૯ જૂન / રોકાયેલા અધૂરાં કાર્યો પૂરાં થશે, નોકરીમાં પ્રમોશનના યોગ જણાય, આ રાશિના જાતકોનો શુક્રવાર રહેશે શુભ, જુઓ રાશિ ભવિષ્ય

Share this story

June 9 / Unfinished works will

મેષઃ
આવકનું પાસુ મજબુત થતું જણાય. ધારેલી આવક મળતાં માનસિક આનંદની અનુભૂતિ થશે. પરિવરમાં સુખ-શાંતિ જળવાશે. મિત્રો તરફથી સાથ સહકાર મળે. સંતાનની પ્રગતિથી આનંદ થાય.

વૃષભઃ
આર્થિક ક્ષેત્રે સફળતા મળતી જણાય. નોકરીમાં બઢતી તથા ધંધામાં પ્રગતિ થાય. ધંધાના વિકાસ માટે અગત્યના નિર્ણયો લેવાની વ્યવસ્થા સરળ બને. માતૃ તથા પિતૃ સુખમાં વધારો થાય.

મિથુનઃ
ભાગ્યનો સાથ મળતાં તમામ ક્ષેત્રે સફળતા હાંસલ કરી શકાય. ધાર્મિક યાત્રા-પ્રવાસના યોગ બને છે. લોહી ની ઉણપથી થતા કે લોહી સંબંધી રોગોથી સાવચેતી જરૂરી, જીવનસાથી સાથે આનંદ.

કર્કઃ
નાણાંની લેવડ-દેવડ માં સાવધાની રાખવી. ધારેલી આવક અટકતી જણાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. પડવા-વાગવાથી સાવચેતી જરૂરી. દામ્પત્ય જીવનમાં મતભેદ ટાળવા. માતાની તબિયત સાચવવી.

સિંહઃ
માનસિક પ્રસન્નતા જળવાય. દામ્પત્ય જીવનમાં મધુરતા નો અનુભવ થાય. પ્રેમી પાત્રનું મિલન-મુલાકાત શક્ય બને. આવક જળવાય. આકસ્મિક ધનલાભ ના યોગ બને છે. ખોટા ખર્ચ ટાળવા.

કન્યાઃ
આવકનું પ્રમાણ ઘટતું જણાય. શરદી, તાવની સમસ્યા રહે. માતાના આરોગ્યનું ધ્યાન રાખવું. સંતાન સુખ જળવાય. ખોટી સોબત માં ફસાવાય નહીં એનું ધ્યાન રાખવું. નોકરી-ધંધામાં પ્રગતિ.

તુલાઃ
લક્ષ્મી ની વખતસર હેરફેર શક્ય બને. સંતાનના પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. વિદ્યાર્થી વર્ગને સફળતા. નવું જાણવાનો યોગ બને છે. પરિવારમાં લાગણી શીલતા નું પ્રમાણ વધે. ભાગ્ય નો સાથ મળે છે.

વૃષિકઃ
નાણાંકીય આવક વધતી જણાય. સ્થાવર ‌જંગમ મિલકતના તથા વાહનના ખરીદી વેચાણ શક્ય બને અથવા એ ક્ષેત્રે આવક ઉભી કરી શકાય. વડીલોના આશીર્વાદ મળે. માતા-પિતાનું સ્વાસ્થ્ય સારૂં રહે.

ધનઃ
વિચારો પ્રમાણ વધારે રહે. દાન કરવાની તથા પરોપકારની ભાવના પેદા થાય. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ.

મકરઃ
આવકનું પાસુ મજબુત થાય. બેંક બેલેન્સ માં વધારો શક્ય બને. નાના ભાઇ-બહેનો તરફથી સારા સમાચાર મળે. ધંધાકીય ક્ષેત્રે સાવધાની રાખવી. જીવનસાથી સાથે મતભેદ ટાળવા તથા જીવનસાથી નું આરોગ્ય સાચવવુંં.

કુંભઃ
ખોટા ખર્ચ ટાળવા. તત્ત્વજ્ઞાન, ગણિતમાં જીજ્ઞાસા વધે. મશીનરી રીપેરીંગ, શિથીક, ફાયનાન્સ તથા મીકેનીકલ એજીંનીયરીંગ ના ધંધાર્થીઓને વિશેષ સફળતા. ઘુંટણ તથા કીડની સંબંધીત રોગોથી સાવધાની રાખવી.

મીનઃ
આત્મબળ માં વધારો થાય. આવકનું પ્રમાણ જળવાય. નોકરીમાં શાંતિ. ધંધાકીય ક્ષેત્રે યોગ્ય નિર્ણય લઇ શકાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. આંખની તથા માથાના દુઃખાવાની સમસ્યા રહે. ભાગ્યનો સાથ મળતો રહે.

આ પણ વાંચો :-