Home Blog Page 1022

વિદ્યાર્થીઓના ભોજનમાં મરેલો દેડકો અને જીવાત નીકળતા ભારે હોબાળો મચ્યો

0
  • ભાવનગરના સણોસરા ખાતે આવેલી લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ વિવાદમાં આવી છે. વિદ્યાપીઠમાં રહેતા વિદ્યાર્થીઓને જે ભોજન પીરસવામાં આવ્યા હતા. જેમાં મરેલો દેડકો અને જીવાત નીકળતા ભારે હોબાળો મચી ગયો છે.

વિદ્યાપીઠમાં ગંભીર બેદરકારીના કારણે આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો છે. તમને જણાવી દઈએ કે ૧૦ દિવસ પહેલા જ શારદાબેન હોસ્પિટલમાં એક દર્દીના ભોજનમાંથી ગરોળી નીકળી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે ભાવનગર જિલ્લાના તાલુકાના સણોસરા ગામે આવેલી લોકભારતી ગ્રામ વિદ્યાપીઠની ગંભીર બેદકારી સામે આવી છે.

વિદ્યાપીઠમાં રહેતા વિદ્યાર્થીઓને જે ભોજન પીરસવામાં આવે છે જેમાં મરેલો દેડકો અને જીવાત નીકળતા ભારે હોબાળો મચી ગયો છે. વિદ્યાર્થીઓને પીરસવામાં આવેલી દાળમાંથી મેરલો દેડકો મળી આવ્યો હતો. જ્યારે ભાતમાંથી જીવાત મળી આવી હતી. આ ઘટના બાદ રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો. આ બાબતે વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાપીઠ સામે ઉગ્ર વિરોધ કરી એક દિવસ માટે જમવા પણ ગયા ન હતા.

વિદ્યાપીઠના સંચાલકોને વિદ્યાર્થીઓએ અગાઉ પણ ભોજનને લઈને ફરિયાદ કરી હતી તેમ છતાં સંચાલકોએ વિદ્યાર્થીઓની ફરિયાદ પર કોઈ ધ્યાન ન આપ્યું નહોતું. લોકભારતી જેવી પ્રસિદ્ધ વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે આ પ્રકારના ચેડા થાય તેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરની શારદાબેન હોસ્પિટલમાં ૧૦ દિવસ પહેલા જ એક દર્દીના ભોજનની થાળીમાં પીરસવામાં આવેલી મગની દાળમાં મરેલી ગરોળી નીકળતાં દર્દીઓ અને તેમના સગાંઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આ પ્રકારનું ભોજન જમેલા ત્રણ દર્દીઓને ઝાડા અને ઉલ્ટીની અસર થઈ હોવાનું પણ જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો :-

આબુ જતા ગુજરાતીઓ સાવધાન ! આ હાઈવે કરવામાં આવ્યો બંધ

0
  • જિલ્લાના પાલનપુરમાંથી પસાર થતો અમદાવાદ-આબુરોડ હાઈવે ખાડાઓ પડી જવાના કારણે અમદાવાદ-આબુરોડ હાઈવે બંધ કરવામાં આવ્યો છે.

આબુરોડ અને રાજસ્થાન જતા વાહનોને ચંડીસર, વાઘરોલ થઈ ચિત્રાસણી સુધીનું ૩૦-૩૫ કિલોમીટર લાંબુ ડાયવર્ઝન અપાયું છે. જેના પગલે વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, સામાન્ય વરસાદમાં જ અમદાવાદ-આબુ રોડ બિસ્માર બન્યો હતો. રાજ્યનો ધોરીમાર્ગ સમાન આ મહત્વના નેશનલ હાઈવે કોઈ ગામડાના રોડને પણ સારો કેવડાવે તેવો બિસ્માર બન્યો છે. આ રોડ એટલો ખરાબ હતો કે લોડથી ભરેલા અનેક ખટારા પણ પલટી ગયા હતા. જો કે ગઈકાલે પડેલા સામાન્ય વરસાદમાં જ હાઈવે પર ખાડાઓ પડી જતા તેમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે ભારે હાલાકીનો સામનો વાહન ચાલકોએ કરવો પડયો હતો.

પાલનપુરના એરોમા સર્કલ પર બેરીકેડિંગ કરી દેવામાં આવ્યું છે. વાહનોને ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે. જો કે એક જ મહિનામાં અત્યંત મહત્વના હાઈવેને બધ કરી દેવામાં આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. વારવાર હાઈવે ઓથોરિટી દ્વારા રોડ બંધ કરી દેવામાં આવતા વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વાહન ચાલકો અને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો :-

 

સુરતમાં તથ્ય પટેલ જેવા નબીરાએ અકસ્માત સર્જ્યો, દારૂ પીને ૬ બાઈકચાલકોને ફંગોળ્યા

0
  • અમદાવાદ બાદ સુરતમાં પણ બેફામ કાર ચલાવતા નબીરાઓથી લોકોના જીવને જોખમ. BRTSના રૂટમાં કાર ચલાવી નબીરાએ છ બાઈકચાલકોને લીધા અડફેટે. નશાની હાલમાં કાર ચલાવતા યુવાનને લોકોએ માર મારી પોલીસના હવાલે કર્યો.

ગુજરાતમાં રોજ કોઈને કોઈ શહેરમાં કોઈ મોટા ઘરનો નબીરો ગાડીઓ ઠોકતા જોવા મળી રહ્યો છે. ત્યારે આજે સુરતમાં થયેલ અકસ્માતે અમદાવાદની યાદ તાજી કરાવી છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં સ્નેહ મુદ્રા સોસાયટી પાસે એક સ્વીફ્ટ કાર ચાલકે ૩-૪ બાઈક ચાલકને અડફેટે લીધા હતા. જેમાં બાઈક ચાલકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાની જાણ થતા કાપોદ્રા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

સુરતના કપોદ્રા વિસ્તારમાં અમદાવાદના ઈસ્કોન બ્રિજ જેવો અકસ્માત સર્જાયો છે. બીઆરટીએસ રુટમાં બેફામ સ્વીફ્ટ કાર હંકારીને અકસ્માત સર્જનાર કાર ચાલકનું નામ સાજન પટેલ હોવાનું સામે આવ્યું છે. સાજન પટેલ સુરતના ઉતરાણનો રહેવાસી છે. તે મૂળ સુરતી છે અને કાર લે-વેચનો ધંધો કરે છે. ત્યારે સાજન પટેલે પણ દારૂ પીધો હતો તેણે ખુદ આ વાતનો સ્વીકાર કર્યો છે.

બેફામ રીતે કાર હંકારીને ઢગલાબંધ બાઈક ચાલકોને અડફેટે લેનારાને સ્થાનિક લોકોએ તથ્ય પટેલની જેમ જ ગાડીમાંથી બહાર કાઢીને માર માર્યો હતો. તેણે પાંચ બાઈકને અડફેટે લીધી હતી. તેમજ બીઆરટીએસ રુટ ખાનગી વાહનો માટે પ્રતિબંધિત હોવા છતા તેમાં રમરમાટ સ્વીફ્ટ ગાડી ચલાવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, બાઈક પર સવાર બે મિત્રો અડફેટે લેતા પીપી માણિયા હોસ્પિટલમાં ખસેડાયા છે. તો યસ કેવરિયા નામના યુવકને ગંભીર હાલતમાં ICU દાખલ કરાયો છે. કિશન હીરપરા નામના યુવકને હાથ ,પગના ભાગે ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયો છે. અન્ય ૪ લોકોને પણ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટનાની જાણ થતા કાપોદ્રા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આરોપી કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યાવહી હાથ ધરી છે.

આ પણ વાંચો :-

ગુજરાતથી મુંબઈ જતી ટ્રેનમાં ફાયરિંગ, RPFના ASI સહિત ૦૪ લોકોના..

0
  • જયપુર-મુંબઈ પેસેન્જર ટ્રેનમાં ફાયરિંગમાં ચાર લોકોના મોત. જયપુર એક્સપ્રેસ ટ્રેનમાં RPF જવાને કર્યુ ફાયરિંગ. ફાયરિંગ કરનારા RPF જવાનની અટકાયત.

મહારાષ્ટ્રના પાલઘરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જયપુર-મુંબઈ પેસેન્જર ટ્રેનમાં ફાયરિંગમાં ચાર લોકોના મોત થયા છે. આ ટ્રેન ગુજરાતથી મુંબઈ આવી રહી હતી. વિગતો મુજબ મૃતકોમાં RPF ASI સહિત ૦૩ મુસાફરો છે. RPFના કોન્સ્ટેબલ ચેતને તમામને ગોળી મારી દીધી છે. ફાયરિંગની આ ઘટના વાપીથી બોરીવલી મીરા રોડ સ્ટેશન વચ્ચે બની હતી. GRP મુંબઈના જવાનોએ ગઈકાલે મીરા રોડ બોરીવલી વચ્ચે કોન્સ્ટેબલને કસ્ટડીમાં લીધો હતો.

આરોપીનો ઈરાદો શું હતો અને તેણે આ ગોળી શા માટે ચલાવી તે જાણી શકાયું નથી. સદનસીબે આ ગોળીબારમાં વધુ મુસાફરોને ઈજા થઈ નથી. ચાલતી ટ્રેનમાં ફાયરિંગ થતાં જ ટ્રેનમાં દોડધામ મચી ગઈ હતી. હાલ પોલીસ ટ્રેનના મુસાફરોના નિવેદન પણ નોંધી રહી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

પશ્ચિમ રેલ્વેએ આ અંગે એક નિવેદન જાહેર કર્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘પાલઘર સ્ટેશન ક્રોસ કર્યા પછી એક આરપીએફ કોન્સ્ટેબલે ચાલતી જયપુર એક્સપ્રેસ ટ્રેનની અંદર ગોળીબાર કર્યો. તેણે RPF ASI અને અન્ય ત્રણ મુસાફરોને ગોળી મારી દીધી અને દહિસર સ્ટેશન પાસે ટ્રેનમાંથી કૂદી પડયો. આરોપી કોન્સ્ટેબલને હથિયાર સાથે કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

આ પણ વાંચો :-

WhatsApp પર આવ્યું નવું ફીચર : હવે ઓડિયોની જેમ જ ફટાફટ મોકલી શકાશે વિડીયો મેસેજ, જાણો કઈ રીતે કરશે કામ

0
  • મેટાએ WhatsApp યુઝર્સ માટે એક નવુ ફિચર રોલઆઉટ કર્યું છે જે તેમને ગેલેરીમાં ગયા વગર વીડિયો મોકલવાની પરવાનગી આપે છે. યુઝર્સ ચેટ વખતે જ વીડિયોને રેકોર્ડ કરીને મોકલી શકશે.

WhatsAppએ એપમાં એક નવું શોર્ટ વીડિયો મેસેજ ફિચર જોડયું છે. જે યુઝર્સને ચેટ વખતે વીડિયોને રેકોર્ડ કરી મોકલવા અને પ્રાપ્ત કરવાની પરવાનગી આપે છે. તેનાથી ચેટ એક્સપીરિયંસ પહેલાથી વધારે સારો થશે.

અત્યાર સુધી જો આપણે એપમાં કોઈ વ્યક્તિને વીડિયો શેર કરવો હોય છે તો તેના માટે આપણે ગેલેરીમાં જઈને વીડિયોને શોધવો પડતો હતો. પરંતુ હવે મેટાએ WhatsAppમાં શોર્ટ વીડિયો મેસેજ ફિચર રોલઆઉટ કર્યું છે.

ચેટ વખતે જ વીડિયો રેકોર્ડ કરી મોકલી શકાશે :

આ ફિચર હેઠળ તમે ૬૦ સેકેન્ડની વીડિયો ચેટ વખતે જ વીડિયો રેકોર્ડ કરી સામેના વ્યક્તિને મોકલી શકશો. મોકલેવો વીડિયો ઓટોમેટિક મ્યૂટ રહેશે. યુઝર્સે ટેપ કરી તેનો ઓડિયો ખોલવાનો રહેશે.

આ એક સારો ઓપ્શન છે કારણ કે ઘણી વખત આપણે એવી જગ્યાએ હોઈએ છીએ જ્યાં આપણે સીધા ઓડિયોને ન સાંભળી શકીએ. એવામાં આ ઓપ્શનથી લોકોને વીડિયોને ઓડિયો વગર જોવામાં પણ મદદ મળશે.

આ રીતે રેકોર્ડ કરો વીડિયો :

વીડિયોને રેકોર્ડ કરવા માટે તમારે ચેટમાં વીડિયો આઈકોન પર ટેપ કરવાનું રહેશે અને પછી વીડિયોને રેકોર્ડ કરવાનો રહેશે. જો તમે હેન્ડસ ફ્રી રાખીને વીડિયો રેકોર્ડ કરવા માંગો છો તો તેના માટે તમારે વીડિયોને ઉપરની તરફ સ્વાઈપ અપ કરવાનું રહેશે. તેનાથી વીડિયો લોક થઈ જશે અને તમે સરળતાથી ફોનને ક્યાંક મુકીને વીડિયોને રેકોર્ડ કરી શકો છો.

કંપનીના બીજા ફીચર્સની વીડિયો મેસેજ પણ એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્ટેડ હશે. WhatsAppએ આ અપડેટ બધાની માટે રોલઆઉટ કરવાનું શરૂ કરી દીધુ છે જો તમને આ અપડેટ નથી મળ્યું તો એક વખતે એપને અપડેટ કરી લો.

આ પણ વાંચો :-

તરખાટ મચાવવા TATA તૈયાર : આવી રહી છે 500 કિમી રેન્જ વાળી ઈલેક્ટ્રિક SUV

0
  • કંપની પહેલેથી જ Tata Nexon, Tigor અને Tiago જેવી કારના ઈલેક્ટ્રિક અવતાર લાવી ચૂકી છે. હવે કંપનીએ તેની લક્ઝુરિયસ એસયુવી “હેરિયર” નું ઈલેક્ટ્રિક વર્ઝન તૈયાર કર્યું છે.

હવે ભારતમાં ઈલેક્ટ્રિક કારની ખરીદી અને તેના પર વિશ્વાસ વધી રહ્યો છે. આ EV બૂમને કારણે, તમામ ઓટોમોબાઈલ ઉત્પાદક કંપનીઓ આ ક્ષેત્રમાં પોતાની તાકાત બતાવી રહી છે. હાલમાં, ટાટા મોટર્સ દેશની સૌથી મોટી ઈલેક્ટ્રિક કાર વેચનાર છે. કંપની ટાટા નેક્સોન, ટિગોર અને ટિયાગો જેવી કારનો ઈલેક્ટ્રિક અવતાર પહેલેથી જ લાવી ચૂકી છે.

હવે કંપનીએ તેની લક્ઝુરિયસ એસયુવી “હેરિયર” નું ઈલેક્ટ્રિક વર્ઝન તૈયાર કર્યું છે. તેને ટૂંક સમયમાં ભારતીય બજારમાં રજૂ કરવામાં આવશે. આપણે ઓટો એક્સ્પો 2023માં આની ઝલક જોઈ છે. આ કારના લોન્ચિંગની તારીખ અને કિંમત હજુ સુધી જાણીતી નથી. એવો અંદાજ છે કે તે 2024માં બજારમાં ઉપલબ્ધ થઈ શકે છે. ઓટો એક્સ્પો 2023માં આ વાહનનો પ્રોટોટાઈપ પ્રથમ વખત પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

Tata Harrier EV બોર્ન ઈલેક્ટ્રિક પ્લેટફોર્મ પર બનેલ છે. તે એક ચાર્જ પર લગભગ 500 કિલોમીટર સુધી ચાલી શકે છે. સુરક્ષા મામલે Tata Harrier EVમાં એડવાન્સ્ડ ડ્રાઈવિંગ આસિસ્ટન્ટ સિસ્ટમ (ADAS) સામેલ હશે. તે વ્યક્તિને એલર્ટ કરવા માટે રડાર ટેક્નોલોજી, કેમેરા, સેન્સરનો ઉપયોગ કરે છે. નવી કારને લોગો તરીકે મોટી સાઈઝ “T” પણ મળી શકે છે. કારમાં પેનોરેમિક સનરૂફ, વાયરલેસ ફોન ચાર્જિંગ અને રેઈન સેન્સિંગ વાઈપર્સ જેવી સુવિધાઓ પણ મળશે.

બહારની વાત કરીએ તો તેમાં આકર્ષક કનેક્ટિંગ LED DRL સ્ટ્રીપ, રિયર પાર્કિંગ સેન્સર, કેમેરા, 17-ઈંચના એલોય વ્હીલ્સ અને 425 લિટર બૂટ સ્પેસ આપવામાં આવી શકે છે. EV માં એન્ડ્રોઈડ ઓટો અને Apple CarPlay સાથે 10.25-ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને 7 ઈંચનું ડિજિટલ ડ્રાઈવર ડિસ્પ્લે પણ મળશે. તેમાં વેલકમ ફંક્શન અને મેમરી ફીચર સાથે 6-સાઈડ પાવર-એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ પણ મળશે. આ EV વાહનમાં સામાન્ય ચાર્જર અને ફાસ્ટ ચાર્જર બંને માટે ચાર્જિંગ વિકલ્પો ઉપલબ્ધ હશે.

આ પણ વાંચો :-

૩૦ જુલાઈ / નોકરી-ધંધામાં ધોખાઘડી, વાહન ચલાવવામાં રાખજો કાળજી, આ રાશિના જાતકો રવિવાર જોઈ જોઈને ડગલાં ભરે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ

‌દિવસ દરમ્યાન ભાગ્યનો સાથ મળતાં તમામ ક્ષેત્રે સફળતા મળતી જણાય. આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા, હયાત તથા નવા રોકાણો ફાયદાકાર નીવડે ધા‌ર્મિક યાત્રા-પ્રવાસના યોગ બને છે. ચામડીના તથા જ્ઞાનતંતુના રોગોથી સાચવવું.

વૃષભઃ ‌

દિવસ દરમ્યાન ખોટું લાગે એવા પ્રસંગો બને. નાણાંકીય બાબતો અંગે સામાન્ય ‌દિવસ છે. કાર્યક્ષેત્રે સંઘર્ષનું પ્રમાણ વધારે રહે. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. પ‌રિવારના સબ્યો એ પાડવા વાગવાથી સાચવવું.

મિથુનઃ

સ્વભાવમાં ઉગ્રતા વર્તાય, આવક, જાવનું પાસું સરભર થતું જણાય. નાણાંકીય રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. સંતાન સંબંધી ‌ચિંતા હળવી થતી જણાય. જીવનસાથી સાથે સ્નેહના પુષ્પ ખીલવી શકશો. ધંધાકીય ક્ષેત્રે આરોગ્ય સારૂં રહેશે.

કર્કઃ

આ‌‌ર્થિક પાસુ મજબુત બનતું જણાય કુંટુંબના સભ્યો સાથે મનમેળ જળવાશે. ‌મિત્રોના સહકારથી આ‌‌ર્થિક લાભ મળતો જણાય. અગત્યના કાર્યો પર્ણ થતા જણાય. સ્વાસ્થ સારૂં રહેશે. આક‌સ્મિક ધનસાભના યોગ છે.

‌સિંહઃ

સંતાન સંબંધી પ્રશ્નો ઉકેલાતા જણાય. આદ્યા‌ત્મિકતામાં વધારો થાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. મગજમાં ઈજા થાયતો સાવધાની જરૂરી, સફેદ વસ્તુ, કાપડના ધંધામાં ‌વિશેષ લાભ

કન્યાઃ

નવી નોકરી કે ધંધાની શરૂઆત થતી જણાય. વાકચાતુર્ય દ્વારા સફળતા પ્રાપ્ત થાય. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. ‌દિવસ દરમ્યાન ટુકડે ટુકડે આવક મળતી રહે. ‌વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું.

તુલાઃ

નસીબનો સાથ મળતાં ઓછી મહેનતે વધુ આવક મેળવવી શક્ય બને. પ‌રિવારના સભ્યોની પ્રગ‌તિથી મન આનંદમાં રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી અનુભવાય. તંદુરસ્તી જળવાશે. ‌મિત્રોનો સાથ મળતો જણાતો નથી.

વૃ‌શ્ચિકઃ

આવકમાં વધારો થતો જણાય. આક‌સ્મિક ધન સાભના યોગ છે. પ‌રિવારમાં સુખ-શાં‌તિ બરકરાર રહેશે. સંતાન સાથે વાદ ‌વિવાદ ટાળવો દામ્પત્ય સુખમાં આનંદની અનુભ‌‌તિ થતી જણાય છે.

ધનઃ

માન‌સિક શાં‌તિ-આનંદમાં વધારો થાય. ડોકટર, બેંક, ધર્મ કે જ્યો‌તિષને લગતા ધંદામાં ‌વિશેષ લાભ મેળવી શકાય. ગુપ્તાંગ સંબંધી વ્યાધીથી સાવચેતી જરૂરી. સ્થાવાર જંગમ ‌મિલકથી લાભ.

મકરઃ ‌

દિવસ દરમ્યાન થોડી ઉદાસીનાત વર્તાય, વાયુનો ઉપદ્રવ વધતો જણાય. સાંધાના દુઃખાવાથી પરેશાની રહે. અગત્યના રોકાણો મુલતી રાખવા. છતાં લક્ષ્મીની વખતસર હેરફેર થતાં, આવશ્યક કાર્યો પૂરા કરી શકાય.

કુંભઃ

નાણાંકીય પાસુ મજબુત બને. શેરબજાર, ટ્રાવેલીંગ, સ્ત્રી શણગાર ક્ષેત્રે લાભ મેળવવો શક્ય બને. સંતાનની ‌ચિંતા સતાવે. આરોગ્ય જળવાય. ભાગ્ય સારૂં છે. નાના એક-બે ‌દિવસના પ્રવાસનો યોગ બને છે.

મીનઃ

મનોબળ મજબૂત બને. પોતાનું ધાર્યું કરવાની ઈચ્છા પ્રબળ બને. આવક વધતી જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. યશ-પ્ર‌તિષ્ઠામાં વદારો થતો જણાય. હાડકા અને આંખની કાળજી જરૂરી છે.

આ પણ વાંચો :-

હું તો દર દોઢ કલાકે ફૂંકીશ… BIGG BOSSમાં સિગારેટને લઈને મિત્રોની વચ્ચે જ બબાલ

  • બિગ બોસ ઓટીટી સીઝન 2માં એલ્વિશ યાદવ પણ આશિકા ભાટિયાની સાથે શોમાં શામેલ થયા છે. પરંતુ એક તરફ એલ્વિશ તો આ શોમાં ખુબ મનોરંજન કરી રહ્યા છે પરંતુ બીજી બાજુ આશિકા ફક્ત ઘરના લોકોને હેરાન કરી રહી છે.

સોશિયલ મીડિયા પર લોખો દિલોની ધડકન બની ચુકેલી આશિકા ભાટિયા હવે બિગ બોસ ઓટીટી-2ના ઘરમાં કન્ટેસ્ટન્ટની રીતે શામેલ થઈ છે. જોકે આ સોશિયલ મીડિયા સેન્સેશન બિગ બોસના ઘરમાં અત્યાર સુધી પોતાનો કમાલ નથી બતાવી શકી.

કૃષ્ણા અભિષેક અને સલમાન ખાને સમજાવ્યા બાદ પણ પ્રેમ રતન ધન પાયો એક્ટ્રેસ લોકોનું મનોરંજન નથી કરી રહી. ઘરના લોકો આશિકાની એક આદતથી ખૂબ જ પરેશાન છે અને તે છે તેનું વારંવાર સ્મોકિંગ કરવું.

હાલમાં જ આશિકા ભાટિયા અને જદ હદીદની વચ્ચે સ્મોકિંગને લઈને ખૂબ બોલચાલ થઈ ગઈ. જ્યારે જીમ એરિયામાં એક્સરસાઈઝ કરી રહ્યા હતા અને આશિકા વારંવાર તેમને પુછી રહી હતી કે તેમની એક્સરસાઈઝ ખતમ થઈ કે નહીં કારણ કે આશિકાને સ્મોકિંગ કરવા જવું હતું.

હકીકતે બિગ બોસના ઘરમાં જીમ અને સ્મોકિંગ રૂમ આસ-પાસ છે. આ સંપૂર્ણ મામલાને દૂરથી જોતા આશિકાના મિત્ર અભિષેક મલ્હાને પણ તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તે થોડી રાહ જોવે. પરંતુ આશિકા વારંવાર એમ બોલી રહી હતી કે તે નથી રોકીઈ શકતી તેને એડિક્શન છે.

આશિકાના આ વર્તનને જોઈને જદ ગુસ્સે થઈ ગયો અને તેણે કેપ્ટન પૂજા ભટ્ટને તેની ફરિયાદ કરી. તે સમયે ત્યાં હાજર અવિનાશ સચદેવે પણ જદની વાત પર હામી ભરતા કહ્યું કે આશિકા સ્મોકિંગ કરે છે સાથે તે સ્મોકિંગ રૂમ પણ ગંદો કરે છે.

આ પણ વાંચો :-

ખેડૂત સાથે એવું તે શું બન્યું કે ૦૨ ક્લાક ઝાડ પર ડરીને બેસી રહેવું પડ્યું

0
  • રખડતા પશુઓને પકડવા માટે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા જિલ્લા પ્રશાસનને કડક સૂચના આપવામાં આવી છે.

રખડતા પશુઓને પકડવા માટે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા જિલ્લા પ્રશાસનને કડક સૂચના આપવામાં આવી છે. રખડતા પશુઓને પકડવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમયાંતરે ઝુંબેશ પણ ચલાવવામાં આવે છે, પરંતુ આ ઝુંબેશ અપૂરતી સાબિત થઈ રહી છે. જેનો તાજો દાખલો એક વીડિયોમાં જોવા મળી રહ્યો છે જે સોશ્યલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ છૂટા આખલાથી પોતાનો જીવ બચાવવા ઝાડ પર બેઠો છે. નીચે તે આખલો હુમલાની મુદ્રામાં તેના પગ વડે માટી ખોદી રહ્યો છે. ડરને લીધે ખેડૂતે ઝાડ પર બેસવામાં જ ભલામણ સમજી હતી. ખેડૂતે લગભગ બે કલાક સુધી ઝાડ પર રહીને પોતાનો જીવ બચાવ્યો હતો.

મળેલી માહિતી મુજબ આ મામલો રસરા તહસીલ વિસ્તારના સંવરા પાંડેપુર રોડનો છે. ગત બુધવારે અહીં એક ખેડૂતનું છૂટા આખલાને કારણે જીવ મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું. પંડિતપુરા ગામનો એક ખેડૂત પોતાના ખેતરમાં ડાંગરની રોપણી કરી રહ્યો હતો. ત્યારે આખલો તેને જોઇને મારવા તેની તરફ દોડ્યો.

જે બાદ આખલાથી જીવ બચાવ તે ખેડૂત નજીકના ઝાડ પર ચઢી ગયો હતો. જે બાદ આખલો પણ ઝાડ પાસે પહોંચ્યો અને ખેડૂતના નીચે ઉતરવાની રાહ જોવા લાગ્યો. બે કલાક સુધી આખલો ખેડૂતની ઝાડ નીચે રાહ જોતા ઉભો હતો.

આ પણ વાંચો :-

5 લાખથી ઓછો છે પગાર?  તો પણ ITR ફાઈલ કરવું જરૂરી, જાણી લો નિયમ નહીં તો દંડ ભરવો પડશે

0
  • આવકવેરા અધિનિયમ મુજબ દરેક એવી વ્યક્તિ કે જેની ગ્રોસ ટોટલ ઈન્કમ (Gross Total Income) બેઝિક છૂટ (Tax Exemption Limit) કરતા વધુ છે તેમણે આવકવેરો  ફાઈલ કરવો જરૂરી છે. આવકવેરા રિટર્ન  ફાઈલ કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ છે.

આવકવેરા અધિનિયમ મુજબ દરેક એવી વ્યક્તિ કે જેની ગ્રોસ ટોટલ ઈન્કમ (Gross Total Income) બેઝિક છૂટ (Tax Exemption Limit) કરતા વધુ છે તેમણે આવકવેરો ફાઈલ કરવો જરૂરી છે. આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ છે.

જો તમે આ તારીખ સુધીમાં આવકવેરા રિટર્ન ફાઈલ ન કર્યું તો તમને પેનલ્ટી લાગશે. એવા અનેક લોકો છે જેમની કોઈ ટેક્સ લાયેબિલિટી હોતી નથી. આવા લોકોને હંમેશા એવું લાગે છે કે તેમણે આઈટીઆર રિટર્ન ફાઈલ કરવાની જરૂર નથી. એવું જરાય નથી આવા લોકોએ પણ આઈટી રિટર્ન ફાઈલ કરવું જરૂરી છે. આવો જાણીએ આ અંગેના નિયમો….

જૂની ટેક્સ વ્યવસ્થાની વાત કરીએ તો જો તમારી ગ્રોસ ટોટલ ઈન્કમ ૨.૫ લાખ રૂપિયાથી ઓછી હોય તો તમારે આવકવેરા ટેક્સ રિટર્ન ફાઈલ કરવું જરૂરી નથી. પરંતુ જો તમારી ઉંમર એસેસમેન્ટ યર દરમિયાન 60 વર્ષ કે તેથી વધુ એટલે કે સિનિયર સિટિઝનની કેટેગરીમાં આવો તો તમારી આવક ૦૩ લાખ રૂપિયા કરતા વધુ હોય તો તમારે આઈટી રિટર્ન ફાઈલ કરવું જરૂરી છે.

જો તમારી ઉંમર ૭૫ વર્ષથી વધુ હોય અને તમારે ફક્ત પેન્શન કે બેંક વ્યાજથી આવક થતી હોય તો તમારે આઈટી રિટર્ન ફાઈલ કરવું જરૂરી નથી. પરંતુ જો તમે નવી ટેક્સ વ્યવસ્થા પસંદ કરી હોય તો બધાએ ૨.૫ લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ આપવાનો નથી. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે આ મર્યાદા વધારીને ૦૩ લાખ રૂપિયા કરાયેલી છે.

એવા અનેક લોકો છે જેમનો પગાર ૫ લાખ રૂપિયા કરતા ઓછો છે. પરંતુ જો જોઈએ તો તેમના પર કોઈ ટેક્સ  લાગશે નહીં, પરંતુ આવા લોકોએ આમ છતાં આઈટી રિટર્ન ફાઈલ કરવું જરૂરી છે. આવું એટલા માટે કારણ કે ૨.૫ લાખથી વધુની આવક પર ૫ ટકા ટેક્સ લાગે છે. પરંતુ આઈટીઆર ફાઈલ કરતી વખતે તમને ૮૭એ હેઠળ રીબેટ મળી જાય છે. આ રીબેટ ૧૨૫૦૦ રૂપિયા સુધીની હોય છે. આજ કારણ કારણ છે કે 5 લાખ રૂપિયા સુધીની આવક  ટેક્સમુક્ત  બને છે.

જો તમારો પગાર ૫.૫૦ લાખ રૂપિયા હોય તો પણ તમારે આઈટીઆર ભરવું પડશે. જો કે આ સૂરતમાં પણ તમને કોઈ ટેક્સ લાગશે નહીં. આવું એટલા માટે કારણ કે તમને ૫૦ હજાર રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળી જશે. જ્યારે ૫ લાખ રૂપિયા સુધીનો પગાર હોવા પર રીબેટ મળી જાય છે તો તેનો પણ ફાયદો મળશે અને તમારા પર ટેક્સ લાયેબિલિટી ઝીરો થઈ જશે. હવે માની લઈએ કે તમારો પગાર ૨ લાખ રૂપિયા છે. આ બેઝિક છૂટ એટલે કે ૨.૫ લાખ રૂપિયાથી ઓછી છે. આવામાં તમારે આઈટીઆર ફાઈલ કરવાની કોઈ જરૂર નથી.

આ પણ વાંચો :-