિયતની તેના સ્વભાવની અને રમત પ્રત્યે અને ખેલાડીઓ પ્રત્યેની તેમની ભાવનાની.

હવે આ ખેલાડીની જગ્યા તો કોઈ લઈ શકે તેમ નથી. જો કે તેમ છતાં વાત જ્યારે આઈપીએલની કરીએ તો એક સમયે તો ધોની પણ રિટાયર થવાનો છે. ત્યારે હવે સીએસકે ના નવા કેપ્ટન કોને બનાવવા તે મુદ્દો ચર્ચામાં છે. જાણીએ કે કોણ લઈ શકે છે ધોનીનું સ્થાન.

ધોનીનું સ્થાન લઈ શકે છે આ ન્યૂઝીલેન્ડમાં જન્મેલા ખેલાડી, આ 4 પણ છે કેપ્ટનશિપની રેસમાં છે…ધોનીની કપ્તાનીમાં CSK ચાર વખત IPLનો ખિતાબ જીતી ચૂકી છે. 2008થી અત્યાર સુધી તેણે 247 IPL મેચોમાં 215 ઇનિંગ્સ રમી છે. આ દરમિયાન તેણે 136.01ની સ્ટ્રાઈક રેટથી 5076 રન બનાવ્યા છે.

આ વખતે CSK એ ઈંગ્લેન્ડના ખેલાડી બેન સ્ટોક્સને કેપ્ટન મહેન્દ્ર ધોની (16.25 કરોડ રૂપિયા) કરતા વધુ ચૂકવીને ટીમમાં ખરીદ્યો છે. ધોનીને આ વખતે 12 કરોડમાં રિટેન કરવામાં આવ્યો હતો. ન્યુઝીલેન્ડમાં જન્મેલા બેન સ્ટોક્સનું પૂરું નામ બેન્જામિન એન્ડ્ર્યુ સ્ટોક્સ છે.

તે 2019માં ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર ઈંગ્લેન્ડની ટીમનો ભાગ રહ્યો છે. કેપ્ટનના તમામ ગુણો ધરાવતા ઓલરાઉન્ડર ખેલાડી બેન સ્ટોક્સે કુલ 45 આઈપીએલ મેચોની 44 ઈનિંગ્સ રમી છે. બેને અત્યાર સુધીમાં IPLમાં બે સદી અને બે અડધી સદીની મદદથી 935 રન બનાવ્યા છે અને 6 વખત અણનમ રહ્યો છે. તે 2017થી આઈપીએલ સાથે જોડાયેલો છે.

પુણેમાં જન્મેલા જમણા હાથના બેટ્સમેન 26 વર્ષીય ઋતુરાજ ગાયકવાડે 48 IPL મેચોની 47 ઇનિંગ્સમાં 134.25ના સ્ટ્રાઇક રેટથી 1615 રન બનાવ્યા છે. 2020 થી આ લીગનો ભાગ બન્યા બાદ તેણે એક સદી અને 12 અડધી સદી ફટકારી છે.

મહેન્દ્ર સિંહ ધોનીની જેમ ખૂબ જ શાંત સ્વભાવના ગાયકવાડ હાલમાં વાઈસ કેપ્ટનની જવાબદારી સંભાળી રહ્યા છે. આવી સ્થિતિમાં ધોની બાદ CSK આગામી સિઝનમાં ઋતુરાજને કેપ્ટનશિપની જવાબદારી સોંપી શકે છે.

જમણા હાથના સિનિયર ખેલાડી અંબાતી રાયડુને આંતરરાષ્ટ્રીય ટીમ માટે રમવાનો અનુભવ છે. રાયડુએ 2010થી અત્યાર સુધી 200 IPL મેચોમાંથી 185માં બેટિંગ કરી છે.

અંબાતી રાયડુ જેણે અત્યાર સુધી 22 અડધી સદી અને એક સદીની મદદથી 4312 રન બનાવ્યા છે. તે ચેન્નાઈમાં જોડાયા ત્યારથી મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ભાગ છે. આંધ્રપ્રદેશના 37 વર્ષીય અંબાતી મહેન્દ્ર સિંહ ધોની લીગમાંથી નિવૃત્ત થયા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન બની શકે છે. આ વખતે CSKએ તેમાં 6.75 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

મહારાષ્ટ્રનો 34 વર્ષીય ખેલાડી અજિંક્ય રહાણે CSK માટે કેપ્ટન તરીકે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. 2008 થી, તેણે 168 IPL મેચોની 156 ઇનિંગ્સમાં 122.91ના સ્ટ્રાઇક રેટથી કુલ 4340 રન બનાવ્યા છે. જેમાં બે સદી અને 30 અડધી સદીનો સમાવેશ થાય છે. તે દબાણ હેઠળ સારું પ્રદર્શન કરવાની ક્ષમતા ધરાવે છે.

જેમ કે તેણે છેલ્લા પ્રવાસમાં ઓસ્ટ્રેલિયામાં કર્યું હતું. તેની કપ્તાની હેઠળ ભારત એડિલેડ ઓવલ ખાતે પિંક બોલ ટેસ્ટ મેચમાં માત્ર 36 રનમાં આઉટ થઈ ગયું હતું. જેના કારણે ધોની બાદ રહાણેના નામ પર વિચાર કરી શકાય છે.

ઈંગ્લેન્ડના 35 વર્ષીય ઓલરાઉન્ડર અને ડિમાન્ડિંગ પ્લેયર મોઈન અલીએ 2018માં આઈપીએલમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે સમયે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેને ખરીદ્યો હતો. તેણે અત્યાર સુધી 56 મેચની 51 ઇનિંગ્સમાં 142.56ના સ્ટ્રાઇક રેટથી કુલ 1025 રન બનાવ્યા છે.

CSKએ 2021માં તેનું ચોથું IPL ટાઇટલ જીત્યું હતું. તે સમયે મોઈન અલીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ વખતે ટીમે તેને 8 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. તેણે બેટિંગ અને બોલિંગ બંનેથી ક્રિકેટ પ્રેમીઓ અને પસંદગીકારોને પ્રભાવિત કર્યા છે. આવી સ્થિતિમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તેને આગામી કેપ્ટન બનાવી શકે છે.

આ પણ વાંચો :-

ભારતના આ રાજ્યમાં કર્મચારી કામ કરતાં કરતાં પી શકશે બીયર અને વાઈન

0

In this state of India

  • વિદેશી કંપનીઓ પોતાના કર્મચારીને ઓફિસ ટાઈમ દરમ્યાન આલ્કોહોલનું સેવન કરવાની છૂટ આપે છે પરંતુ આજ સુધી ભારતમાં આવું થયું ન હતું. પરંતુ હવે આવું થવાની શરૂઆત ભારતમાં થઈ રહી છે. ભારતના એક રાજ્યમાં નવી લીકર પોલિસી હેઠળ કર્મચારીઓને કાર્યાલયમાં આલ્કોહોલનું સેવન કરવાની છૂટ આપવામાં આવી છે.

એવી ઘણી વિદેશી કંપનીઓ (foreign company) પોતાના કર્મચારીને ઓફિસ ટાઈમ દરમ્યાન આલ્કોહોલનું સેવન કરવાની છૂટ આપે છે પરંતુ આજ સુધી ભારતમાં આવું થયું ન હતું. પરંતુ હવે આવું થવાની શરૂઆત ભારતમાં થઈ રહી છે. ભારતના એક રાજ્યમાં નવી લીકર પોલિસી હેઠળ કર્મચારીઓને કાર્યાલયમાં આલ્કોહોલનું (Alcohol) સેવન કરવાની છૂટ આપવામાં આવી છે. જે રાજ્યની વાત થઈ રહી છે તે રાજ્ય છે હરિયાણા.

નવી લીકર પોલિસી હેઠળ હરિયાણાના ગુરુગ્રામ (Gurugram) કે પછી અન્ય કોઈપણ વિસ્તારની કોર્પોરેટ ઓફિસમાં કર્મચારીઓને આલ્કોહોલ પીરસવાની અનુમતિ આપવામાં આવી છે. આ નવા નિયમ અનુસાર કોર્પોરેટ કર્મચારી એવા જ પદાર્થોનું સેવન કરી શકે છે જેમાં ઓછી માત્રામાં આલ્કોહોલ હોય જેમકે વાઈન અને બિયર.

નવી લીકર પોલિસી હેઠળ કોર્પોરેટ ઓફિસમાં ઓછામાં ઓછી 2000 વર્ગ ફૂટની કેન્ટીન હોવી જરૂરી છે. હરિયાણા કેબિનેટે આ નીતિને મંજૂરી આપી હતી. જે અંતર્ગત પરમિટ ટેક્સ પણ લગાડવામાં આવ્યો છે. સરકારનું લક્ષ્ય પર્યાવરણ અને પશુ કલ્યાણ કોષ માટે 400 કરોડ રૂપિયા એકત્ર કરવાનું છે. સાથે જ દેશી દારૂ અને આઈ એમ એફ એલ ના ઉત્પાદન ઉપરના શુલ્કમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

આ સાથે જ રાજ્યમાં વાઈનરીને પ્રોત્સાહન આપવા માટે વાઈનરીના શુલ્ક ઓછા કરવામાં આવ્યા છે. નવી નીતિ અંતર્ગત એવો નિર્ણય પણ લેવામાં આવ્યો છે કે પંચકુલામાં મનસાદેવીના મંદિરની આસપાસ અને પવિત્ર ક્ષેત્રો તેમજ ગુરુકુળ ચાલતા હોય તેવા વિસ્તારમાં દારૂના ઠેકા ખોલવામાં નહીં આવે.

આલ્કોહોલની માાત્રા ઓછી હોય તેવા પદાર્થોનું વેચાણ વધારવા માટે રેડી ટૂ ડ્રિંક પદાર્થો અને બીયર પર માઈલ્ડ અને સુપર માઈલ્ડ શ્રેણીની વસ્તુઓના ઉત્પાદ શુલ્કમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

રિંકુ-નીતિશની તોફાની ઈનિંગ્સ, કોલકાતાએ ઘરઆંગણે CSKને હરાવ્યું, મેળવી જબરદસ્ત જીત

0

Rinku-Nitish’s storming innings

  • IPL 2023માં આજની મેચમાં કોલકત્તાએ યશસ્વી પ્રદર્શન કરી 6 વિકેટે જબરદસ્ત જીત મેળવી હતી.

ચેન્નાઈ (Chennai) ખાતે આવેલ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ (MA Chidambaram Stadium) ખાતે આજે IPL 2023માં ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે જોરદાર મુકાબલો જામ્યો હતો. જેમાં કોલકત્તાએ યશસ્વી પ્રદર્શન કરી જીત પોતાને નામ કરી હતી.

કોલકત્તા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) 6 વિકેટે જબરદસ્ત જીત મેળવી હતી. આજની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સએ (Chennai Super Kings) ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિણર્ય લીધો હતો. આ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સના બેસ્ટમેનોએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 144 રન બનાવ્યા હતા.

નીતિશ રાણાએ પણ 44 બોલમાં 57 રન કર્યા :

બાદમાં 145 રનના ટાર્ગેટને પર કરવા ઉતરેલ કોલકતા નાઈટ રાઈડર્સની ટીમની પ્રથમ વિકેટ સસ્તામાં પાડી હતી. જેસન રોય 15 બોલમાં 12 રન કર્યા હતા તો ગુરબાજ માત્ર 1 રને આઉટ થયો હતો. વધુમાં વેંકટેશ અયયર પણ 9 રન કરી પરત ફર્યો હતો. બાદમાં નીતિશ રાણાં અને રીંકુ સિંહની જોડીએ મેચમાં પ્રાણ પુરી દીધા હતા. રીંકુ સિંહે 42 બોલમાં 54 રન કર્યા હતા. તો નીતિશ રાણાએ (Nitish Rana) પણ 44 બોલમાં 57 રન કર્યા હતાં. જેને છેલ્લાં બોલ પર ફોર મારી ચાહકોના દિલ જીતી લીધા હતા.

આ પણ વાંચો :-

હવે યુઝર્સને મેસેજ Send કર્યા પછી પણ Edit કરવાની સુવિધા મળશે

Now users will

  • WhatsApp New Update : વોટ્સએપનો ઉપયોગ મોટા ભાગના લોકો દ્વારા ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન તરીકે કરવામાં આવે છે. વોટ્સએપે પોતાના યુઝર્સ માટે એપમાં એક નવું ફીચર એડ કર્યું છે. આના ઉપયોગથી મેસેજમાં થતી ભૂલો સુધારી શકાશે.

મોટાભાગના લોકો WhatsAppનો ઉપયોગ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન તરીકે કરે છે. WhatsApp એ મેસેજિંગ માટે વધુ અનુકૂળ એપ છે અને મેસેજ તરત જ રીસીવર સુધી પહોંચે છે. ઘણી વખત કેટલાક લોકો WhatsApp પર મેસેજ કરતી વખતે વધુ ભૂલો કરે છે. આવી સ્થિતિમાં આ મેસેજને ડીલીટ (Delete the message) કરી દેવાનો એકમાત્ર વિકલ્પ હતો. પરંતુ હવે જો વોટ્સએપ પર મેસેજ કરતી વખતે કોઈ ભૂલ થાય તો તમે તેને એડિટ કરી શકો છો.

whatsapp નું નવું ફીચર :

વોટ્સએપની પેરેન્ટ કંપની મેટા ઝડપથી તેની પ્રોડક્ટ્સમાં ફેરફાર કરી રહી છે. ગ્રાહકોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને વોટ્સએપમાં મેસેજ એડિટ કરવાની સુવિધા ઉમેરવામાં આવી છે. સંદેશ બદલવા માટે, તમારે ખૂણા પરના 3 બિંદુઓ પર ક્લિક કરવું પડશે.

આ પછી તમારે એડિટ મેસેજના ઓપ્શનમાં જઈને મેસેજ બદલવો પડશે. આ પછી મોકલેલ મેસેજ પણ તમારા અનુસાર બદલાઈ જશે. જો કે રીસીવર ચોક્કસપણે જાણશે કે તમે મેસેજ બદલ્યો છે. પરંતુ તે એ જાણી શકશે નહીં કે તમે મેસેજમાં શું ફેરફાર કર્યા છે.

મહત્વની વાત  :

આ સુવિધાની પણ ઘણી મર્યાદાઓ છે. જો તમે મલ્ટી-ડિવાઈસમાં સમાન વોટ્સએપનો ઉપયોગ કરો છો, તો તમને એડિટ કરવાનો વિકલ્પ મળશે નહીં. સરળ ભાષામાં સમજીએ તો જો તમે એક ડિવાઈસમાંથી મેસેજ મોકલ્યો હોય અને પછી બીજા ડિવાઈસમાં તમારું WhatsApp લોગિન કર્યું હોય તો જો તમે બીજા ડિવાઈસથી લોગિન કરો તો આ મેસેજ એડિટ કરી શકાશે નહીં. તમને એ જ ડિવાઈસમાં મેસેજ એડિટ કરવાનો વિકલ્પ મળશે.

આ પણ વાંચો :-

દિલ્હી પહોંચ્યો કર્ણાટકનો વરઘોડો ! શિવકુમાર કે સિદ્ધારમૈયા, કોના શિરે બાંધશે સાફો ?

0

The groom of Karnataka reached Delhi

  • Karnataka Upadates : કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ મુખ્યમંત્રીને ચૂંટવા માટે બોલાવવામાં આવેલી કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક દરમિયાન, ડીકે શિવકુમારે કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને નવી કોંગ્રેસ સરકારમાં મુખ્ય પ્રધાન બનવાના સૌથી મોટા દાવેદાર સિદ્ધારમૈયાને તેમના જન્મદિવસનો પહેલો ભાવ ખવડાવ્યો હતો.

એન્ટી ઈનકમબન્સી અને બીજા ફેક્ટરને કારણે કર્ણાટકમાં (Karnataka) આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની કારમી હાર થઈ છે. જ્યારે લોકોએ કોંગ્રેસને જંગીબહુમત અપાવીને જીતાડી છે. જોકે હવે કર્ણાટકમાં સીએમ કોને બનાવવા એ અંગે પેચ ફસાયેલો છે. શિવકુમાર (Shivakumar) કે સિદ્ધારમૈયા (Siddaramaiah), કોણ બનશે કર્ણાટકના નવા મુખ્યમંત્રી ? જાણો શું થયું ધારાસભ્ય દળની બેઠકમાં.

હાલ કોંગ્રેસમાં ડીકે શિવકુમાર vs સિદ્ધારમૈયા એટલે કે કર્ણાટકના પૂર્વ સીએમ અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ વચ્ચે સખત હરિફાઈ ચાલી રહી છે. આ હરીફાઈ સીએમ પદ માટે છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, સિદ્ધારમૈયા 2024 સુધી મુખ્યમંત્રી પદ સંભાળી શકે છે. ડીકે શિવકુમારને નાયબ મુખ્યમંત્રી પદ અને મહત્વપૂર્ણ મંત્રાલય મળી શકે છે. ડીકે શિવકુમાર કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ તરીકે પણ ચાલુ રહેશે.

કર્ણાટકમાં મોટી જીત બાદ મુખ્યમંત્રીની ચૂંટણી કોંગ્રેસ માટે એક નવું ટેન્શન બની ગયું છે. કારણ કે આ પદ માટે કર્ણાટક કોંગ્રેસના બે મજબૂત નેતાઓ સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. બેંગલુરુમાં બંને નેતાઓના સમર્થકોના પોસ્ટરો અને સૂત્રોચ્ચારથી વાતાવરણ ગરમાયું છે. હાલ કોંગ્રેસના નિરીક્ષકોએ કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં તમામ ધારાસભ્યોના અભિપ્રાય લીધા છે. હવે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે ચર્ચા કર્યા બાદ કર્ણાટકના નવા સીએમ કોણ હશે તે નક્કી કરવાનું છે. દરમિયાન આજે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર દિલ્હીમાં ખડગેને મળી શકે છે.

કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ મુખ્યમંત્રીને ચૂંટવા માટે બોલાવવામાં આવેલી કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક દરમિયાન ડીકે શિવકુમારે કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને નવી કોંગ્રેસ સરકારમાં મુખ્ય પ્રધાન બનવાના સૌથી મોટા દાવેદાર સિદ્ધારમૈયાને તેમના જન્મદિવસનો પહેલો ભાવ ખવડાવ્યો હતો. . શું કોંગ્રેસ હાઈકમાન્ડ પણ સિદ્ધારમૈયાને પહેલા મુખ્યમંત્રીની સીટ પર બેસાડશે? આ એક મોટો પ્રશ્ન છે.

આ પ્રશ્નો વચ્ચે, સૌથી પહેલા અમે તમને જણાવીએ છીએ કે બેંગલુરુમાં કોંગ્રેસ વિધાનસભ્ય દળની બેઠકમાં શું થયું અને આ બેઠકમાંથી બહાર આવ્યા પછી કોંગ્રેસના નિરીક્ષકે શું માહિતી આપી. જે હોટલમાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક ચાલી રહી હતી. બહાર હાજર પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારના સમર્થકો પોતાના નેતાઓને મુખ્યમંત્રી બનાવવા માટે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, પરંતુ અંદર સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર ધારાસભ્ય દળની બેઠકમાં સાથે બેઠા હતા.

બેઠક દરમિયાન કોંગ્રેસના નિરીક્ષકો સુશીલ કુમાર શિંદે, દીપક બાવરિયા અને ભંવર જિતેન્દ્ર સિંહે તમામ ધારાસભ્યો સાથે અલગ-અલગ વાતચીત કરી અને તેમનો અભિપ્રાય માંગ્યો. કોંગ્રેસ વિધાનસભા પક્ષે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને કોંગ્રેસ વિધાનમંડળ પક્ષના નવા નેતાની પસંદગી માટે અધિકૃત કરતો ઠરાવ પસાર કર્યો હતો. કર્ણાટક કોંગ્રેસના પ્રભારી રણદીપ સુરજેવાલાએ બેઠક પૂરી થયા બાદ આ માહિતી આપી હતી.

આવી સ્થિતિમાં કોંગ્રેસ હાઈકમાન્ડનો આખરી નિર્ણય શું હશે? રેસમાં આગળ દેખાતા સિદ્ધારમૈયાના નામ પર મહોર લાગશે કે ડીકે શિવકુમારને જન્મદિવસની ભેટ મળશે તે એક-બે દિવસમાં નક્કી થશે?

આ પણ વાંચો :-

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બદલવાની અફવા કોણ ફેલાવે છે? ભૂતકાળમાં પણ ભાજપનાં અસંતુષ્ટોએ જ પોતીકી સરકારો ઉથલાવી હતી

  •  Chief Minister Bhupendra Patel
  • આનંદીબેન પટેલ, વિજય રૂપાણી આ બેમાંથી કોણ સક્ષમ નહોતું? બન્‍ને શિ‌િક્ષત અને રાજકીય પીઢ હોવા ઉપરાંત સરકાર ચલાવવાનો લાંબો અનુભવ ધરાવતા હતા છતાં કોણે ઉથલાવ્યા હતા?
  • પાંજરું ભલે સોનાનું હોય પરંતુ આખરે એ કેદખાનું જ છે, પાંજરામાં પુરાયેલો પોપટ પોતાની ઈચ્છા મુજબ ગગનમાં વિહાર કરી શકતો નથી, ભાજપ નેતાગીરીનાં ‘અંકુશ’ હેઠળનો ભલભલો મુખ્યમંત્રી પણ સફળ થઈ શકશે નહીં.
  • એવી માન્યતા છે કે, વડાપ્રધાન મોદી રજુ થયેલી વાતની ખરાઈ કર્યા વગર જ નિર્ણય લેતા હોવાથી ભાજપનાં જ અસંતુષ્ટોએ એકપણ મુખ્યમંત્રીને સફળ થવા દીધા નથી

ગઇકાલે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતની મુલાકાત બાદ કેટલાક અવળચંડા લોકોએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બદલાઇ રહ્યા હોવાની અફવાઓ ફેલાવીને ગુજરાત સરકાર અને ગુજરાતના રાજકારણના શાંત વમળોમાં પથ્થરા ફેંકવાનું કામ કર્યું હતું. આમ પણ ગુજરાતની નવી સરકારની રચના અને શાંત અને વિનમ્ર સ્વભાવના ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરીને વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય મોવડી મંડળે યથા યોગ્ય નિર્ણય કર્યો હતો પરંતુ ગુજરાત સરકારના મંત્રીમંડળમાં સક્ષમ ચહેરાઓની પસંદગી કરવામાં કેન્દ્રીય નેતૃત્વ થાપ ખાઈ ગયું હતું. પરિણામે સજ્જડ અને પૂર્ણ બહુમતની સરકાર હોવા છતા લોકોને સરકારની કામગીરીનો અહેસાસ થતો નથી. આ ઉપરાંત ભાજપની છાવણીમાં પોતે મંત્રીનો દાવો લઇને ફરતા કેટલાક એવા જાણીતા ચહેરાના નામ કપાઈ જવાથી હવે દુભાયેલા આવા ખુદ પક્ષના જ લોકો છાશવારે મુખ્યમંત્રી બદલાઈ રહ્યા હોવાની વાતો ફેલાવી રહ્યા છે.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ઘણા લાંબા સમયથી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનું નામ થોડા થોડા દિવસે ચલાવવામાં આવે છે. અગાઉ વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે પણ મનસુખ માંડવિયાનું નામ ચલાવવામાં આવતું હતું. જોકે મનસુખ માંડવિયા પોતે પોતાનું નામ ચલાવે એવો તેમનો સ્વભાવ નથી વળી કેન્દ્ર સરકારમાં કેબિનેટ કક્ષાના આરોગ્ય ઉપરાંત અન્ય વિભાગનો હવાલો સંભાળવા ઉપરાંત સરકારમાં મહત્વના મંત્રી તરીકેનું સ્થાન ભોગવી રહ્યા હોવાથી મનસુખ માંડવિયા ગુજરાતના મુખ્યમંત્રી બનવા માટે આતુર હોય એવું બની શકે નહીં અને તેમ છતાં થોડા થોડા દિવસે પાટીદાર આગેવાન તરીકેની તેમની ઓળખ ઊભી કરીને ચોક્કસ લોકો અથવા તો ખુદ મનસુખ માંડવિયાના ટેકેદારો નામ ચલાવતા હોવાની શકયતા બની શકે.

વળી આજે તો મનસુખ માંડવિયા ઉપરાંત ભીખુ દલસાણિયાનું નામ પણ ફરતું કરવામાં આવ્યું હતું. વળી ખુદ વડાપ્રધાન મોદીનો હવાલાનો ટાંકીને મેસેજ ફરતા કરાયા હતા. આ મેસેજમાં તો એવો પણ દાવો કરવામાં આવ્યો છે. મનસુખ માંડવિયા હાલ જાપાન પ્રવાસે છે તેમ છતાં પ્રવાસ ટુંકાવીને પાછા ફરવા માટે જણાવાયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ખેર, કોઇ માને કે નહીં માને પરંતુ ગુજરાત ભાજપની છાવણીમાં બધુ જ યથા યોગ્ય નથી ગુજરાત સરકારનો સંપૂર્ણ વહિવટ, નિર્ણયો કેન્દ્ર કક્ષાએથી લેવામાં આવે છે. આ વાત પણ જગજાહેર છે. તેમ છતા ગુજરાત સરકાર અને ભાજપની છાવણીમાં કોઇક ખૂંણામાં સબડતો અસંતોષ થોડા થોડા દિવસે અફવાઓ બનીને ઉભરી આવે છે. અને ફળશ્રૃતિરૂપે સરકારમાં બેઠેલા મંત્રીઓના નૈતિક જુસ્સા ઉપર ખોટી અસરો પહોચાડે છે જ્યારે અધિકારીકક્ષાએ કામ કરવાની સ્પીડ તૂટી જાય છે.

અત્રે કેટલીક સ્પષ્ટતા કરવી યોગ્ય નથી પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હાથ કોઇકને કોઇક રીતે બંધાયેલા હોય એવી અનુભૂતી થઈ રહી છે. ખુદ ભૂપેન્દ્ર પટેલ નહીં સ્વીકારે પરંતુ જે લોકોને દેખાઇ રહ્યું છે જે લોકોને અનુભવાઈ રહ્યું છે એ જોતા ભૂપેન્દ્ર પટેલની હાલત સોનાના પાંજરામાં પુરાયેલા પોપટ જેવી કહી શકાય. પાંજરુ ભલે સોનાનું છે પરંતુ આખરે એ કેદખાનું છે. કદાચ ભૂપેન્દ્ર પટેલને બદલવામાં આવે તો પણ આવનારો એક પણ મુખ્યમંત્રી નિર્ણય કરવા માટે સ્વતંત્ર નહીં હોય કારણ કે ‘અંકુશ’ને હટાવવામાં નહીં આવે ત્યાં સુધી ગમે તેવો ‘મરદ’ પણ મુખ્યમંત્રી તરીકેની સફળ કામગીરી કરી નહીં શકે.

નરેન્દ્ર મોદી દેશનાં વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતને સૌ પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલ મળ્યા હતા આનંદીબેન પટેલ વહિવટ કુશળ અને રાજકીય આટાપાટાને સમજવા માટે સક્ષમ હતા. વળી આનંદીબેન પટેલના મોટાભાગના નિર્ણયો લોકભોગ્ય હતા. કોઇ ખૂંણામાં પણ લોકોમાંથી આનંદીબેન પટેલની સરકાર સામે નારાજગી નહોતી તેમ છતાં આનંદીબેન પટેલની સરકારને ઉથલાવવામાં કોનો હાથ હતો? તે કહેવાની જરૂર નથી. આ અસંતુષ્ટોએ જ પાટીદાર યુવાનોને ગુમરાહ કરવાના પણ પ્રયાસો કરીને સળગતી રાજકીય આગમાં હાથ શેકી લેવાનો ધંધો કર્યો હતો. અને અંતે આનંદીબેન પટેલની સરકાર ઉથલાવીને જ રહ્યા હતા પરંતુ આશ્ચર્યજનક એ વાત હતી કે આનંદીબેનને ઉથલાવીને પોતે મુખ્યમંત્રી બની જશે એવું સપનું સાકાર થયું નહોતું અને અસંતુષ્ટો માટે આઘાતજનક કહી શકાય એ રીતે વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવી દેવાયા હતા.

વિજય રૂપાણી પીઢ રાજકીય આગેવાન ભાજપના જ પૂર્વ પ્રદેશ પ્રમુખ અને સંઘ પરિવાર સાથે નાતો ધરાવતા હોવાથી સરકાર ચલાવવામાં નબળા પુરવાર થયા નહોતા તેમ છતાં તેમની સામે જાતજાતના આક્ષેપો અને અફવાઓ ફેલાવીને વિજય રૂપાણીને મુખ્યમંત્રીની ખુરસી ખાલી કરવાની ફરજ પાડી હતી. વિજય રૂપાણી અને ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ વચ્ચેનો ગજગ્રાહ સમગ્ર ગુજરાતની જનતાએ જોયો હતો અને ત્યાર પછી ‘છપર ફાડી’ને આવેલા ભૂપેન્દ્ર પટેલની કઇ રીતે પસંદગી કરવામાં આવી હશે એ આજે પણ રહસ્ય છે.

સીધા સાદા અને ભગવાનના માણસ ભૂપેન્દ્ર પટેલ સરળ છે પરંતુ ‘અબુધ’ નથી તેઓ વાદવિવાદ કે ઘર્ષણથી હંમેશાં દૂર રહેવામાં માનનારા વ્યક્તિ છે. ભૂપેન્દ્ર પટેલને નજીકથી ઓળખનાર વ્યક્તિ બેધડક આવો અભિપ્રાય આપી શકે પરંતુ ભૂપેન્દ્ર પટેલની ચૂંટણી પહેલાની પ્રથમ ટર્મમાં તેમના માથા ઉપર એક નહીં અનેક ‘અંકુશ’ મુકવામાં આવ્યા હતા. મતલબ કે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ સ્વતંત્ર નહોતા બલ્કે સોનાના પાંજરામાં પુરાયેલા પોપટ જેવી હાલત હતી.

ગુજરાતની સામાન્ય ચૂંટણીઓ જાહેર થઈ ત્યારે ‘આપ’ના ગુજરાતમાં પ્રવેશને પગલે ભાજપની છાવણીમાં ભરઊંઘમાંથી પણ જાગી જવાય એવું ડરામણું ચિત્ર હતું. પરંતુ વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બાજી હાથમાં લઇને ૧૫૬ બેઠકો કબજે કરીને રાજકીય વિરોધીઓની આંખે અંધારા લાવી દીધા હતા. ઝળહળતા વિજય સાથે ગુજરાતની ગાદી ફરી ભૂપેન્દ્ર પટેલના હાથમાં સોંપી હતી અને આ વખતે એવું કહેવાતું હતું કે ભૂપેન્દ્ર પટેલ ‘નિરકુંશ’ મુખ્યમંત્રી છે. તેઓ કોઇપણ નિર્ણય લેવા માટે મુકત છે પરંતુ હકીકતમાં એવું નથી. ભૂપેન્દ્ર પટેલ ઉપર કેટલા ‘અંકુશ’ હશે એ કદાચ ભૂપેન્દ્ર પટેલ જ કહી શકે અને પરિણામે ભૂપેન્દ્ર પટેલને ‘નબળા’ ચીતરવાનો દાવ થઈ રહ્યો છે. ભૂપેન્દ્ર પટેલ શિ‌િક્ષત છે. સક્ષમ છે અને પાટીદાર સમાજમાંથી આવે છે. ભૂતકાળમાં અનેક રાજકીયપદ ભોગવી ચૂકયા છે. મતલબ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી તરીકે ‘સોબર’ હશે પરંતુ નિષ્ફળ હરગીજ નથી પરંતુ તેમનો સ્વભાવ ‘મોરચો’ માંડવાનો નહીં ‘સરેન્ડર’ થઈ જવાનો હોવાથી તેમને ઉથલાવીને ગાદીએ બેસવાની મહેચ્છા ધરાવતા લોકો છાશવારે અફવા ફેલાવતા હશે એવું ચોક્કસ માની શકાય.

એક એવી છાપ પણ પ્રસ્થાપિત થઈ ચૂકી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણી વખત સાંભળેલી વાતની ખરાઈ કર્યા વગર નિર્ણય લેતા હોવાથી તેમના ‘અંકુશ’ હેઠળનો કોઇપણ મુખ્યમંત્રી કદાપી પોતાની જાતને સફળ પુરવાર કરી શકશે નહીં અને છાશવારે ગુજરાતની સરકાર સામે અફવાઓ ફેલાતી રહેશે અને આ અફવાઓ જ સરવાળે સરકારને નિષ્ફળ પુરવાર માટે કારગત પુરવાર થશે.

ગુજરાતની પ્રજાએ ભૂતકાળમાં કારણ વગર ઘણા સક્ષમ મુખ્યમંત્રીઓ, મંત્રીઓને ઘરભેગા થતા જોયા છે. કારણ ‘અફવાઓ’ અને ‘વહેમ’ની દવા દુનિયામાં ક્યાંય પણ શોધાઇ નથી.

આ પણ વાંચો :-

૧૪ મે ૨૦૨૩નું રાશિફળ : નોકરીમાં પ્રમોશન, સંતાનપક્ષે ગુડ ન્યુઝ : કુંભ સહિત આજે આ રાશિના જાતકોનો દિવસ રહેશે શુભ, જુઓ રાશિફળ

Horoscope of 14 May 2023

મેષઃ
આર્થિક પાસુ મજબુત બનતાં આનંદ માં વધારો થાય. પરિવારમાં મનમેળ રહે. કાર્યમાં સફળતા મળતી જણાય. જુની ઉઘરાણી છુટી થાય. મિત્રોન સાથ સહકાર મળતો જણાય. નોકરી ધંધામાં પ્રગતિ.

વૃષભઃ
નાણાંકીય દ્રષ્ટિએ દિવસ સારો છે. ‌પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ થાય. કાર્યક્ષેત્રે અધુરા કાર્ય પુર્ણ થતા જણાય. નવી નોકરી મળી શકે અને ધંધામાં સફળતા મળે. ભાગ્ય સાથ આપતું જણાય.

મિથુનઃ
ગણત્રી પૂર્વક કાર્ય કરી શકાય. વાણીથી ધાર્યા કાર્ય કરી શકાય. ભાગ્યને બળે કાર્યમાં સફળતા અનુભવાય. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. આરોગ્ય સારૂ રહે. જીવનસાથની તબિયતનું ધ્યાન રાખવું. પડવા વાગવાથી સાચવવું. સંતાનની ચિંતા રહે.

કર્કઃ
સફળતા માટે મહેનત વધારે કરવી પડે. વાણી ઉપર કાબુ રાખવો. પિતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. પરિવારમાં એકરાગીતા જળવાય. મિત્રોના સાથ સહકારથી કામ પાર પડતા જણાય. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. ભાગ્યનો સાથ મળતો નથી.

સિંહઃ
મનના ખોટા વિચારો ઉપર કાબુ રાખવો. દિવસ દરમ્યાન આવક જળવાશે. પરિવારમાં વાદ-વિવાદ થી સાચવવું. જમણા હાથની કાળજી રાખવી. કાપડના ધંધામાં લાભ, નોકરીમાં સામાન્ય. સંતાનોથી અસંતોષ રહે. આરોગ્ય સાચવવું. માન-સન્માન સચવાય.

કન્યાઃ
મનોબળ મજબૂત રહે. દિવસ દરમ્યાન શક્તિનો સંચાર થાય. આવકનું પાસુ મજબુત બને છે. પરિવારના સભ્યો વચ્ચે ઉગ્રતા ટાળવી. જમણા હાથની કાળજી રાખવી. નવા રોકાણો ટાળવા. સુખ શાંતિ ઓછા થતા જણાય. માતાની તબિયત સાચવવી.

તુલાઃ
કામકાજમાં વિઘ્નો આવે પરંતુ ભાગ્યને જોરે સફળતા મળે. વારે વારે ખોટું લાગી જાય એવા પ્રસંગો નું નિર્માણ થાય. આવક જળવાય. પરિવારના સભ્યો ની વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. નવા રોકાણો ટાળવા. જુના રોકાણોમાંથી આવક મળે. સંતાનની પ્રગતિથી આનંદ થાય.

વૃશ્ચિકઃ
દિવસ દરમ્યાન ઉગ્રતા અને નરમાશનો મિશ્ર અનુભવ થાય. આવક અંગે સંતોષ. પરિવારમાં આ‌નંદ ઉત્સાહ વધે. કાર્યમાં સફળતા મળતી જણાય. નવા રોકાણો ફાયદાકારક રહે. માતા તરફથી લાભ. નવા વાહનની ખરીદી શક્ય બને.

ધનઃ
આવક આવતી અનુભવાય. ભાઇ બહેન વચ્ચે પ્રેમમાં વધારો થાય. પરિવારમાં અત્યંત પ્રસન્નતા ભર્યું વાતાવરણ રહે. નવા આયોજનો સફળ રીતે કરી શકાય. ટાયર, ટ્યુબ, કલર, કેમીકલના ધંધામાં લાભ. મકાન બાંધકામ ક્ષેત્રે કાર્ય કરતી વ્યક્તિઓ માટે ફાયદો.

મકરઃ
શારિરીક અને માનસિક તંદ‌ુરસ્તી અનુભવી શકાય. આવકમાં વધારો થાય. બેંક બેલેન્સ વધતુ જણાય. ભાઇ બહેનો સાથે પ્રેમભાવમાં વધારો થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારમાં આનંદ. જુના રોકાણોથી ફાયદો મળે.

કુંભઃ
દિવસ દરમ્યાન પ્રસન્નતાનો અનુભવ થાય. જુના ગુરૂ, શિક્ષકો, મિત્રોને મળવાનો યોગ થાય. ગ્રહણ શક્તિ વધે. આવકમાં વધારો થતો જણાય. અનાજ એડમીનીસ્ટ્રેશન, સરકારી, સોની કામ કરતી વ્યક્તિઓ માટે ફાયદો અનુભવાય. પગના તળિયામાં દુઃખાવો થતો જણાય.

મીનઃ
આવકનું પ્રમાણ ઘટતું જણાય. માનસિક ઉચાટ રહે. પરિવારમાં ઉગ્રતા ભર્યું વાતાવરણ રહે. નવા રોકાણો ટાળવા. માતાની તબિયત સાચવવી. સંતાનની પ્રગતિ થી રાહત અનુભવાય. હાડકાનો દુઃખાવો, આંખની સમસ્યા સતાવે. પત્નિ સાથે મનમેળ રહેશે.

આ પણ વાંચો :-

અદા શર્માએ આલિયાને પણ છોડી પાછળ, સૌથી વધારે કમાણી કરનાર ફિમેલ એક્ટ્રેસ વાળી ફિલ્મ બની ‘ધ કેરલ સ્ટોરી’

The Kerala Story
  • ફિલ્મ ધ કેરલ સ્ટોરી બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. ત્યાં જ અદા શર્માએ આલિયા ભટ્ટ અને તેમની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનો રેકોર્ડ પણ બ્રેક કરી દીધો છે. જાણો 8 દિવસમાં ફિલ્મે કેટલા કરોડનું કલેક્શન કર્યું.

સુદિપ્તો સેનની ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી‘ (The Kerala Story) બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી રહી છે. આ ફિલ્મ વર્કિંગ ડેઝમાં વર્ષની બ્લોકબસ્ટર હિટ સાબિત થઈ છે. ફિલ્મની સ્ટોરી 3 મહિલાઓ પર આધારિત છે. ધ કેરલ સ્ટોરીમાં અદા શર્મા લીડ રોલમાં છે. હવે અદા શર્માએ (Ada Sharma) આલિયા ભટ્ટને (Alia Bhatt) પાછળ છોડતા એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

અદા શર્માની ફિલ્મ ધ કેરલ સ્ટોરીએ ગયા અઠવાડીએ કમાણીના મામલામાં આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીને પણ પાછળ છોડી દીધી છે. હવે ધ કેરલ સ્ટોરી અત્યાર સુધીની સૌથી વધારે કમાણી કરનાર મહિલા એક્ટ્રેસ વાળી ફિલ્મ બની ગઈ છે.

૮૧.૩૬ કરોડનું કલેક્શન :

સુદીપ્તો સેનના નિર્દેશનમાં બનેલી ‘ધ કેરલ સ્ટોરી‘એ ૦૭ દિવસમાં ૮૧.૩૬ કરોડનું કલેક્શન કરી દીધુ હતું. જે આલિયા ભટ્ટની ‘ગંગુબાઈ કાઠીવાડી’ને પછાડતા એક મહિલા-કેન્દ્રિત ફિલ્મ માટે બોક્સ ઓફિસ પર અત્યાર સુધીની સૌથી મોટુ શરૂઆતી સપ્તાહ રહ્યું છે. જોકે ફિલ્મને તેમની સ્ટોરી અને વિવાદના કારણે હેડલાઈન્સ મળી જેનો ફાયદો સિનેમાઘરોમાં જોવા મળી રહ્યો છે.

ધ કેરલ સ્ટોરી ટોપ પર :

વાત કરીએ બોલિવુડની ૦૫ સૌથી મોટી મહિલા પ્રધાન ફિલ્મોની તો તેના માટે અદા શર્માની ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી‘ ટોપ પર છે. પહેલા અઠવાડિયાની કમાણીના મામલામાં કેરલ સ્ટોરીએ આલિયા ભટ્ટની ગંગુબાઈ કાઠિયાવાડીને પાછળ છોડી દીધી છે. આલિયા ભટ્ટની આ ફિલ્મે ૬૮.૮૨ કરોડની કમાણી કરી હતી.

ત્યાં જ કંગના રનૌતની ફિલ્મ મણિકર્ણિકાએ ૬૧.૧૫ કરોડ કમાણી કરી હતી. કરિના કપૂરની ફિલ્મ વીરે દિ વેડિંગે ૫૬.૯૬ કરોડ કમાયા અને આલિયાની ફિલ્મ રાઝીએ ૫૯.૫૯ કરોડનું કલેક્શન કર્યું હતું.

જણાવી દઈએ કે ધ કેરલ સ્ટોરીની શુક્રવારની કમાણીની વાત કરીએ તો ફિલ્મે અત્યાર સુધી ૧૩ કરોડનું કલેક્શન કર્યું છે. વીક ડેઝમાં ફિલ્મની કમાણીમાં શાનદાર વધારે જોવા મળ્યો છે. આ રીતે ફિલ્મે અત્યાર સુધી કુલ ૯૩ કરોડની કમાણી કરી લીધી છે અને વીકેન્ડ પર ફિલ્મ ૧૩ કરોડના આંકડાને પાર કરી આગળ નિકળી જશે.

આ પણ વાંચો :-

VIDEO : સૂર્યાએ ‘નટરાજ સ્ટાઈલ’માં ફટકારી શાનદાર સિક્સ, સચિન તેંડુલકર પણ રહી ગયા દંગ

0

VIDEO 

  • સૂર્યકુમાર યાદવ આઈપીએલમાં અલગ જ રંગમાં જોવા મળી રહ્યા છે. ગુજરાતના વિરૂદ્ધ 12 મેએ રમાયેલા આઈપીએલ મેચ નંબર 57માં તેમણે મોહમ્મદ શમીના વિરૂદ્ધ સિક્સ મારી. જેને જોઈ માસ્ટર-બ્લાસ્ટર સચિન તેંડુલકર પણ ચોંકી ઉઠ્યા હતા. સચિના રિએક્શનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) અને ગુજરાત ટાઈટન્સની (Gujarat Titans) વચ્ચે આઈપીએલની મેચ નંબર 57માં બેટિંગ અને બોલિંગની શાનદાર ઈનિંગ જોવા મળી. આ મેચમાં બાજી મુંબઈના (Mumbai) હાથમાં લાગી. જ્યાં રોહિત શર્મા એન્ડ કંપનીએ હાર્દિક પંડ્યાની (Hardik Pandya) ગુજરાતને 27 રનોથી મ્હાત આપી. આ મેચમાં સૂર્યકુમાર યાદવે 103 નોટની ઈનિંગ રમી. ત્યાં જ બોલિંગમાં ઉત્તરાખંડ (Uttarakhand) રૂડકી શહેરના રહેનાર આકાશ મધવાને ત્રણ વિકેટ મેળવી.

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સૂર્યકુમારે ફક્ત 49 બોલમાં 103 રન માર્યા. તેમની ઈનિંગમાં 11 ચોગ્ગા અને 6 સિક્સ શામેલ રહ્યા હતા. સૂર્યાએ પોતાની ઈનિંગમાં બન્ને ગુજરાત ટાઈટન્સના મોહમ્મદ શમીના વિરૂદ્ધ જે શોર્ટ રમ્યો. તેને આ આઈપીએલનો સૌથી ચોંકાવનારો શોર કહેવામાં આવી શકે છે. સૂર્યાનો આ શોર્ટ થર્ડમેનની દિશામાં ગયો.

સૂર્યાના શોર્ટને લઈને લોકોએ આપ્યું રિએક્શન  :

સોશિયલ મીડિયા પર પણ સૂર્યકુમાર યાદવે આ શોર્ટને લઈને ઘણા લોકોને રિએક્શન આપ્યું છે. ખુદ મુંબઈના ડગઆઉટમાં બેઠેલા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનું રિએક્શન વાયરલ થઈ રહ્યું છે. જેમાં તે સૂર્યાના આ શોર્ટને કોપી કરતા જોવા મળ્યા.

બાદમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનું પણ આ શોર્ટ પર રિએક્શન આવ્યું છે. સચિને આ ખાસ શોર્ટને લઈને એક ટ્વીટ કર્યું અને તેમાં સૂર્યકુમાર યાદવ અને ગેંદબાજ મોહમ્મદ શમીને ટેગ કર્યું. સચિને પોતાના ટ્વીટમાં લખ્યું- સૂર્યાએ આજે સાંજના આકાશને પ્રકાશિત કરી દીધુ. તેમણે સંપૂર્ણ ઈનિંગ વખતે ઘણા કમાલના શાર્ટ રમ્યા. પરંતુ જે સિક્સ તેમણે થર્ડમેનની દિશામાં લગાવ્યું તે એકદમ અલગ રહ્યું.

આ પણ વાંચો :-

બ્રિટિશ પાર્લામેન્ટમાં ‘જય હનુમાન જ્ઞાનગુન સાગર…’, ભારતીયો સાથે વિદેશીઓએ હનુમાન ચાલીસાનાં પાઠ

Jai Hanuman Jnanagun Sagar…’

  • એવોર્ડ સમારોહમાં મેહંદીપુર બાલાજીના મહંતે જણાવ્યું હતું કે, ભારતીય લોકો સમગ્ર વિશ્વમાં ધાક જમાવી રહ્યા છે. જ્યારે લંડનમા બ્રિટિશ પાર્લામેન્ટમાં ભારતના તિરંગાની નીચે સન્માનિત થયા ત્યારે નિશ્ચિત રૂપે ગૌરવ મહેસૂસ થાય છે.

તમે અત્યાર સુધી ભારતમાં હનુમાન ચાલીસાના (Hanuman Chalisa) પાઠ સાંભળ્યા હશે. પરતું આશ્ચર્યનજક વાત એ છે કે લંડનમાં હનુમાન ચાલીસાના પાઠ થયા હોવાનો વીડિયો સામે આવ્યો છે. કોઇએ સપને પણ વિચાર્યું નહીં હોય કે લંડનની (London) પાર્લામેન્ટમાં (Parliament) હનુમાન ચાલીસાના પાઠ થશે અને ત્યાં હાજર રહેલા વિદેશી વ્યક્તિઓ પણ તેમાં જોડાશે.

રાજસ્થાનના મેહંદીપુર બાલાજી મંદિરના મહંત નરેશપુરી મહારાજે જ્યારે હનુમાન ચાલીસાના પાઠ શરૂ કર્યા ત્યારે કોઈ વ્યક્તિ પોતાને રોકી શક્યું નહીં. જ્યારે પાઠ શરૂ થયા ત્યારે ભારતીય લોકો પણ હાજર હતા અને તેની સાથે વિદેશી લોકો પણ ભક્તિમાં લિન્ન થયા હતા.

લંડનની બ્રિટિશ પાર્લામેન્ટમાં ‘ભારત ગૌરવ’ અલંકરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 31 હસ્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ખાસ અવસર પર વિશ્વ ફલક પર ભારતનું નામ રોશન કરનારી હસ્તિઓ ઉપસ્થિત રહી હતી. જેમાં રાજસ્થાનના મેહંદીપુર બાલાજી મંદિરના મહંત નરેશપુરી સહિત રાજસ્થાનની અન્ય 6 પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

એવોર્ડ સમારોહમાં મેહંદીપુર બાલાજીના મહંતે જણાવ્યું હતું કે, ભારતીય લોકો સમગ્ર વિશ્વમાં ધાક જમાવી રહ્યા છે. જ્યારે લંડનમાં બ્રિટિશ પાર્લામેન્ટમાં ભારતના તિરંગાની નીચે સન્માનિત થયા ત્યારે નિશ્ચિત રૂપે ગૌરવ મહેસૂસ થાય છે. બ્રિટિશ પાર્લામેન્ટમાં ‘ભારત ગૌરવ’ અલંકરણ સમારોહનું આયોજન સંસ્કૃતિ યુવા સંસ્થા તરફથી કરવામાં આવ્યું હતું.

સંસ્થાના અધ્યક્ષ સુરેશ મિશ્રાએ કહ્યું કે, અમારું માથું ગર્વથી ઉપર રહે છે જ્યારે આપણા દેશની પ્રતિભાઓ વિદેશમાં જઇને દેશનું નામ રોશન કરે છે. સુરેશ મિશ્રાએ જણાવ્યું કે, છેલ્લા ૯ વર્ષમાં ૪૦૦ અપ્રવાસી ભારતીયોને સન્માનિત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-