રાહુલ ગાંધી જ્યાં જ્યાં ભારત જોડો યાત્રા કરી ત્યાં કોંગ્રેસની કેવી છે હાલત, જાણી લો આવું છે રિઝલ્ટ

Share this story

Wherever Rahul Gandhi  

  • કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) કર્ણાટકમાં ૨૧ દિવસ વિતાવ્યા અને ૩૦ એપ્રિલથી ૧૯ ઓક્ટોબર સુધી ભારત જોડો યાત્રા કરી હતી.

કર્ણાટકમાં ૨૨૪ વિધાનસભા બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે અને કોંગ્રેસ (Congress) પાર્ટી પ્રારંભિક વલણોમાં આગળ છે. કોંગ્રેસના ઉદય વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા (Rahul Gandhi Bharat Jodo Yatra) ની ચર્ચા થઈ રહી છે. કોંગ્રેસ એ તમામ સીટો પર સારો દેખાવ કરી રહી છે જ્યાંથી રાહુલ ગાંધીએ પ્રવાસ કર્યો હતો.

રાહુલ ગાંધીએ ૫૧ વિધાનસભા બેઠકો કવર કરી હતી :

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દ્વારા કર્ણાટકની ૨૨૪ વિધાનસભા બેઠકોમાંથી 51 બેઠકો કવર કરી હતી અને કોંગ્રેસ ૩૨ બેઠકો પર આગળ છે. આ હિસાબે કોંગ્રેસને ૬૩ ટકા સીટો પર રાહુલ ગાંધીની મુલાકાતનો ફાયદો મળ્યો છે. પ્રારંભિક વલણોમાં કોંગ્રેસ પાર્ટી પણ ૧૯ બેઠકો પર પાછળ છે. જ્યાં રાહુલ ગાંધીએ પ્રવાસ કર્યો હતો.

આ પણ વાંચો :-