Home Blog Page 108

સુરત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં હસ્તકલાનો દબદબો

સુરત ખાતે આયોજિત ‘વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ 2026’ અંતર્ગત વિવિધ હસ્તકલા અને ઉદ્યોગોના પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાજ્યના હસ્તકલા વારસાને ઉજાગર કરવાના ભાગરૂપે ભરૂચની લુપ્ત થતી ‘સુજની’ કળાના પ્રદર્શનને વિશેષ સ્થાન મળ્યું છે. આ અવસરે સરકાર દ્વારા પૂરા પાડવામાં આવતા મંચની સરાહના કરતા કારીગર મોહમ્મદ મુઝક્કીર સુજનીવાલાએ જણાવ્યું હતું કે, સરકારના સતત સહયોગથી જ આ કળાને નવજીવન મળ્યું છે.

ભરૂચના રહેવાસી મોહમ્મદ મુઝક્કીર સુજનીવાલા વર્ષોથી ભરૂચની આગવી ઓળખ સમાન ‘સુજની વણાટ’ કલા સાથે જોડાયેલા છે. માધ્યમો સાથેના સંવાદમાં તેઓએ જણાવ્યું કે, “અમે ભરૂચની એ ઐતિહાસિક અને પરંપરાગત સુજની વણાટનું કામ કરીએ છીએ, જે આજે કાળક્રમે લુપ્ત થતી જતી કળા ગણાય છે. આ લુપ્ત થતી કલાને જીવંત રાખવા બદલ વર્ષ 2021માં ‘હાથશાળ-હસ્તકલા રાજ્ય એવોર્ડ’ માટે શ્રેષ્ઠ કારીગર તરીકે અમારી પસંદગી કરવામાં આવી હતી, જ્યાં ગુજરાત સરકાર દ્વારા અમને સન્માનિત કરાયા હતા.

લુપ્ત થતી કળાઓને બચાવવા માટે સરકાર દ્વારા સતત પ્રોત્સાહન મળી રહ્યું છે. વાયબ્રન્ટ ગુજરાત જેવા પ્લેટફોર્મ અને બીટુબી (બિઝનેસ ટુ બિઝનેસ) માધ્યમથી આ હસ્તકલાને નવા બજારો અને અનેક નવા ગ્રાહકો મળી રહ્યા છે, જે કારીગરો માટે આશાનું કિરણ છે. અમને સરકાર દ્વારા વિવિધ એક્ઝિબિશન અને મંચ પ્રદાન કરવામાં આવે છે. આ કળાના સંરક્ષણ અને કારીગરોના ઉત્થાન માટે તેમણે ‘રેવા સુજની’ નામની કો-ઓપરેટિવ સોસાયટીની સ્થાપના કરી છે, જેના માધ્યમથી તેઓ આ કલાને જન-જન સુધી પહોંચાડી રહ્યા છે, અને આ જ માધ્યમથી તેઓ વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના મંચ સુધી પહોંચ્યા છે.

કચ્છ ફરી એકવાર ભૂકંપના આંચકા, જાણો રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા

ગુજરાતના ભૂકંપ ઝોન-છમાં સમાવાયેલા રણ અને સમુદ્ર ધરાવતા કચ્છના અશાંત પેટાળમાં નાના-મોટા ભૂકંપના આંચકાઓ આવતા જ રહે છે ત્યારે લાંબા બ્રેક બાદ શુક્રવારે બપોરે 12 વાગેની આસપાસ કચ્છના પેટાળમાં 2.9ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જેની આંશિક અસર કેન્દ્રબિંદુ આસપાસના ગામોમાં અનુભવાઈ હતી. સિસ્મોલોજીલકલ કચેરી ગાંધીનગરથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ પૂર્વ કચ્છના ભચાઉથી 15 કિલોમીટર દૂર વોંધ ગામ નજીક કેન્દ્રબિંદુ ધરાવતો રિકટર સ્કેલ પર 2.9 તીવ્રતાનો આંચકો ઉદભવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ભૂગર્ભીય હિલચાલ ચિંતાજનક રીતે વધી રહી છે. કચ્છના રાપર, ભચાઉ અને ધોળાવીરા સહિતના વિસ્તારોમાં વાગડ ફોલ્ટલાઇન સક્રિય થઇ છે અને ભૂકંપના હળવાથી મધ્યમ તીવ્રતાના સેંકડો આંચકાઓ નોંધાઈ ચુક્યા છે. એશિયન પ્લેટોનોમિક ઝોનમાં સમાવિષ્ટ ઈરાન,પાકિસ્તાન, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સમાં પણ ધરતીકંપના આંચકાઓ સતત ધરતીને ધ્રુજાવી રહ્યા છે.

ભૂકંપ કેમ આવે છે ?
પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે, જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ અથડાઈ છે તેને ઝોન ફોલ્ટ લાઈન કહે છે. વારંવાર ટકરાવાને કારણે આ પ્લેટ્સના ખૂણા વળે છે અને દબાણને કારણે તૂટવા લાગે છે. નીચેની ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે જેને કારણે ભૂકંપ આવે છે.

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતાનો અંદાજ કેવી રીતે લગાવી શકાય?

  • 0 થી 1.9: સીસ્મોગ્રાફથી મળતી માહિતી
  • 2 થી 2.9: ખૂબ જ ઓછું કંપન જાણવા મળે છે
  • 3 થી 3.9: એવું લાગે કે કોઈ ભારે વાહન પાસથી પસાર થયું
  • 4 થી 4.9: ઘરમાં રાખેલું સામાન તેની જગ્યાએથી નીચે પડી શકે
  • 5 થી 5.9: ભારે સામાન અને ફર્નિચર પણ હલી શકે
  • 6 થી 6.9: ઈમારતનો પાયો ફટી શકે
  • 7 થી 7.9: ઈમારતો તૂટી પડે
  • 8 થી 8.9: સુનામીનું જોખમ, વધુ વિનાશ
  • 9 અથવા વધુ: સૌથી ભયાનક વિનાશ, ધરતીનું કંપન સ્પષ્ટ અનુભવાય

સુરતમાં SBI લૂંટનો મોટો ખુલાસો: 7 લૂંટારૂઓની ફિલ્મી પ્લાનિંગ, માત્ર 5 મિનિટમાં ₹50 લાખ સફાચટ

સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની બ્રાન્ચમાં થયેલી 50 લાખ રૂપિયાની ધોળે દિવસે થયેલી લૂંટ હવે રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. આ કેસમાં નવા CCTV ફૂટેજ સામે આવતા લૂંટનો સંપૂર્ણ પ્લાન, સમયગાળો અને આરોપીઓની કાર્યપદ્ધતિ એકદમ ફિલ્મી સ્ટાઈલમાં સામે આવી છે. પોલીસ માટે આ કેસ હવે માત્ર ગુનો નહીં પરંતુ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો છે.

નવી સામે આવેલી માહિતી મુજબ, સાતેય લૂંટારૂઓ બપોરે લગભગ 1:10 વાગ્યે ત્રણ અલગ-અલગ બાઈક પર આવી પહોંચ્યા હતા. તેઓએ બેંકની આસપાસ બાઈક પાર્ક કરી અને ધીમે ધીમે અંદર-બહાર ફરીને પરિસ્થિતિ નિહાળી હતી. એક લૂંટારૂ બહાર ઊભો રહીને નજર રાખતો હતો, જ્યારે બાકીના બેંકની અંદર અને આસપાસ પોઝિશન લઈને ઉભા રહ્યા હતા. તેઓ એકબીજાથી મોબાઇલ દ્વારા સતત સંપર્કમાં હતા, જે બતાવે છે કે આખી ઘટના સંપૂર્ણ પ્લાનિંગ સાથે કરવામાં આવી હતી.

બપોરે 2:01 વાગ્યે કેશ વાન બેંકની બહાર આવીને ઊભી રહી. તેમાં બે ગનમેન અને બે કર્મચારી હતા. જેમ જ કર્મચારીઓએ 38 લાખ રૂપિયાની પેટી બહાર કાઢી અને બેંકમાં લઈ જવા લાગ્યા, તેટલામાં લૂંટારૂઓએ તેમને ઘેરી લીધા. બંદૂકની અણીએ કર્મચારીઓને કાબૂમાં લઈ લેવામાં આવ્યા અને પેટી લૂંટી લેવામાં આવી.

બેંકની અંદરનું ખોફનાક દ્રશ્ય
લૂંટારૂઓ બેંકમાં ઘૂસ્યા બાદ બધું જ ફિલ્મી સ્ટાઈલમાં થયું. ગ્રાહકો અને સ્ટાફને એક ખૂણામાં બેસાડી દેવામાં આવ્યા હતા. દરેકના મોબાઇલ ફોન છીનવી લેવામાં આવ્યા હતા. કોઈ અવાજ ન કરે તે માટે ધમકીઓ આપવામાં આવી હતી. આ દરમિયાન તેઓએ કેશ કાઉન્ટરમાંથી વધુ 12 લાખ રૂપિયા પણ લૂંટી લીધા હતા. આ રીતે કુલ 50 લાખ રૂપિયાની લૂંટ માત્ર થોડા જ મિનિટોમાં પૂર્ણ થઈ ગઈ.

ઘટનાની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે લૂંટ બાદ આરોપીઓ એકદમ શાંત રીતે બહાર નીકળ્યા હતા. એક પછી એક પાંચ લૂંટારૂઓ બેગ લઈને બેંક બહાર ઉભેલા ગનમેનની નજર સામે થી પસાર થઈ ગયા. ગનમેનને કોઈ શંકા જ ન આવી. બાદમાં બાકીના આરોપીઓ પણ નીકળી ગયા અને ત્રણ બાઈક પર સવાર થઈને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

17 દિવસ સુધી સતત રેકી, પ્રોફેશનલ પ્લાનિંગ
તપાસમાં બહાર આવ્યું છે કે આ લૂંટ એકદમ અચાનક નહોતી. લૂંટારૂઓએ લગભગ 17 દિવસ સુધી સતત બેંક અને કેશ વાનની હરકતો પર નજર રાખી હતી. તેમણે ખાસ કરીને કેશ વાનનો સમય, ગનમેનની પોઝિશન, બેંકની અંદરની સુરક્ષા વ્યવસ્થા અને આસપાસના રસ્તા અને ભાગવાના રસ્તાઓ બાબતેનો અભ્યાસ કર્યો હતો. આથી સ્પષ્ટ થાય છે કે આખી લૂંટ ખૂબ જ વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવી હતી.

ખુલ્લા ચહેરા સાથે લૂંટ – છતાં ઓળખ નહીં!
આ કેસમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે તમામ લૂંટારૂઓ ખુલ્લા ચહેરા સાથે બેંકમાં પ્રવેશ્યા હતા. કોઈ માસ્ક કે બુકાની નહોતી, છતાં પોલીસ હજુ સુધી તેમની ઓળખ કરી શકી નથી. આથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આરોપીઓ સ્થાનિક ન હોઈ શકે અથવા તેઓએ પોતાની ઓળખ છુપાવવા માટે અલગ રીત અપનાવી હોય.

મજૂરો પર શંકા
બેંક સ્ટાફના નિવેદન મુજબ, કેટલાક લૂંટારૂઓ મજૂરો જેવા લાગતા હતા. કારણ કે, તેમના કપડાં સામાન્ય અને ગંદા હતા. તેમના બુટ પર કાદવ લાગેલો હતો અને હાથમાં ખોદકામ જેવું કામ કરતા હોય તેવા નિશાન હતા. છેલ્લા 15-20 દિવસમાં તેઓ બેંક આસપાસ જોવા મળ્યા હતા અને ખાતું ખોલાવા અંગે પૂછપરછ પણ કરતા હતા. આથી નજીકમાં ચાલી રહેલા કામ સાથે જોડાયેલા મજૂરોની સંડોવણીની શંકા વધુ મજબૂત બની રહી છે.

સુરત પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓના ફોટા અને CCTV ફૂટેજ દેશના અનેક રાજ્યોમાં મોકલ્યા છે, જેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, દિલ્હી અને મહારાષ્ટ્રનો સમાવે થાય છે. તેમ છતાં હજુ સુધી કોઈ પણ રાજ્યમાંથી આરોપીઓ વિશે ચોક્કસ માહિતી મળી નથી.

CCTVના આધારે લૂંટારૂઓને શહેરના અનેક વિસ્તારોમાંથી ટ્રેક કરવામાં આવ્યા છે. તેઓ મોરાભાગળ તરફથી આવ્યા હતા અને બાદમાં સરથાણા, વાલક જંક્શન થઈને ઉમરા-વેલંજા તરફ ભાગ્યા હતા. તપાસ સાયણ સુધી પહોંચી ગઈ છે અને હવે મહારાષ્ટ્ર સુધી પણ પોલીસ પહોંચી ગઈ છે.

8 ટીમો મેદાનમાં, મહારાષ્ટ્રમાં પણ સર્ચ ઓપરેશન
આ કેસ ઉકેલવા માટે સુરત પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને અન્ય એજન્સીઓની કુલ 8 ટીમો સતત કામ કરી રહી છે. ક્રાઈમ બ્રાન્ચની ખાસ ટીમ મહારાષ્ટ્રમાં ધામા નાખીને આરોપીઓની શોધખોળ કરી રહી છે. તેમ છતાં હજી સુધી એક પણ આરોપી પોલીસના હાથમાં આવ્યો નથી. ધોળે દિવસે, ખુલ્લા ચહેરા સાથે, સંપૂર્ણ પ્લાનિંગથી થયેલી આ લૂંટ હવે સુરત પોલીસ માટે સૌથી મોટો પડકાર બની ગઈ છે. દરેક નવી CCTV ક્લિપ સાથે નવા ખુલાસા થઈ રહ્યા છે, પરંતુ આરોપીઓ સુધી પહોંચવું હજુ મુશ્કેલ બની રહ્યું છે.

આ કેસ હવે માત્ર લૂંટ નહીં પરંતુ પોલીસની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થાની કસોટી બની ગયો છે. શહેરના લોકોમાં પણ ભયનો માહોલ છે અને સૌની નજર હવે એક જ સવાલ પર છે કે, આ સાતેય લૂંટારૂઓ ક્યારે પકડાશે?

કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ₹993નો તગડો વધારો, કિંમત ₹3000 પાર પહોંચી

0

મે મહિનાની મોંઘેરી શરૂઆત થઈ છે. સરકારી ઓઈલ કંપનીઓએ 1 મે 2026થી 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 993 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંક્યો છે. આ વધારા બાદ દિલ્હી સહિત અનેક શહેરોમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 3000 રૂપિયાને પાર કરી ગયો છે. જોકે ઓઈલ કંપનીઓએ આમ આદમીને રાહત આપી હતી અને ઘરેલું (14.2 કિલો) ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો કર્યો નથી.

દેશની સરકારી ઓઈલ કંપનીઓએ આંતરરાષ્ટ્રીય સ્તર પર ઈંધણની કિંમતમાં વધારો થતાં આ નિર્ણય લીધો હતો. જોકે એટીએફના દરમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. આ નિર્ણય એરલાઈન્સ અને ગ્રાહકોને આંતરરાષ્ટ્રીય મૂલ્ય અસ્થિરતાથી બચાવવાના હેતુથી લેવામાં આવ્યો હતો. ઉપરાંત પેટ્રોલ, ડીઝલ, ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં પણ વધારો થયો નથી.

ઈન્ડિયન ઓયલ કોર્પોરેશન (IOC)એ જણાવ્યું કે, લોકોને અસર કરતાં મુખ્ય ઈંધણની કિંમતમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. એટીએફની કિંમત દર મહિનાની પ્રથમ તારીખે ઈનપુટ કોસ્ટના આધારે નક્કી કરવામાં આવે છે. જોકે ઘરેલું એરલાઈન્સના એટીએફ દરમાં કોઈ બદલાવ થયો નથી.

IOCએ જણાવ્યું કે, પેટ્રોલ અને ડીઝલની છૂટક કિંમતો તે ગ્રાહકો માટે યથાવત રહી છે, જેઓ કુલ વપરાશનો લગભગ 90 ટકા હિસ્સો ધરાવે છે. તેવી જ રીતે, આશરે 33 કરોડ ગ્રાહકો માટે ઘરેલું એલપીજી (14.2 કિગ્રા સિલિન્ડર) ના ભાવમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જાહેર વિતરણ પ્રણાલી (PDS) હેઠળ વિતરિત કરવામાં આવતા કેરોસીનના ભાવમાં પણ કોઈ વધારો થયો નથી.

કુલ મળીને, પેટ્રોલિયમ ઉત્પાદનોનો લગભગ 80 ટકા હિસ્સો એવો છે કે જેના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી, જેનાથી મોટાભાગના ગ્રાહકો માટે સ્થિરતા સુનિશ્ચિત થઈ છે. ઓઈલ કંપનીઓએ જણાવ્યું હતું કે ભાવ સુધારો માત્ર પસંદગીના ઔદ્યોગિક ક્ષેત્રો પૂરતો મર્યાદિત છે, જેઓ વપરાશમાં પ્રમાણમાં નાનો હિસ્સો ધરાવે છે અને વૈશ્વિક બેન્ચમાર્કના આધારે નિયમિત માસિક ફેરફારોને આધીન છે.

નોંધનીય છે કે અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને કારણે હોર્મુઝનો માર્ગ બંધ છે, જ્યાંથી ભારત મોટા પાયે ગેસ અને તેલ મંગાવતું હતું. રસ્તો બંધ થવાને કારણે ગેસ અને તેલના પુરવઠામાં ઘટાડો થયો છે, જેના કારણે ભારત અન્ય ઘણી જગ્યાઓ પરથી તેલ અને ગેસની આયાત વધારી રહ્યું છે. આવી સ્થિતિમાં, ખર્ચમાં પણ વધારો થયો છે અને પુરવઠા પર પણ દબાણ વધ્યું છે. આ કારણોસર ગેસના ભાવમાં વધારો જોવા મળ્યો છે.

હાવડામાં ચૂંટણી તણાવ: EVM ખરાબ થતાં હોબાળો, નડિયામાં BJP એજન્ટ પર હુમલો

0

પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાની 142 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. મતદાન સવારે 7 વાગ્યે શરૂ થવાનું હતું, પરંતુ સવારે 5.30 વાગ્યાથી જ લોકો બૂથો પર પહોંચવા લાગ્યા હતા. મોટાભાગના બૂથો પર મહિલાઓની લાંબી લાઈન લાગી છે.

હાવડાના બાલીમાં EVMમાં ગડબડીની વાતને લઈને હોબાળો થયો. CRPF જવાનોએ બે લોકોને અટકાયતમાં લીધા. નાદિયાના છપરામાં BJP એજન્ટે TMC કાર્યકરો પર હુમલાનો આરોપ લગાવ્યો. જ્યારે પાનીહાટીથી BJP ઉમેદવાર રત્ના દેબનાથે EVMમાં ખરાબીની વાત કહી.

બીજા તબક્કાની ચૂંટણીમાં સૌથી કડક મુકાબલો ભવાનીપુર બેઠક પર થવાનો છે. આ CM મમતા બેનર્જીની પરંપરાગત બેઠક છે. મમતા વિરુદ્ધ ભાજપ નેતા સુવેન્દુ અધિકારી ચૂંટણી લડી રહ્યા છે. સુવેન્દુ 2021માં મમતાને નંદીગ્રામથી હરાવી ચૂક્યા છે.

રાજરહાટ-ગોપાલપુર વિધાનસભા મતવિસ્તારના પંચનંતલા, ઘોષપારા, કેસ્ટોપુરમાં અને ચંદીબેરિયા નવજાગરણ ક્લબમાં EVM માં ગડબડીના સમાચાર મળ્યા. હવે સમસ્યાઓ ઠીક થઈ ગઈ છે અને બંને બૂથ પર મતદાન ફરી શરૂ થઈ ગયું છે.

મમતાએ કહ્યું- ભાજપ બહારથી ઓબ્ઝર્વર અને અધિકારીઓને લાવીને આતંક ફેલાવી રહી છે

મુખ્યમંત્રી અને ભવાનીપુરથી TMC ઉમેદવાર મમતા બેનર્જીએ કોલકાતામાં કહ્યું- બહારથી ઘણા બધા ઓબ્ઝર્વર આવ્યા છે. BJP જે કંઈ કહે છે, તેઓ તે જ કરી રહ્યા છે. જરા આસપાસ જુઓ, અમારા બધા પોસ્ટર હટાવી દેવામાં આવ્યા છે. શું ચૂંટણી આવી રીતે જ થાય છે? મતદારો મત આપશે, પોલીસ કે સુરક્ષા દળો નહીં. તાજેતરમાં કેટલાક નવા લોકોને લાવવામાં આવ્યા છે અને તેઓ જે ઈચ્છે તે કરી રહ્યા છે. તેઓ આતંક ફેલાવી રહ્યા છે.

અમદાવાદમાં પોલીસે કાર્યકરને લાફો મારતા ભાજપ વિફર્યોઃ મારામારીના દૃશ્યો સર્જાયા

અમદાવાદ મહાનગરપાલિકાની મતગણતરી દરમિયાન આજે એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજ ખાતે ભારે હોબાળો અને ઉત્તેજનાભર્યા દ્રશ્યો જોવા મળ્યા હતા. મતગણતરી કેન્દ્ર પર સુરક્ષામાં તૈનાત પોલીસ અધિકારી અને ભાજપના કાર્યકર્તા વચ્ચે ઘર્ષણ થતા વાતાવરણ ગરમાયું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર, એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજ ખાતે જ્યારે વોર્ડના પરિણામો જાહેર થઈ રહ્યા હતા, ત્યારે પ્રવેશ દ્વાર પાસે વ્યવસ્થા જાળવવા બાબતે પોલીસ અને ભાજપના કેટલાક કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

આ વિવાદ દરમિયાન એક પોલીસ અધિકારીએ ઉશ્કેરાઈને ભાજપના કાર્યકર્તાને લાફો મારી દેતા મામલો બિચક્યો હતો. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીના વિરોધમાં ભાજપના અન્ય કાર્યકર્તાઓ અને આગેવાનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે પોલીસ સત્તાનો દુરુપયોગ કરી રહી છે અને શાંતિપૂર્ણ રીતે હાજર રહેલા કાર્યકરો પર હાથ ઉપાડી રહી છે.

ઘટનાને પગલે મતગણતરી કેન્દ્રની બહાર અફરાતફરી મચી ગઈ હતી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ કાર્યકરોને શાંત પાડવા અને મામલો થાળે પાડવા માટે મધ્યસ્થી કરી હતી. આ ઘટનાને કારણે થોડા સમય માટે મતગણતરી કેન્દ્ર પર કામગીરી પ્રભાવિત થઈ હતી, પરંતુ વધારાનો પોલીસ કાફલો ઉતારીને પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. હાલમાં આ મામલે લેખિત ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

સુરત મનપામાં ભાજપનો ભવ્ય વિજય: AAP 27થી ઘટીને 4 પર, કોંગ્રેસે માત્ર 1 બેઠકથી આબરું બચાવી

0

ગુજરાતમાં શહેરી વિસ્તારમાં ભાજપનો ગઢ સલામત રહ્યો છે અને વધુ મજબૂત બન્યો છે. બપોરે 2 વાગ્યા સુધીમાં 15માંથી 12 મનપા પર ભાજપનો ભગવો લહેરાયો છે. આપના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ સુરતમાં તો રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર RJ આભા અને રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાએ હારનો સામનો કરવો પડ્યો છે.

સુરત મહાનગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું એકહથ્થું શાસન છે. આગામી પાંચ વર્ષ માટે પણ સુરતીઓએ ભાજપને સત્તા સોંપી છે. મનપાની 120 બેઠકમાંથી ભાજપે 115 બેઠક કબજે કરી છે. જ્યારે 2021માં સુરતમાં 27 બેઠક જીતનાર આપ 4 બેઠક પર જ સમેટાઈ ગઈ છે. તો 2021માં 0 પર રહેલી કોંગ્રેસ આ વખતે નામ માત્રની એક બેઠક જીતી છે.

નવસારી મનપાની પ્રથમ ચૂંટણીમાં ભગવો લહેરાયો છે. 52માંથી 50 બેઠક પર ભાજપે કબજો કર્યો છે. કોંગ્રેસે માત્ર 2 બેઠકથી સંતોષ માનવો પડ્યો છે.

સુરત મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપનો ઐતિહાસિક વિજય: 100થી વધુ સીટ સાથે દબદબો

સ્થાનિક સ્વરાજ્યની અંદાજે 10 હજાર સીટોની મતગણતરી દરમિયાન સુરત મહાનગરપાલિકાના પરિણામોએ રાજકીય દૃશ્યમાં મોટો ફેરફાર લાવ્યો છે. સુરતના ઇતિહાસમાં પહેલીવાર ભાજપે મહાનગરપાલિકામાં 100થી વધુ સીટો જીતીને ભવ્ય વિજય નોંધાવ્યો છે, જે પાર્ટી માટે ઐતિહાસિક સિદ્ધિ માનવામાં આવી રહી છે.

30 વોર્ડમાંથી અત્યાર સુધી 27 વોર્ડના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. તેમાં ભાજપે 103 સીટો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે. બીજી તરફ, આમ આદમી પાર્ટીએ 4 સીટો અને કોંગ્રેસે માત્ર 1 સીટ પર જીત મેળવી છે. બાકીના 3 વોર્ડમાં પણ ભાજપ આગળ ચાલી રહ્યું છે, જેના આધારે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે કુલ 115 સીટ સુધી ભાજપ પહોંચે તેવી શક્યતા છે.

વિગતવાર પરિણામો મુજબ, મોટાભાગના વોર્ડોમાં ભાજપે દબદબો જાળવી રાખ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 1થી 7, 9થી 11, 13થી 16, 18થી 19 તેમજ 21થી 28 અને 30માં ભાજપે જીત મેળવી છે. વોર્ડ નંબર 12માં ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવાર જીત્યા છે, જ્યારે વોર્ડ નંબર 17માં આમ આદમી પાર્ટીએ જીત મેળવી છે.

આ પરિણામો દર્શાવે છે કે સુરત શહેરમાં ભાજપનો પ્રભાવ સતત મજબૂત બની રહ્યો છે, જ્યારે વિરોધ પક્ષો માટે આ ચૂંટણી પડકારરૂપ સાબિત થઈ છે.

સુરત મહાનગરપાલિકાના આપના ઉમેદવાર પાયલ સાકરીયાની હાર

સુરતવાસીઓ જે દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે દિવસ ખરેખર આજે આવી ગયો છે. ગત 26 એપ્રિલના રોજ મતદાન બાદ આજે 28 એપ્રિલના રોજ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થવા જઈ રહ્યા છે. સુરત મહાનગરપાલિકાની 30 વોર્ડની 120 બેઠકો પર કુલ સરેરાશ 59.21% મતદાન નોંધાયું હતું. ત્યારે આજે સુરતમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

મતગણતરીમાં 2000થી વધારે અધિકારીઓ, કર્મચારીઓ અને ચૂંટણી એજન્ટો જોડાયા છે. મજુરા વિસ્તારમાં આવેલી ગાંધી એન્જિનિયરિંગ કોલેજની બહાર લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોણ-કોણ બાજી મારશે? સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ સાથે સંબંધિત લેટેસ્ટ અપડેટ માટે ન્યૂઝ18 ગુજરાતી સાથે જોડાયેલા રહો. પળેપળની વિગતો અમે આપના સુધી પહોંચાડતા રહીશું.

આપના ઉમેદવાર પાયલ સાકરીયાની હાર
સુરત મહાનગરપાલિકાના આપના ઉમેદવાર અને વિરોધ પક્ષના નેતા પાયલ સાકરીયાની હાર થઈ છે. સુરત મનપાના વોર્ડ નંબર 16માં ભાજપની આખી પેનલ વિજેતા થઈ છે, સુરત મહાનગરપલિકાના વોર્ડ નંબર 16માં ભાજપની સંપૂર્ણ પેનલે જીત મેળવીને આમ આદમી પાર્ટી પાસેથી સીટો છીનવી લીધી છે. જે બાદ વિરોધ પક્ષના નેતા પાયલ સાકરીયાની પ્રતિક્રિયા સામે આવી છે. તેઓએ કહ્યું કે, અમે મહેનતમાં કચાસ રહી જતા હાર્યા છીએ. આગામી પાંચ વર્ષ મહેનત કરીશું અને ફરીથી ટીમમાં જીતીને આવીશું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના ટોચના નેતાઓ ખાનપુર કાર્યાલયે ઉજવશે વિજયોત્સવ

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ જાહેર થઈ રહ્યા છે અને તેમાં સત્તાધારી ભાજપને લગભગ દરેક સ્તરે વિજય મળી રહ્યો છે ત્યારે આ જીતની ઉજવણી અમદાવાદમાં પક્ષના કાર્યાલય ખાનપુર ખાતે થશે.

અહેવાલ અનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા સહિત ટોચના હોદ્દેદારો સાંજે અમદાવાદ ખાનપુર કાર્યાલય પહોંચશે. સાંજે 5.30થી 6.00 વાગ્યે આ ટોચના નેતાઓ પહોંચશે અને ત્યાં ભાજપના વિજેતા ઉમેદવારો ઉપરાંત પક્ષના કાર્યકરોની સાથે વિજય ઉત્સવમાં સામેલ થશે.

દરમિયાન, સમગ્ર રાજ્યમાંથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ સતત આવી રહ્યા છે. બપોરે બે વાગ્યા સુધીમાં સત્તાધારી ભાજપે તમામ 15 મહાનગરપાલિકા, 84માંથી 46 નગરપાલિકા ઉપરાંત જિલ્લા અને તાલુકા પંચાયતોમાં મોટાભાગની બેઠકો ઉપર વિજય મેળવી લીધો છે.