Home Blog Page 1067

૧૦ જૂન / મન વિચલિત થાય કે પછી ધન અને માનનો વ્યય, આ રાશિના જાતકો શનિવાર સાચવી લેજો, જુઓ આજનું રાશિ ભવિષ્ય

10th June / If your mind is distracted

મેષઃ
‌મિત્રોનો સહકાર મળતા આર્થિક લાભ મળતો જણાય. દિવસ દર્મયાન આવક મળતી રહે. સંતાન તરફથી શુભ સમાચાર મળે. કાર્યમાં સફળતા મળતી જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. એક્ષપોર્ટ ઇમ્પોર્ટ, શિક્ષણ જેવા ધંધામાં વિશેષ લાભ.

વૃષભઃ
આવક અને ખર્ચ બન્નેમાં વધારો થતો જણાય. ધંધાકીય કાર્યક્ષેત્રે સારૂ ફળ મળતું જણાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. કરેલા રોકાણો યથાર્થ સાબિત થતા જણાય. લાંચ રૂશ્‍વત લેવાથી દૂર રહેવું. આરોગ્ય જળવાશે.

મિથુનઃ
જીદ્દી અને સરળ સ્વભાવને કારણે કોઇ બનાવી ન જાય એનું ધ્યાન રાખવું. આવક ઘટતી જણાય. પરિવારમાં સભ્યો સાથે શાંતિ રાખવી. દામ્પત્ય જીવનમાં અસંતોષ વર્તાય. નાના યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને.

કર્કઃ
દિવસ દરમ્યાન ઉચાટ રહે. મન શાંત રાખવું. નાના ભાઇ-બહેનની વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. શેર બજાર સ્ત્રી શણગારની વસ્તુઓથી લાભ. આરોગ્ય સાચવવું સ્નાયુનો દુઃખાવો સંભવે. દામ્પત્ય જીવનમાં ઉદાસીનતા વર્તાય.

સિંહઃ
આત્મબળ મજબૂત બને. માન-સન્માન માં વધારો થાય. રાજકારણી માટે સારો દિવસ. સરકારી કામકાજમા સફળતા. અનાજ કરિયાણા ના ‌વેપારી માટે વધુ સફળતા. જીવનસાથી સાથે આનંદ. શરદી, કફ નો પ્રકોપ રહે.

કન્યાઃ
નોકરી-ધંધા ક્ષેત્રે ફાયદો થતો અનુભવાય. ટેક્ષ કન્સલટન્ટ, એકાઉન્ટસ, હોટલના ક્ષેત્રે વિશેષ ફાયદો. નવા રોકાણો કરતી વખતે સાવધાની રાખવી જરૂરી. સંતાનોની પ્રગતિ થી આનંદ થાય. સ્વાર્થવૃતિ વધે. પ્રતિષ્ઠા-યશ ઘટે.

તુલાઃ
મહેનત વધારે કરવી પડશે. વારે વારે ખોટું લાગી જાય એવા પ્રસંગો બને. કુટુંબના સભ્યો વચ્ચે વિખવાદને ટાળવો. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરવો. સંતાનના નામ પર કરેલા રોકાણ માં વિશેષ ફાયદો મળે. સ્વાસ્થ્ય સારૂ રહેશે.

વૃશ્ચિકઃ
આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં મનમેળ રહે. સ્થાવર જંગમ ક્ષેત્રે કરેલું રોકાણ ફળદાયી નીવડે. માતૃપક્ષ થી લાભ. ટાયર, ટ્યુબ, કલર, કેમીકલ, બિલ્ડીંગ મટીરીયલ્સ ના ધંધાર્થીઓ માટે શુભ દિવસ. ચર્મયોગની કાળજી રાખવી.

ધનઃ
નાણાંકીય બાબતોમાં સાનુકુળતા રહે. પરિવારમાં પ્રેમ જળવાય. જીવનસાથીની તબિયતની કાળજી રાખવી. આદ્યાત્મિક બાબતોમાં રૂચિ વધે. ભાગ્યનો સાથ મળે. ખોટી સોબતમાં ફસાઇ ન જવાય એનું ધ્યાન રાખવું. આરોગ્ય સારૂ રહે.

મકરઃ
આવકની દ્રષ્ટિએ સારો દિવસ છે. પરિવારના સભ્યો વચ્ચે મતભેદ રહે. કાર્યક્ષેત્રે સંઘર્ષ કરવો પડે. સ્થાવર-જંગમ મિલકતમાંથી લાભ મળતો જણાય. ભાગ્ય સારૂ છે. તાવ-માથાના દુઃખાવા ની સમસ્યા રહે. પત્નિ તરફથી આનંદ મળે.

કુંભઃ
માનસિક રીતે મજબૂતાઇ જણાય. વાંચવાનો શોખ વઘશે. આકસ્મિક ધનલાભ ના યોગ બને છે. દામ્પત્ય જીવનમાં મધુરતા વધે. સાહિત્ય, સંશોધન, ફાઇનાન્સ ના કામ માં લાભ. ખોટું કામ ન કરવાની સલાહ છે. આરોગ્ય જળવાશે.

મીનઃ
સંતાન તરફથી ચિંતા સતાવશે. વિદ્યાર્થીવર્ગને વધુ મહેનત જરૂરી. કાર્યક્ષેત્રે સંઘર્ષ રહે. નોકરી-ધંધામાં અસંતોષ નો અનુભવ થાય. મિત્રો તરફથી લાભ. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. કરોડરજ્જુ, દાંત અને હાડકાની કાળજી રાખવી જરૂરી.

આ પણ વાંચો :-

 છૂટાછેડા ૪૫ લાખમાં નક્કી થયા, સસરા માંગ્યા ૫૦ લાખ અને ફ્લેટ, જમાઈએ ના પડી તો સળગાવી દીધું ઘર

0

Divorce was settled for 45 lakhs 

  • સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા એક પરિવારના દંપતિ વચ્ચે કલેશ ઉત્પન્ન થતા અંતે મહિલાએ પોતાના પતિ પાસે છૂટાછેડા માંગ્યા હતા.

છૂટાછેડામાં ૩૦ લાખ રૂપિયા આપવાનું કહ્યું હતું. બાદમાં મહિલા ૪૫ લાખ રૂપિયામાં માની ગઈ હતી. જોકે મહિલાના પિતાએ વધુ પૈસાની લાલચે જમાઈ પાસેથી ૫૦ લાખ અને વેસુ વિસ્તારમાં ટુ બિએચકે ફ્લેટની માંગણી કરતા યુવકે ના પાડી હતી. જેથી યુવકના માતા પિતા અને ભાઈ ભાભીને જાનથી મારી નાખવાની ધમકી આપી જમાઈનું ઘર સળગાવી દીધું હતું. સમગ્ર બનાવવામાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી અટકાયતી પગલા લીધા છે.

સુરતના ડીંડોલી વિસ્તારના વૃંદાવન રો હાઉસ ખાતે રહેતા યુવકનો કેટલા દિવસથી છૂટાછેડાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. બંને પક્ષે છૂટાછેડા આપી દેવાની વાત નક્કી થઈ હતી. જેમાં યુવતીને યુવકે છૂટાછેડામાં 30 લાખ આપવાની વાત કરી હતી. જોકે યુવતીએ ૪૫ લાખ રૂપિયા માંગ્યા હતા અને યુવક એ આપવા તૈયાર પણ થઈ ગયો હતો.

પરંતુ યુવતીનો પિતા વધુ પૈસાની લાલચમાં જમાઈને હેરાન પરેશાન કરતા હતા. સાથે જ ધમકીઓ પણ આપતા હતા. યુવતીના પિતા ૫૦ લાખ રૂપિયા અને વેસુ વિસ્તારમાં એક ફ્લેટની માગ કરતા હતા. જેથી અંતે યુવકે કંટાળી જઈ તેના સસરાને આટલી મોટી રકમ અને ફ્લેટ આપવાની ના પાડી હતી.

જમાઈએ રૂપિયાની અને ફ્લેટની ઘસીને ના પાડી દીધી હોવાથી ઉશ્કેરાઈ ગયેલા સસરાએ જમાઈના ઘરે જઈને જ્વલનશીલ પદાર્થ છાંટીને ઘર સળગાવી મૂક્યું હતું. જેથી ઘરમાં મુકેલો ફર્નિચરનો સામાન પાર્કિંગમાં મૂકેલી બે સાયકલ, એક બુલેટ ગાડી, એક મોપેડ ગાડી, પાવર સપ્લાય માટેનું ઈન્વર્ટર અને બે એસી જેવો મુદ્દા માલ બળીને ખાક થઈ ગયો હતો.

જેથી સોસાયટીના લોકોએ આ યુવકને જાણ કરી હતી. જેથી યુવક પોતાના ઘરે પહોંચી ફાયર વિભાગને જાણ કરી અને સાથે સાથે પોલીસને પણ જાણ કરી હતી. ત્યારે ફાયર વિભાગ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી જતા યુવતીના પિતાને ત્યાંથી પકડી લાવી હતી. અંતે યુવકની ફરિયાદ લઈ યુવતી અને તેના માતા પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો :-

 

ગુજરાતી પ્લેયર પર રવિ શાસ્ત્રીને ચડ્યો ગુસ્સો અને કહ્યું કે ગિલ શીખી જશે પણ પુજારા તો….

0

Ravi Shastri got angry at the Gujarati player 

  • વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2023ની ફાઈનલ મેચનો બીજો દિવસ ઓસ્ટ્રેલિયાના નામે રહ્યો છે. કાંગારૂની ટીમ ભારત કરતા આગળ જોવા મળી રહી છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2023ની (World Test Championship 2023) ફાઈનલ મેચનો બીજો દિવસ ઓસ્ટ્રેલિયાના (Australia) નામે રહ્યો છે. કાંગારૂની ટીમ ભારત કરતા આગળ જોવા મળી રહી છે. ભારતીય ટીમે બે દિવસમાં ઓસ્ટ્રેલિયાના 469 રન સામે ભારતે 38 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને માત્ર 151 રન કર્યા છે અને હજુ 318 રન કરવાના છે.

ICC નોકઆઉટ સ્ટેજમાં ભારતીય ટીમ માટે ટોપ ઓર્ડર સમસ્યા સાબિત થયો છે. રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) અને વિરાટ કોહલીમાંથી (Virat Kohli) કોઈપણ ક્રિકેટર 20થી વધુ રન કરી શક્યા નથી.

શુભમન ગિલ અને ચેતેશ્વર પુજારા એક જ અંદાજમાં આઉટ થઈ ગયા હતા અને બોલ છોડી દેવાની કોશિશમાં ઓફ સ્ટંપ ઉડાવી દીધું હતું. બોલેન્ડે શુભમન ગિલને ફાસ્ટ બોલ પર બોલ્ડ કરી દીધો અને કૈમરન ગ્રીને ચેતેશ્વર પુજારાને આઉટ કરી દીધો.

ભારતના પૂર્વ કોચ રવિ શાસ્ત્રી શુભમનને બેનિફિટ આફ ડાઉટ આપે છે અને યુવા ખેલાડી હોવાનું અને શીખી રહ્યા હોવાનું માને છે. ઈંગ્લેન્ડમાં ક્રિકેટ કેવી રીતે રમવી અને ઓફ સ્ટંપ ક્યાં થવું તે શુભમન ગિલ શીખી જશે. ચેતશ્વર પુજારાએ 100થી વધુ મેચ રમી તે છતાં આઉટ થઈ ગયા તે એક ચિંતાની વાત છે.

ચેતેશ્વર પુજારા એક મજબૂત બેટસમેન હોવાનું માનવામાં આવે છે અને તેઓ જાણે છે કે ઓફ સ્ટંપ ક્યાં છે. તેમણે ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું છે અને કાઉન્ટી ક્રિકેટમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. પરંતુ ફરી એકવાર તેઓ એક શાનદાર તક ચૂકી ગયા છે.

રવિ શાસ્ત્રી જણાવે છે કે, ‘પુજારાએ ખૂબ જ ખરાબ રીતે બોલ છોડી દીધો. તેમનો આ પગ આગળ જવો જોઈતો હતો. તેઓ પહેલો બોલ રમવાનું વિચારી રહ્યા હતો અને ફરીવાર વિચાર્યું કે તેઓ આ બોલ છોડી શકે છે. તમે જોઈ શકો છો કો, જે પ્રકારે તેમણે બોલ છોડી દીધો તેમનો ઓફ સ્ટંપ દેખાઈ રહ્યો હતો.’

તેમનો ફ્રંટ ફુટ પણ મિડલ સ્ટંપની લાઈન પર હતો. જે સ્ટંપ તરફ હોવો જોઈએ. ફ્રંટ ફૂટ બોલ તરફ જવો જોઈતો હતો. પુજારાએ વિચાર્યું કે, બોલ તેમના ઓફ સ્ટંપથી બહાર જઈ રહી છે. તેમણે બોલને સમજવામાં ભૂલ કરી.

રવિ શાસ્ત્રી વધુમાં જમાવે છે કે, ‘ઈંગ્લેન્ડમાં બોલ કેવી રીતે છોડવો જોઈએ અને ઓફ સ્ટંપનું નામ ખબર હોવું જોઈએ. બંને વિકેટમાં ઓફ સ્ટંપનો કોઈ અતો પતો જ નહોતો. શુભમન ફૂટવર્કમાં થોડા આળસુ હતા. પરંતુ તેઓ શીખી જશે. પુજારાનું પ્રદર્શન નિરાશાજનક હતું. તેમણે તેમનો પગ થોડો આગળ કાઢવો જોઈતો હતો અને તે બોલની લાઈન પર જ હતો.

આ પણ વાંચો :-

વાવાઝોડું ભલે નો ટકરાઈ પણ અસર તો થશે જ, આ વિસ્તારોમાં પડશે વરસાદ: જાણો શું છે અંબાલાલ પટેલની આગાહી

0

Even if the cyclone doesn’t hit 

  • બિપોરજોય વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, દરિયા કાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાની અસર થશે. 14, 15 જૂન સુધીમાં કચ્છ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે.

અરબી સમુદ્રમાં (Arabian Sea) સર્જાયેલું બિપોરજોય નામનું વાવાઝોડું હજી વધારે તાકાતવર બનશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડું પોરબંદરના દરિયાકિનારાથી 870 કિલોમીટર દૂર છે અને 2 કિલોમીટર પ્રતિકલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. આ વચ્ચે હવે બિપોરજોય વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે.

ગુજરાતમાં પડશે વરસાદ :

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે દરિયા કાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાની અસર થશે. રાજ્યના પશ્ચિમ કાંઠાના ભાગોમાં વાવાઝોડાની અસર વર્તાશે. વાવાઝોડાની અસર રૂપે ગુજરાતમાં વરસાદ જોવા મળશે. ગુજરાતમાં વરસાદની આગાહી કરવામા આવી છે. તેમણે જણાવ્યું કે આ વાવાઝોડાના કારણે કચ્છ, રાજસ્થાનના ભાગોમાં વરસાદ થશે. આગામી 14 અને 15 જૂન સુધીમાં વરસાદ થશે. સાથે દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે.

દરિયામાં ખૂબ ઊંચા મોજા ઊછળવાની સંભાવના :

હવામાન વિભાગ અનુસાર આ ચક્રવાતી તોફાન આવતીકાલે ભારે સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા છે. તેની સૌથી વધુ અસર કેરળ-કર્ણાટક અને લક્ષદ્વીપ-માલદીવમાં જોવા મળશે. આ સાથે જ કોંકણ-ગોવા-મહારાષ્ટ્રના દરિયાકાંઠે આજથી 10 જૂન સુધી દરિયામાં ખૂબ ઊંચા મોજા ઊછળવાની સંભાવના છે. વાવાઝોડાની સંભવિત અસર ગુજરાતના દરિયાકાંઠે 11થી 13 જૂન દરમિયાન વર્તાશે.

આ પણ વાંચો :-

 

મેઘાલયના ગ્રામજનોએ બે બાંગ્લાદેશી સીમા રક્ષક જવાનોનો હાંકી કાઢ્યા : વીડિયો વાયરલ

0

Meghalaya Villagers Evict Two Bangladeshi  

  • બોર્ડર ગાર્ડસ બાંગ્લાદેશ (BGB)ના બે સૈનિકો મેઘાલયના દક્ષિણ ગારો હિલ્સ જિલ્લામાં ઘૂસી આવ્યાં હતાં. પરંતુ ગામના લોકોએ બહાદુરી બતાવતા તેમને ભગાડ્યા હતા.

બંને જવાનો બુધવારે સાંજે આશરે ચાર વાગ્યો ગારો હિલ્સના (Garo Hills) રોંગારા વિસ્તારમાં પ્રવેશ્યા હતા. યુનિફોર્મમાં આવેલા બંને સૈનિકોને એકે સિરીઝની અસોલ્ટ રાઈફલ (Assault rifle) અને લાકડીઓ સાથે જોઇને ગ્રામીણો ચોંકી ગયા હતા. જેના બાદ સ્થાનિકોએ તેમનો પીછો કર્યો. બંને સૈનિકો ઈન્ટરનેશનલ બોર્ડરની (Soldiers International Border) સામે આવેલા એક ગામમાં ઘૂસણખોરી કરી હતી.

BSFએ વાંધો ઊઠાવી કરી કાર્યવાહીની માંગ :

આ ઘટના બાદ બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) એ આ મામલો બોર્ડર ગાર્ડસ બાંગ્લાદેશ (BGB) સમક્ષ ઊઠાવી વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. BSFના સૂત્રોએ જણાવ્યું હતું કે તેમને બાંગ્લાદેશમાં તેમના સમકક્ષો દ્વારા જાણ કરવામાં આવી હતી કે BGBના સૈનિકો કથિત રીતે સરહદની દાણચોરીમાં સંડોવાયેલા ગુનેગારોને પકડવા માટે પીછો કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ અજાણતા ભારતીય ગામમાં પ્રવેશ્યા હતા.

BGBના સૈનિકોએ કહ્યું – ભૂલથી આવી ગયા 

બીએસએફના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ગામ આંતરરાષ્ટ્રીય સરહદની વાડની સામે હોવાથી BGBના જવાનોને દેખીતી રીતે ખ્યાલ ન હતો કે તેઓ ગુનેગારોનો પીછો કરતી વખતે ક્યારે ભારતીય ક્ષેત્રમાં ઘૂસી ગયા હતા. સીમા ભંગને લઈને ફ્લેગ મીટિંગ થઈ છે અને સત્તાવાર પ્રક્રિયાનું પાલન કરવામાં આવી રહ્યું છે. પરંતુ આ સમયગાળા દરમિયાન કોઈપણ ભારતીય નાગરિકને હેરાન કરવામાં આવ્યો ન હતો.

આ પણ વાંચો :-

આ એક ગુજરાતીના કારણે આ બે રાજ્યોમાં થાય છે બર્ડ સર્વે.

0

Bird survey is done in these

  • સુરત શહેરના જાણીતા ગાયક યતીન સંગોઈના ગુજરાતમાં રહીને જાણે છે કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં કેટલા અને કયા પ્રજાતિના પક્ષીઓ છે. એક ગુજરાતીના કારણે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ વન વિભાગને ત્યાં પક્ષીઓની ગણતરી કરવામાં ખૂબ જ સહેલાઈ થઈ જાય છે.

મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં કેટલા પક્ષીઓ છે તે અંગેની માહિતી મેળવવા માટે એક ગુજરાતીની મદદ લેવામાં આવે છે. સુરત શહેરમાં રહેતા અને સંગીતના ક્ષેત્ર સાથે સંકળાયેલા યતીન સંગોઈના તસવીરો અને પક્ષીઓ અંગેની જાણકારીના કારણે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વન વિભાગને અનેક પક્ષીઓ અંગે માહિતી મળે છે. જેથી તેઓ તેમની વસ્તી ગણતરી કરી શકે છે.

યતીન એક ગાયક સાથે તેઓ ફોટોગ્રાફર પણ છે. જેથી જ્યારે પણ તેઓ અન્ય રાજ્યમાં પક્ષીઓ અંગેની માહિતી મેળવવા જાય છે ત્યારે તેમના દ્વારા લીધેલી તસવીરો પણ તે રાજ્યના વન વિભાગ માટે ખૂબ જ ઉપયોગી બની રહે છે.

સુરત શહેરના જાણીતા ગાયક યતીન સંગોઈના ગુજરાતમાં રહીને જાણે છે કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં કેટલા અને કયા પ્રજાતિના પક્ષીઓ છે. એક ગુજરાતીના કારણે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ વન વિભાગને ત્યાં પક્ષીઓની ગણતરી કરવામાં ખૂબ જ સહેલાઈ થઈ જાય છે. ખૂબ જ કઠિન પ્રક્રિયાથી પક્ષીઓની ગણતરી કરવામાં આવે છે.

જયારે પણ આ બંને રાજ્યો બર્ડ સર્વેની વાત આવે તો ત્યાંના વન વિભાગ સુરતમાં રહેતા યતીન સંગોઇનો સંપર્ક કરે છે. મોટાભાગે નેશનલ પાર્કમાં આ સર્વે હાથ ધરાતો હોય છે. નેશનલ પાર્કમાં જાતજાતના પક્ષીઓ જોવા મળે છે અનેક એવા પણ પક્ષીઓ છે જે સામાન્ય વ્યક્તિ ક્યારેય પણ જોયા હશે નહીં.

યતીન સંગોઇએ જણાવ્યું હતું કે, કોરોના કાળ બાદથી જ તેઓ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ રાજ્યમાં થનાર બર્ડ સર્વેમાં પ્રતિનિધિ તરીકે જાય છે અને તેમની ટીમમાં સામેલ હોય છે. તેમની પાસે 6,000 થી પણ વધુ વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી છે જ્યારે બર્ડ સર્વેમાં આજ દિન સુધી તેઓએ 600 થી પણ વધુ ફોટોગ્રાફી કરી છે જેમાંથી અઢીસો ખૂબ જ ભાગ્યે જ જોવામાં આવે તેવા પક્ષી છે અને એના માંથી પણ 30 થી 45 એવા પક્ષીઓ છે કે જે રેરેસ્ટ ઓફ ધ રેર જોવા મળે છે. મને વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી નો શોખ છે અને છેલ્લા 20 વર્ષથી હું ફોટોગ્રાફી કરું છું.

અનેક વાર આવા પક્ષીઓ પણ જોવા મળે છે જે અંગે માહિતી હોતી નથી ત્યારે અમે તેની માહિતી ઈન્ટરનેટ પરથી ફોટોના માધ્યમથી મેળવતા હોઈએ છીએ. તમામ પ્રકારની માહિતી અને ફોટો અમે ખાસ એપ્લિકેશન પર અપલોડ કરતા હોઈએ છીએ જેના કારણે બોર્ડ સર્વેની કામગીરી પૂર્ણ થાય છે અને આ ઈ-બર્ડ એપ્લિકેશન સરકારની હોય છે. સીઝનમાં ત્રણથી ચાર વખત બરડે સર્વે કરવામાં આવે છે.

આ પણ વાંચો :-

30000% ની તોફાની તેજી, 3 રૂપિયાના આ સ્ટોકે 1 લાખના બનાવ્યા 3 કરોડ રૂપિયા

0

30000% storm surge

  • તાનલા પ્લેટફોર્મ્સના શેરમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. કંપનીના શેર 30000 ટકાથી વધુ વધી ગયા છે. તાનલા પ્લેટફોર્મ્સના શેર 3 રૂપિયાથી વધીને 800 રૂપિયાને પાર પહોંચી ગયા છે.

ક્લાઉડ કમ્યુનિકેશન્સ કંપની તાનલા પ્લેટફોર્મ્સના શેરમાં તોફાની તેજી આવી છે. કંપનીના શેર 30000 ટકાથી વધુ ચઢી ગયા છે. તાનલા પ્લેટફોર્મ્સ (Tanla Platforms) ના શેર 3 રૂપિયાથી વધી 800 રૂપિયાને પાર પહોંચી ગયા છે. તાનલા પ્લેટફોર્મ્સના શેરનું 52 સપ્તાહનું હાઈ લેવલ 1360 રૂપિયા છે. તો કંપનીના શેરનું 52 સપ્તાહનું લો લેવલ 840.10 રૂપિયા છે. છેલ્લા પાંચ વર્ષમાં તાનલા પ્લેટફોર્મ્સના શેર 2700 ટકાથી વધુનો ઉછાળ આવ્યો છે.

1 લાખ રૂપિયાના બનાવી દીધા 3 કરોડથી વધુ :

તાનલા પ્લેટફોર્મ્સ (Tanla Platforms)ના સ્ટોકે છેલ્લા 10 વર્ષમાં જોરદાર રિટર્ન આપ્યું છે. કંપનીના શેર 30 ઓગસ્ટ બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 2.75 રૂપિયા પર હતા. તાનલા પ્લેટફોર્મ્સના શેર 8 જૂન 2023ના બીએસઈમાં 840.10 રૂપિયા પર બંધ થયા હતા. કંપનીના સ્ટોકે આ પીરિયડમાં 30449 ટકાનું રિટર્ન આપ્યું છે. જો કોઈ વ્યક્તિએ 30 ઓગસ્ટ 2013ના તાનલા પ્લેટફોર્મ્સના શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત અને પોતાનું ઈન્વેસ્ટમેન્ટ બનાવી રાખ્યું ગોત તો આ સમયે તેની વેલ્યૂ 3.05 કરોડ રૂપિયા થઈ ગયા હોત.

8 વર્ષમાં સ્ટોકમાં આવ્યો 5200 ટકાથી વધુ ઉછાળ :

તાનલા પ્લેટફોર્મ્સ (Tanla Platforms)ના શેરમાં છેલ્લા 8 વર્ષમાં 5217 ટકાનો ઉછાળ આવ્યો છે. કંપનીના શેર 5 જૂન 2015ના બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 15.80 રૂપિયા પર હતા. તાનલા પ્લેટફોર્મ્સના શેર 8 જૂન 2023ના બીએસઈમાં 840.10 રૂપિયા પર બંધ થયા છે. જો કોઈ વ્યક્તિએ 5 જૂન 2015ના તાનલા પ્લેટફોર્મ્સના શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત તો આજે તેની વેલ્યૂ 53.17 લાખ રૂપિયા હોત.

અઢી મહિનામાં શેરમાં 65 ટકાનો વધારો :

તાનલા પ્લેટફોર્મ્સના શેરમાં છેલ્લા અઢી મહિનામાં આશરે 65 ટકાનો ઉછાળ આવ્યો છે. કંપનીના શેર 27 એપ્રિલ 2023ના બીએસઈમાં 509.45 રૂપિયા પર હતો, જે 8 જૂના 840.10 રૂપિયા પર બંધ થયા છે.

આ પણ વાંચો :-

દરેક માતા-પિતા સાવધાન. આંખ ઉઘાડનારો કિસ્સો, ઓનલાઈન ગેમિંગ પાછળ છોકરીએ ફૂંકી માર્યા લાખ 

Every parent beware. Eye-opening case

  • ઓનલાઈન ગેમિંગની લત કેટલી ખતરનાક હોઈ શકે છે. તે વાતનો અંદાજો એ વાતથી લગાવી શકાય કે એક 13 વર્ષની છોકરીએ મોબાઈલ ગેમ રમવાના ચક્કરમાં 52 લાખ રૂપિયા ઉડાવી માર્યા.

એક રિપોર્ટ મુજબ ચીનમાં (China) એક 13 વર્ષની છોકરીએ ઓનલાઈન ગેમિંગ પર 449500 યુઆન લગભગ (52,19,809) રૂપિયા ખર્ચ કરીને માત્ર ચાર મહિનાની અંદર જ પરિવારની બધી જમાપૂંજી ખતમ કરી નાખી. છોકરીની માતાના એકાઉન્ટમાં (Account) હવે માત્ર 5 રૂપિયા બચ્યા છે.

વાત જાણે એમ છે કે મોટાભાગની ગેમ્સમાં પેઈડ ટુલ્સ (Paid Tools) હોય છે. જે ગેમર્સને પાવરફૂલ ટૂલ સુધી પહોંચવા માટે વધુ પૈસા ખરવા લલચાવે છે અને આ પેઈડ ટૂલ્સ તેમની ગેમને વધુ સારી રીતે રમવામાં મદદ કરે છે. જો તમારું બાળક પણ આખો દિવસ મોબાઈલ પર ગેમ રમતું રહેતું હો તો સાવધાન થઈ જાઓ. કારણ કે તમારી સાથે પણ આવું બની શકે છે. આ આખો કિસ્સો ખાસ જાણો.

સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ મુજબ આ કિસ્સો ત્યારે સામે આવ્યો જ્યારે છોકરીની ટીચરે સ્કૂલમાં તેના વધુ ફોન ઉપયોગ કરવા પર ધ્યાન આપ્યું. તેને શંકા ગઈ કે તે પે-ટૂ-પ્લે ગેમની આદી બની શકે છે. ટીચરે છોકરીની માતાને આ અંગે જાણ કરી ત્યારબાદ માતાએ બેંક એકાઉન્ટ ચેક કર્યું ત્યારબાદ તો મહિલાના હોશ જ ઉડી ગયા.

એકાઉન્ટમાં માત્ર 5 રૂપિયા :

છોકરીની માતાએ જોયું કે તેના એકાઉન્ટમાં માત્ર 0.5 યુઆન (લગભગ 5 રૂપિયા) બચ્યા હતા. તે ગભરાઈ ગઈ અને એક વાયરલ વીડિયોમાં રડતા રડતા બેંક સ્ટેટમેન્ટના પાના દેખાડયા જેમાં મોબાઈલ ગેમ્સ માટે કરાયેલી ચૂકવણીનો ખુલાસો કરાયો હતો.

જ્યારે પિતાએ છોકરીને આ અંગે પૂછ્યું તો તેણે ગેમ ખરીદવા પર લગભગ 120000 યુઆન (લગભગ 13,93,828 રૂપિયા) તથા આ ગેમ ખરીદી પર વધારાના 210000 યુઆન (લગભગ 24,39,340 રૂપિયા) ખર્ચો કર્યો હોવાની વાત સ્વીકારી. આ ઉપરાંત તેણે પતોાના ઓછામાં ઓછા 10 મિત્રો માટે ગેમ ખરીદવા માટે 1 લાખ યુઆન (લગભગ 11,61,000 રૂપિયા) ખર્ચ કર્યાની વાત પણ સ્વીકારી લીધી.

છોકરીએ સ્વીકાર્યું કે તેણે તેના મિત્રો માટે ગેમ ખરીદવા માટે ચૂકવણી કરી હતી. હકીકતમાં જ્યારે તેને ઘરમાં ડેબિટ કાર્ડ મળ્યું તો તેણે તેને પોતાના સ્માર્ટફોન સાથે કનેક્ટ કરી દીધુ હતું. એકવાર તેની માતાએ તેની સાથે કાર્ડનો પાસવર્ડ પણ શેર કર્યો હતો. જ્યારે તેઓ ઘરે નહતા અને છોકરીને પૈસાની જરૂર હતી ત્યારે આ પાસવર્ડ આપ્યો હતો. પોતાની આ હરકત છૂપાવવા માટે છોકરીએ પોતાના સ્માર્ટફોનથી મોબાઈલ ગેમ્સ સંલગ્ન તમામ ટ્રાન્ઝેક્શનના રેકોર્ડ ડિલીટ માર્યા હતા.

હવે આ કહાની ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ ગઈ છે. જેનાથી લોકોમાં ચર્ચા થઈ રહી છે કે આ સ્થિતિમાં જવાબદારી કોણે લેવી જોઈએ. કેટલાકનું માનવું છે કે 13 વર્ષની છોકરીને પોતાના કામ અંગે ખબર હોવી જોઈએ જ્યારે અન્ય કેટલાક લોકોએ માતા પિતાને જવાબદાર ઠેરવ્યા. મેકગિલ યુનિવર્સિટી દ્વારા 2022ના એનાલિસિસ મુજબ ચીનમાં સ્માર્ટફોનના યાદી લોકોની સંખ્યા સૌથી વધુ છે. ત્યારબાદ સાઉદી અરબ અને મલેશિયા આવે છે.

આ પણ વાંચો :-

Miss World 2023 : 27 વર્ષ પછી ભારતમાં થશે ‘મિસ વર્લ્ડ’ સ્પર્ધાનું આયોજન ! આગરા અને વારાણસીમાં કરશે રેંપ વોક

0

Miss World 2023

  • Miss World 2023 : મિસ વર્લ્ડ ઓર્ગેનાઈઝેશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં આ સ્પર્ધાનું ગ્રાંડ ફિનાલે થશે. જે પહેલા સ્પર્ધકોને શોર્ટલિસ્ટ કરવા માટે અલગ અલગ રાઉન્ટ શરુ થશે.

ભારત 27 વર્ષ પછી મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન કરશે. વિશ્વ સ્તર પર આયોજિત થતી આ સ્પર્ધામાં 130 દેશની સુંદરીઓ ભાગ લેશે. આ અંગે સત્તાવાર જાહેરાત ગુરુવારે કરવામાં આવી હતી. મિસ વર્લ્ડ ઓર્ગેનાઈઝેશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં આ સ્પર્ધાનું ગ્રાંડ ફિનાલે થશે. જે પહેલા સ્પર્ધકોને શોર્ટલિસ્ટ કરવા માટે અલગ અલગ રાઉન્ટ શરુ થશે.

આ સ્પર્ધા યૂપીમાં યોજાશે. અહીં વારાણસી અને આગરામાં દુનિયાભરમાંથી આવેલી સુંદરીઓ રેંપ વોક કરતી જોવા મળશે. આ વર્ષે સ્પર્ધા ભારતમાં યોજાશે તે અંગે મિસ વર્લ્ડ 2022 કૈરોલીન બિએલાવસ્કાએ ખુશી વ્યક્ત કરી હતી.

આ પહેલા ભારતમાં 1996માં મિસ વર્લ્ડ સ્પર્ધા યોજાઈ હતી. 27 વર્ષ પછી ફરીથી ભારતમાં 71મી મિસ વર્લ્ડ 2023 સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે. આ સ્પર્ધાનો ફાઈનલ રાઉન્ડ વર્ષના અંતે યોજાશે. પરંતુ તારીખોની જાહેરાત હજુ કરવામાં આવી નથી.

મિસ વર્લ્ડનું ટાઈટલ જીતવા માટે 130 દેશથી વધુની સુંદરીઓએ સુંદરતાની સાથે બુદ્ધિમત્તા અને અન્ય માપદંડો પર ઉત્તીર્ણ થવું પડે છે. ભારતની જે યુવતીઓએ આ ટાઈટલ પોતાના નામ કર્યું છે તેમાં ઐશ્વર્યા રાય બચ્ચન, પ્રિયંકા ચોપડા, યુક્તા મુખીનું નામ આવે છે.

આ પણ વાંચો :-

ગુજરાત પર વાવાઝોડાની અસર શરૂ, આજથી પાંચ દિવસ આ શહેરોમાં છે વરસાદની આગાહી

0

The impact of the cyclone

  • Gujarat Weather Forecast : ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે બિપરજોય વાવાઝોડું. 11થી 13 જૂન વચ્ચે અત્યંત તીવ્ર ગતિએ પવન ફૂંકાવાની શક્યતા. સંભવિત આફતનો સામનો કરવા તંત્રને કરાયું તૈયાર.

ગુજરાતના દરિયાકાંઠા તરફ બિપોરજોય વાવાઝોડું આગળ વધી રહ્યું છે. 11 થી 13 જૂન વચ્ચે અત્યંત તીવ્ર ગતિએ પવન ફૂંકાવાની શક્યતા છે. સંભવિત આફતનો સામનો કરવા તંત્રને સાબદું કરાયું છે. બિપરજોય વાવાઝોડાની અસરના પગલે ગુજરાતનો દરિયો તોફાની બન્યો છે. દરિયામાં ઊંચાં મોજાં ઉછળતાં હોવાથી તંત્રએ લોકોને સમુદ્રથી દૂર રહેવાની સૂચના અપાઈ છે.

તો બીજી તરફ વડોદરામાં બિપોરજોય વાવાઝોડાને લીધે તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લામાં બધા તલાટીઓને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ કરાયો છે. જિલ્લા કંટ્રોલ રૂમનો ટોલ ફ્રી નંબર 1077 જાહેર કર્યો છે. તમામ 8 તાલુકાઓમાં પણ કંટ્રોલ રૂમ શરૂ કર્યો. લાયઝન ઓફિસરની નિમણુંક કરાઈ છે.

આવામાં હવામાન વિભાગે કહ્યું કે, વાવાઝોડું પાંચ દિવસ સુધી ગુજરાત પહોંચે તેવી કોઈ શક્યતા નથી. વાવાઝોડું પ્રતિ 6 કિમીની ઝડપથી આગળ વધી રહ્યું છે. તે હાલ પોરબંદરથી 930 કિમી અંતરે પહોંચ્યું છે. આમ ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ઓછ થઈ રહ્યો છે. આગામી 5 દિવસ વાવાઝોડું ગુજરાત પહોંચે તેવો કોઈ અણસાર નથી. તેમજ વાવાઝોડું ગુજરાત પહોંચે તે પહેલા પાકિસ્તાન તરફ ફંટાઈ જાય તેવી શક્યતા વધુ છે.

પોરબંદરથી 1130 કિમી દૂર અરબ સાગરમાં મંગળવારના રોજ બિપોરજોય વાવાઝોડું આકાર લીધું હતું. જેથી ગુજરાતનું તંત્ર એલર્ટ થયુ હતું. ત્યારે હાલ રાહતના શ્વાસ એટલે એ કે આ વાવાઝોડું ગુજરાત આવે તેવી શ્કયતા ઓછી છે. તો બીજી તરફ વાવાઝોડાની અસર રૂપે ગુજરાતમાં વરસાદ જોવા મળશે. ગુજરાતમાં વરસાદની આગાહી કરવામા આવી છે.

ક્યાં કેટલો વરસાદ પડશે :

શુક્રવાર – નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર

શનિવાર – સુરત, નવસારી, ડાંગ, વલસાડ, ભરૂચ, તાપી, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર

રવિવાર – વડોદરા, સુરત, નવસારી, ડાંગ, નર્મદા, વલસાડ, ભરૂચ, તાપી, રાજકોટ, પોરબંદર

સોમવાર – આણંદ, વડોદરા, સુરત, નવસારી, ડાંગ, નર્મદા, વલસાડ, ભરૂચ, તાપી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, જામનગર, દ્વારકા, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર

આ પણ વાંચો :-