Home Blog Page 1015

પાવાગઢ દર્શને આવેલ પ્રેમી પ્રેમિકા સાથે પડયો ૨૦૦ ફૂટ ઊંડી ખીણમાં, જાણો પછી શું થયું

0
  • પાવાગઢ દર્શને આવેલ એક પ્રેમીયુગલ મુશ્કેલીમાં મુકાયું હતું. મોતના મુખમાંથી બહાર આવેલા પ્રેમીયુગલને લઈને હાલમાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

પાવાગઢ દર્શને આવેલ એક પ્રેમીયુગલ મુશ્કેલીમાં મુકાયું હતું. મોતના મુખમાંથી બહાર આવેલા પ્રેમીયુગલને લઈને હાલમાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. હકિકતમાં વાત એવી છે કે પ્રેમિકા સાથે યુવક પાવાગઢ જંગલના હેલિકલ વાવ નજીક ૨૦૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો હતો.

ગઈ કાલે સાંજે યુવક યુવતી ખીણમાં પડયાં બાદ આખી રાત ઈજાગ્રસ્ત હાલતમાં રહ્યા હતા. આખી રાત ખીણમાં વિતાવ્યા બાદ બન્નોનો ચમત્કારીક બચાવ થયો હતો. ઈજાગ્રસ્ત યુવકે ૧૦૮ને જાણ કરી ત્યાર બાદ સ્થાનિક પોલીસ ફાયર ટીમ અને વન વિભાગની ટીમે સયુંક્ત ઓપરેશન હાથ ધરી બંનેને બહાર કાઢવામાં આવ્યા હતા.

પાવાગઢ દર્શન કર્યાં બાદ ગુરુવારની રાત્રે ખીણ નજીક પસાર થતા સમયે યુવકનો પગ લપસ્તા બન્ને ખીણમાં પડયાં હોવાનું ઈજાગ્રસ્ત યુવકે જણાવ્યુ હતું. બંન્ને ઈજાગ્રસ્ત હાલ હાલોલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે.

આ પણ વાંચો :-

 

શ્રી કૃષ્ણનો સાક્ષાત્કાર ? લુણાવાડામાં બાળ ગોપાલનો ચમચીથી દૂધ પીતો વીડિયો વાયરલ

0
  • mahisagar news : લુણાવાડામાં ફૂવારા ચોક પાસેના ઘરમાં ભગવાન બાળગોપાલ ચમચીથી દૂધ પીતા હોય તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે પ્રેત્યે લોકોની શ્રદ્ધા ભરી કોમેન્ટો પણ આવી રહી છે.

મહીસાગરના લુણાવાડામાં ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિને દૂધ પાવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વિગતો મુજબ કુવારા ચોક પાસેના ઘરમાં ભગવાન દૂધ પીતા હોય તેવા દ્રશ્યો વાયરલ વીડિયોમાં જાઈ શકાય છે. ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપ ઠાકોરજીને ચમચીથી દૂધ પીવડાવવામાં આવી રહ્યું છે. જે વીડિયોને લઈ લોકોમાં ચર્ચા જાગી છે.

શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની શું જરૂર !

લુણાવાડામાં ફૂવારા ચોક પાસેના ઘરમાં ભગવાન બાળ ગોપાલ ચમચીથી દૂધ પીતા હોય તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કહેવાય છે કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની શું જરૂર જે કહેવતને બરાબર સાર્થક કરતો વીડિયો વર્તમાનમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે પ્રેત્યે લોકોની શ્રદ્ધા ભરી કોમેન્ટો પણ આવી રહી છે.

આ પણ વાંચો :-

બનાસકાંઠામાં ફિલ્મી સ્ટંટ જેવો વિચિત્ર અકસ્માત, કાર ૬ ફૂટ ઊંચી દિવાલ કૂદીને ખેતરમાં પડી

0
  • ઘાનેરાના સામરવાડા ગામ પાસે એક વિચિત્ર અકસ્માતની ઘટના બની હતી. જેમાં રોડ પર પૂરપાટ ઝડપે ચાલી રહેલા કાર પર ચાલકે કાબુ ગુમાવી દેતા કાર પલટી મારીને ૬ ફૂટ ઊંચી દિવાલ કૂદી ગઈ હતી.

ઘટનામાં કાર ચાલકનો બચાવ થયો હતો. જોકે આ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વિગતો મુજબ બનાસકાંઠાના ધાનેરામાં સામરવાડા પાસે પૂરઝડપે કાર હંકારી રહેલો એક ચાલક પેટ્રોલ પંપમાં ઘુસી ગયો હતો.

કારની સ્પીડ એટલો વધારે હતી કે તે કંઈ સમજે તે પહેલા જ કાર દિવાસ સાથે અથડાઈ અને પલટીને મારીને ૬ ફૂટ ઊંચી દિવાલ કૂદીને બાજુના ખેતરમાં પડી હતી. અકસ્માતમાં કારનો સંપૂર્ણ પણે બુકડો બોલી ગયો હતો અને મોટું નુકસાન થયું હતું.

કોઈ સાઉથની ફિલ્મના સ્ટંટ જવાના આ અકસ્માતની સંપૂર્ણ ઘટના પેટ્રોલપંપના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જોકે અકસ્માતની ઘટનામાં કાર ચાલકનો બચાવ થયો હતો. પરંતુ તે કાર મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માત સમયે પેટ્રોલ પંપ પર કોઈ વ્યક્તિ ના હોવાના કારણે મોટી જાનહાનિ ટળી ગઈ હતી.

આ પણ વાંચો :-

પતિની અમદાવાદ બદલી કરાવવા કસ્ટમ ઓફિસે પત્નીનો હોબાળો ! અધિકારીઓને આપી દીધી એવી ધમકી કે..

0
  •  પતિની બદલી થતાં મહિલાએ કચેરીમાં અધિકારીઓને નોકરી છીનવી લેવાની ધમકી આપી હતી. મહિલા અને પતિ વચ્ચે અણબનાવ હોવાથી બંને વચ્ચે છુટાછેડાનો મુદ્દો હોવાનું પણ જાણવા મળ્યું છે.

શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલ કસ્ટમ હાઉસ કમિશનરની કચેરી ખાતે એક મહિલાએ હોબાળો મચાવતા હેડ હવાલદાર એ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

મહિલાની માંગ છે કે તેના પતિની જામનગર ખાતે જે બદલી કરવામાં આવી છે તેની અમદાવાદ ખાતે પરત બદલી કરવામાં આવે. તેનો પતિ ઈન્સ્પેકટર તરીકેની ફરજ બજાવે છે. તેને લઈને તેઓ છેલ્લા એક મહિનાથી કમિશનરને મળવાની જીદ પકડીને અવાર નવાર અધિકારીઓને મળવા માટે આવતા હતા અને ઓફિસના કામમાં અડચણ ઊભું કરીને તંગદિલી ભર્યું વાતાવરણ ઊભું કરતા હતા.

મહિલા અવારનવાર કસ્ટમ હાઉસની ઓફિસે આવીને ધમકી આપતી હતી કે જો તમે તેના પતિની બદલી અમદાવાદ શહેર ખાતે પરત નહીં કરાવી આપે તો આત્મહત્યા કરી લઈશ. જો કે તેને રોકવાનો પ્રયત્ન કરે તો તેમની સાથે પણ કારણ વગર ઝઘડો કરતા અને હુમલો કરવાની તૈયારી દર્શાવતા હતા. તેમ જ સ્ટાફની ચેમ્બરમાં આવી જોર જોરથી બૂમો પાડીને સ્ટાફને માનસિક રીતે હેરાન કરતા હતા.

જે બાબતની જાણ પોલીસને કરતા પોલીસએ ફરિયાદ નોંધીને મહિલાની અટકાયત કરી કાર્યવાહી શરૂ કરી છે. મહિલાને તેના પતિ સાથે ઘર કંકાસ ચાલતો હોવાનું પણ સામે આવ્યું છે.

આ પણ વાંચો :-

આ મહિલા ગંદી છે તેને શરમ નથી આવતી કે…’, રાજકોટમાં પતિ, પત્ની ઔર વો….

0
  • રાજકોટમાં પત્નીએ પતિને અન્ય મહિલા સાથે ઝડપીને બંન્નેને લોકોની વચ્ચે ફટકાર્યા હતા. જે ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

ફરી એકવાર રાજકોટમાં પતિ પત્ની ઓર વો જેવા દ્રશ્યો સામે આવ્યા છે. બહુમાળી ભવન ચોકમાં પતિ અને તેની પ્રેમિકા મળતાં હતાં. તે દરમ્યાન પત્ની આવી પહોંચતા જાહેરમાં મોટી બબાલ ઉભી થઈ હતી. આ બબાલ આટલેથી પુરી થઈ નહોતી. પત્નીએ જાહેરમાં પતિ અને પ્રેમિકાને મેથી પાક ચખાડયો હતો. હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં આ ઘટનાનાં દ્રશ્યો સામે આવ્યા છે. વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

આ ઘટનામાં જાણવા મળી રહેલી માહિતી પ્રમાણે. રાજકોટના બહુમાળી ભવન પાસે પતિ પ્રેમિકા સાથે બેઠો હતો. ત્યારે અચાનક જ પત્ની ત્યાં આવી પહોંચી હતી અને જોવા જેવી થઈ હતી અને બન્ને ઝડપી પાડયા હતાં. પત્ની આટલેથી અટકી નહોતી. તેણે આવેશમાં આવી પ્રેમિકા અને પતિને જાહેરમાં મેથીપાક ચખાડયો હતો.

પત્નીએ પતિને અન્ય મહિલા સાથે ઝડપીને બંન્નેને લોકોની વચ્ચે ફટકાર્યા હતા. એટલું જ નહીં પતિની પ્રેમિકાને જાહેરમાં રોડ પર દોડવી હતી. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તે જણાવી રહી છે કે આ મહિલા ગંદી છે તેને શરમ નથી આવતી કે અમારે એક છોકરો છે છતાં તે તેના પાછળ પડી છે.

તે મને ફસાવી રહી છે. મારા ચાર વર્ષના બાળકને ફસાવી રહી છે. મારા પતિ સાથે આ રહે છે અને બોલે છે કે તે લિવ ઈન રિલેશનશીપમાં છે અને આ મહિલાએ મારી બે વર્ષથી જિંદગી ખરાબ કરી રાખી છે. જે ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો :-

સેકન્ડ હેન્ડ કાર હપ્તા પર લેવી હોય તો ! જાણી લો શું છે કાર લોનની શરતો 

0
  • સ્ક્રેપેજ પોલિસી આવ્યા બાદ સેકેન્ડ હેન્ડ કારો પર લાગતા ફાઈનાન્સમાં અમુક ફેરફાર થઈ ગયા છે. હવે આવી કારોને ઓછા સમય માટે અને વધારે વ્યાજ પર ફરી ફાઈનાન્સ કરવામાં આવી રહી છે.

ઘણા લોકોનું સપનું હોય છે કે પોતાની કાર હોય. એવામાં જ્યારે નવી કાર બજેટ બહાર હોય ત્યારે ઘણા લોકો સેકેન્ડ હેન્ડ કાર પણ ખરીદવાનું પસંદ કરતા હોય છે. માર્કેટમાં હાલ સેકેન્ડ હેન્ડ કારોનું બજાર પણ ખૂબ જ ગરમ છે અને તમને સર્ટિફાઈડ યુઝડ કારો પણ મળે છે. જે કંડીશનમાં બિલકુલ પરફેર્ટ હોય છે અને તેની સાથે ગેરેન્ટી પણ આવે છે.

સેકેન્ડ હેન્ડ કાર પર પણ મળે છે લોન :

હવે સવાલ એ ઉઠે છે કે જો તમારૂ બજેટ સેકેન્ડ હેન્ડ કાર ખરીદવાનું પણ નથી તો એવામાં તમારી પાસે કાર લોનનો ઓપ્શન આવે છે. જોકે અમુક લોકોનું માનવું હોય છે કે સેકેન્ડ હેન્ડ કારને લોન પર ન લેવી જોઈએ પરંતુ આ વાત અમુક હદ સુધી ખોટી પણ છે. સેકેન્ડ હેન્ડ કાર પણ સરળતાથી ફાઈનાન્સ થઈ જાય છે.

જોકે સેકેન્ડ હેન્ડ કારો પર ફાઈનાન્સ ઓછા ટેન્યોર એટલે કે ઓછા વર્ષ માટે હોય છે. ત્યાં જ તેના વ્યાજ દર પણ નવી કારોના મુકાબલે થોડુ વધારે હોય છે. આવો તમને જણાવીએ કે સેકેન્ડ હેન્ડ કારો પર શું હોય છે ફાઈનાન્સની શરતો.

બદલાઈ ગઈ છે શરતો  :

સ્ક્રેપેજ પોલિસી આવ્યા બાદ સેકેન્ડ હેન્ડ કારો પર ફાઈનાન્સને લઈને અમુક ફેરફાર કરવામાં આવ્યા છે. હવે તેજ ડીઝલ કારો પર બેંક કે અનબીએસી ફાઈનાન્સ કરે છે જેમની લાઈફ ઓછામાં ઓછી ૦૫ વર્ષ બાકી હોય. ઉદાહરણ તરીકે જો તમને કોઈ કાર પસંદ આવે છે અને તે ૨૦૧૮ની રજીસ્ટર્ડ છે તો બેંક તેના પર ફાઈનાન્સ કરી દેશે.

પરંતુ આ ફાઈનાન્સ ફક્ત ૩ વર્ષ માટે જ હશે અને તેના વ્યાજદર પણ ૧૨થી ૧૪ ટકા સુધી હશે. ત્યાં જ પેટ્રોલ કારો પર પણ આ નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે. જોકે આ નિયમ ક્યાંય પણ જણાવવામાં નથી આવ્યો પરંતુ બેંકોની તરફથી હવે આવી જ ગાડીઓ પર ફાઈનાન્સ કરવામાં આવી રહ્યું છે.

શું થશે ફાયદો? 

તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તમને એક શાનદાર અને વધારે ફિચર્સથી સજ્જ કાર સસ્તામાં મળી જશે અને ફાઈનાન્સની રકમ ચુકવવા પર પણ તે નવી કારથી ઓછી કિંમત પર મળી જશે. સેકેન્ડ હેન્ડ કાર લેવાનો સૌથી મોટો ફાયદો હોય છે કે તમે નવી કારના બેસ મોડલથી પણ ઓછી કિંમત પર ટોપ વેરિએન્ટ સુધી લઈ શકો છો. જે સરળતાથી ફાઈનાન્સ પણ થઈ શકે છે અને તમે કારના માલિક બની શકો છો.

આ પણ વાંચો :-

૫ ઓગષ્ટ / શનિવાર આ રાશિવાળા ફાળશે, થશે આકસ્મિક ધનલાભ, આ જાતકો નુકસાન સહન કરવા રહે તૈયાર, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ
માનસિક ઉગ્રતા રહે. આત્મવિશ્વાસ માં વધારો થતો જણાય. આવકનો સ્ત્રોત મર્યાદીત રહે. આરોગ્ય સાચવવું, નવા નાણાંકીય રોકાણો મુલતવી રાખવા. પરિવારના સભ્યો ની ચિંતા રહે.

વૃષભઃ
પરિવારમાં આનંદ-ઉત્સાહનું વાતાવરણ રહે. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ કરી શકો. ધાર્મિક પ્રસંગોનું આયોજન શક્ય બને. દામ્પત્ય જીવનમાં મધુરતા જળવાય. ભાગ્યનો સાથ મળે.

‌મિથુનઃ
દિવસ દરમ્યાન માનસિક તણાવ રહે. આકસ્મિક ખર્ચની સંભાવના છે. નાણાંકીય વ્યવહાર માં સાવધાની જરૂરી. જીવનસાથીની તબિયત સાચવવી. સંતાનની પ્રગતિ થી આનંદ.

કર્કૃઃ
ભાગ્યનો સાથ મળતો જણાય. પરિવાર નો સભ્ય વચ્ચે પરસ્પર પ્રેમ જળવાય. નાણાંકીય બાબતો માં સાવધાની જરૂરી. દામ્પત્ય જીવન માં સ્નેહનું વાતાવરણ રહે. એલર્જીની સમસ્યા ઉદભવે.

‌સિંહઃ
આવકનું પ્રમાણ જળવાય છતાં પણ માનસિક અશાંતિ રહે. વિચારોમાં નકારાત્મકતા જણાય. શરદી, ખાંસી, કફથી પરેશાની રહે. ધંધાકીય ક્ષેત્રે શુભ ફળ મળતું જણાય. ગુસ્સાનો ત્યાગ કરવો.

કન્યાઃ
દિવસ દરમ્યાન આનંદની અનુભુતિ થાય. આર્થિક ક્ષેત્રે આવક જળવાય. પરિવાર ના સભ્યોની પ્રગતિથી આનંદમાં વધારો થાય. દામ્પત્ય જીવનમાં મધુરતાનો અનુભવ કરી શકાય.

તુલાઃ
આર્થિક બાબતો અંગેના આયોજન માં વિશેષ સાવધાની જરૂરી. બાબતો અંગેના આયોજન માં વિશેષ સાવધાની જરૂરી. સંતાન અંગે ચિંતાનું વાતાવરણ પેદા થાય. નોકરી-ધંધામાં અગત્યના નિર્ણયો ટાળવા. માતાની તબિયત ચિંતા ઉપજાવે. મુસાફી દરમ્યાન કાળજી જરૂરી.

વૃ‌શ્ચિકઃ
મનોબળ વધતાં અગત્યના નિર્ણયો લેવામાં સફળતા મળતી જણાય. આવક-જાવક નું પાસુ સરભર રહે. નોકરી-ધંધામાં પ્રગતિ, નવા ધંધાની શરૂઆત લાભદાયક નીવડે, માન-સન્માન માં વધારો થાય. સ્વાસ્થ્ય સારૂં રહે.

ધનઃ
આર્થિક પાસુ મજબૂર બને. નાના ભાઇ-બહેનોની પ્રગતિ થતી જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. નવા રોકાણો નું આયોજન યથાર્થ રીતે કરી શકાય. યશ, પ્રતિષ્ઠા વધે. નવી ઓળખાણ ફાયદાકારક પુરવાર થાય.

મકરઃ
દિવસ દરમ્યાન થોડી ઉદાસીનતા વર્તાય, છતાં આવકનું પાસુ જળવાય. પરિવારના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય. સાડી, સૌંદર્ય પ્રાસધન ના ધંધા માં વિશેષ લાભ. આખની કાળજી રાખવી.

કુંભઃ
અગત્યના કાર્યમાં સફળતા મળતી જણાય. આવકમાં વધારો થતો અનુભવી શકાય. પરિવાર માં ગુસ્સાનું પ્રમાણ વધે. સંતાન તરફથી સારા સમાચાર મળતા જણાય. પાણીના રોગોથી સાવચેતી જરૂરી.

મીનઃ
માનસિક ચંચળતા માં વધારો થાય. સંતાનની પ્રગ‌તિના સાથી બની શકે છે. પરિવારમાં આનંદ જળવાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. માતા-પિતા તરફથી સહકાર મળતો જણાય. આરોગ્ય સાચવવું.

આ પણ વાંચો :-

લેટેસ્ટ ફોટોશૂટમાં સારા અલી ખાને આ રીતે પહેરી સાડી, લોકોએ કહ્યું – શિક્ષકે….

  • તાજેતરમાં સારા વોગના કવર પેજ પર જોવા મળી હતી. આ તસવીરમાં સારા સિલ્કી ગ્રીન ડ્રેસમાં જોવા મળી હતી. જ્યાં આ સ્લીવલેસ ડ્રેસ સારાની સુંદરતામાં વધારો કરી રહ્યો છે.

સારા અલી ખાન બોલિવૂડની એ અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે જેમના ફેન્સ તેની સુંદરતાની સાથે સાથે તેની ફેશન સેન્સના પણ કવિન્સ કરે છે. પરંતુ આ દિવસોમાં સારા અલી ખાનની એક તસવીર લોકોને વધુ પસંદ નથી આવી. જેના પછી તે ટ્રોલ પણ થઈ.

વાસ્તવમાં તાજેતરમાં જ સારા વોગના કવર પેજ પર જોવા મળી હતી. આ તસવીરમાં સારા સિલ્કી ગ્રીન સાડીમાં લપેટાયેલી જોવા મળી હતી. જ્યાં આ સ્લીવલેસ ડ્રેસ સારાની સુંદરતામાં વધારો કરી રહ્યો છે, ત્યારે અભિનેત્રી પણ માથું ઢાંકેલી જોવા મળી હતી.

Sara Ali Khan: “I don't have a single pair of designer clothing in my  wardrobe” | Vogue India

આ ફોટોશૂટમાં સૌથી વધુ ધ્યાન સારાની બિંદી પર હતું જે ડ્રેસની સાથે વધારે સૂટ નહોતી કરી રહી. સારાના આ લુકને જોઈને લોકોએ શું કહ્યું ચાલો જાણીએ..

સારાનું ફોટોશૂટ લોકોને પ્રભાવિત કરી શક્યું નથી :

તાજેતરમાં સારા અલી ખાને વોગ માટે લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તે ગ્રીન ડિઝાઈનર ડ્રેસમાં જોવા મળી રહી છે. આ ફોટોશૂટનો હેતુ ભલે ગમે તે હોય. પરંતુ લાગે છે કે મોટાભાગના લોકોએ તેની અવગણના કરી છે. જ્યાં એક તરફ લોકો સારાના આ લુકના વખાણ કરી રહ્યા છે તો કેટલાક લોકો આ લુકને ટ્રોલ કરતા પણ જોવા મળી રહ્યા છે.

સારા અલી ખાનની આ તસવીર વોગ ઈન્ડિયાના ઈન્સ્ટા એકાઉન્ટ પરથી શેર કરવામાં આવી છે. આ સાથે કેપ્શનમાં લખ્યું છે કે, ‘આજના યુગમાં, હું નથી જાણતો કે મહત્વાકાંક્ષી સ્ટાર જેવી આભા જોડાવા માટે સૌથી પહેલા શક્ય છે અથવા તો જરૂરી પણ છે. લોકો સેલિબ્રિટીઓમાં પ્રમાણિકતા અને પ્રમાણિકતા શોધી રહ્યા છે. ફ્રેશ ખુલ્લા વાળ સાથે એરપોર્ટ જવું હોય કે જ્યાં સુધી જરૂર ન હોય ત્યાં સુધી હેર સ્ટાઈલ કે મેકઅપ ન કરવું હોય. હું ખરેખર છું જે હું છું. Vogue India ની ડિજિટલ કવર સ્ટોરીમાં, #SaraAliKhan હંમેશાની જેમ સંબંધિત લાગે છે.

આ પણ વાંચો :-

 

 

 

 

 

 

Gadar 2 : સની દેઓલની ઓન-સ્ક્રીન પુત્રવધૂએ ઈન્ટીમેટ સીન પર તોડ્યું મૌન, કહ્યું- ‘આ એક બિઝનેસ…’

  • ગદર ૨ ની એક્ટ્રેસ સિમરત કૌર તેની પાછલી ફિલ્મોમાં આપવામાં આવેલા ઈન્ટિમેટ સીનને કારણે સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ થઈ રહી છે. હવે અભિનેત્રીએ પોતે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે.

Gadar ૨ Actress Simrat Kaur: સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર ગદર ૨ ફિલ્મ ૧૧ ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે એ પહેલા દર્શકોમાં ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મના ટ્રેલરની સાથે અત્યાર સુધીમાં ઘણા ગીતો પણ રિલીઝ થઈ ચૂક્યા છે. પણ આ બધા વચ્ચે ગદર ૨ ની અભિનેત્રી સિમરત કૌર તેની પાછલી ફિલ્મોમાં આપવામાં આવેલા ઈન્ટિમેટ સીનને લઈને ચર્ચામાં છે અને લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.

૨૨ વર્ષ બાદ ફરી એકવાર પડદા પર તારા અને સકીનાની જોડી ‘ગદર‘ બનાવવા માટે તૈયાર છે. એક તરફ દરેકને ફિલ્મની યુવા સ્ટાર કાસ્ટ પાસેથી ઘણી આશાઓ છે. બીજી તરફ ગદર ૨ ની અભિનેત્રી સિમરત કૌર તેની પાછલી ફિલ્મોમાં આપવામાં આવેલા ઈન્ટિમેટ સીનને લઈને ચર્ચામાં છે. સિમરત આ મામલે સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ થઈ રહી છે.આવી સ્થિતિમાં હવે અભિનેત્રીએ પોતે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે.

અભિનેત્રી સિમરત કૌરે હાલમાં એક ઈન્ટરવ્યુમાં ઈન્ટીમેટ સીન પર ખુલીને વાત કરી હતી. સિમરતે કહ્યું કે, ‘લોકોને હંમેશા જજ કરવાની આદત હોય છે. સાચું કહું તો હું ખૂબ જ લાગણીશીલ અને સંવેદનશીલ વ્યક્તિ છું. જ્યારે હું અભિનેત્રી નહોતી ત્યારે પણ લોકોએ મને જજ કરી હતી અને હવે પણ કરે છે.

લોકો હંમેશા સોશિયલ મીડિયા પર મારા વિશે પોતાના વિચારો વ્યક્ત કરતાં રહે છે અને હું સારી રીતે જાણું છું કે જ્યારે આપણે કોઈ વ્યક્તિ પર ટિપ્પણી કરીએ છીએ. તો તે વ્યક્તિ પર તેની શું અસર થાય છે. આ વસ્તુઓથી આપણે સામેની વ્યક્તિને દુઃખી કરી શકીએ છીએ. એટલા માટે સોશિયલ મીડિયા પર પોતાના વિચારો વ્યક્ત કરતા પહેલા વિચારવું જોઈએ.’

સિમરત કૌરે આગળ કહ્યું, ‘હું આશા નથી રાખતી કે કોઈ મારા વિશેના વિચારો રાતોરાત બદલી નાખે કારણ કે તેઓ કોના વિશે શું વિચારે તે તેમની વિચારસરણી છે. જ્યારે સાચા અર્થમાં આ એક બિઝનેસ છે જે જીવનભર ચાલુ રહેશે. આજે કોઈ વસ્તુ માટે તો કાલે બીજી કોઈ વસ્તુ માટે. મારા માટે અત્યારે સૌથી મોટી વાત ગદર ૨માં કામ કરવાની છે, જે દિવસે આ ફિલ્મ રિલીઝ થશે. લોકોને આપોઆપ મારા વિશે ખબર પડી જશે.આટલું જ નહીં લોકોને ફિલ્મની સાથે મારું પાત્ર પણ ગમશે.

હવે ‘ગદર ૨‘ની રિલીઝને થોડા જ દિવસો બાકી છે.આવી સ્થિતિમાં દર્શકોની ઉત્તેજનાનું સ્તર ખૂબ જ વધી ગયું છે. સકીના અને તારાની પ્રેમ કહાની ક્યાં સુધી પહોંચી છે તે જોવા દરેક લોકો ઉત્સુક છે. ‘ગદર ૨‘ ૧૧ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ રિલીઝ થઈ રહી છે.

આ ફિલ્મમાં તારા અને સકીનાનો પુત્ર ઉત્કર્ષ શર્મા ભજવશે. ઉત્કર્ષે જ પહેલી ફિલ્મમાં તારા-સકીનાના પુત્રની ભૂમિકા ભજવી હતી. ૨૨ વર્ષ પછી પણ માત્ર ઉત્કર્ષ જ તેના પુત્રના રોલમાં જોવા મળશે.

આ પણ વાંચો :-

 

સુરતમાં જાહેર રોડ પર વિદ્યાર્થીના બે જૂથ વચ્ચે ધીંગાણું- એક બીજાના કપડા ફાડીને કરી છૂટા હાથની મારામારી

0

સુરતમાં જાહેર રોડ પર વિદ્યાર્થીના બે જૂથ વચ્ચે ધીંગાણું- એક બીજાના કપડા ફાડીને કરી છૂટા હાથની મારામારી

  • સુરતમાં અવારાનાર મારામારીના કિસ્સાઓ સામે આવતા હોય છે. તેમાં હાલ સુરતના રીંગ રોડ ખાતે આવેલા ચામુંડા રેસ્ટોરન્ટની બહાર શાળાના આઠથી દસ વિદ્યાર્થીઓ વચ્ચે છુટા હાથની મારામારીનીઘટના બની છે.

વિદ્યાર્થીઓની છુટા હાથની મારામારીની આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જો કે, અંદરો અંદર વિદ્યાર્થીઓની કઈ બાબતને લઈ મારામારી થઈ હતી તે તો જાણી શકાયું નથી. પરંતુ આ મારામારીમાં વિદ્યાર્થીઓએ એક બીજાના સ્કૂલ ડ્રેસ પણ ફાટી નાખ્યા હતા. સ્થાનિક લોકો વચ્ચે પડતા વિદ્યાર્થીઓએ તેમને પણ ધક્કે છોડાવ્યા હતા.

માતા-પિતા પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ મળી રહે અને સમાજમાં પોતાનું નામ રોશન કરે, એક સારી જિંદગી જીવી શકે તે માટે સ્કૂલે મોકલતા હોય છે. પરંતુ ઘણીવાર વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે ગુંડાગર્દી, મારામારી અને અવળી લાઈન પર પણ જતા રહે છે. જેની ખરેખર વાલીઓને ખબર જ હોતી નથી.

આવી જ એક વધુ ઘટના સુરતમાંથી સામે આવી છે. શહેરની ખાનગી શાળાના કેટલાક વિદ્યાર્થીઓ જાહેર રોડ પર ગેંગવોરની જેમ બાખડી પડ્યા હતા. ત્યારે સ્કૂલે જતા વિદ્યાર્થીઓના વાલીઓ માટે આવી ઘટના ખરેખર લાલબત્તી સમાન માનવામાં આવી રહી છે.

જાહેર રોડ પર વિદ્યાર્થીઓએ કરેલી મારામારીની આ ઘટનાનો કોઈએ મોબાઈલમાં વીડિયો બનાવ્યો હતો. વિદ્યાર્થીઓની આવી મારામારીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં જોવા મળ્યું હતું કે ૧૦થી ૧૨ વિદ્યાર્થીઓ અંદર છુટા હાથની મારામારી કરી રહ્યા હતા. જાણે બે કુખ્યાત ગેંગ વચ્ચે મારામારી અને હુમલાનો ગેંગવોર થતો હોય તેવી મારામારી આ વિદ્યાર્થીઓ વચ્ચે જોવા મળી હતી. આ મારામારીમાં વિદ્યાર્થીઓએ પહેરેલા પોતાની કપડા પણ ફાટી નાખ્યા હતા.​​​​​​​

વિદ્યાર્થીઓની આ મારામારી જોઈ સ્થાનિક લોકો તેમને છોડાવવા ગયા હતા. તો આ દરમિયાન કેટલાક છોડાવનાર લોકોને પણ વિદ્યાર્થીઓએ ધક્કે ચડાવી દીધા હતા. જો કે તેમ છતાં સ્થાનિક લોકો વિદ્યાર્થીઓના બંને જૂથને દૂર કરી મામલો થાળે પડાવ્યો હતો. પરંતુ વિદ્યાર્થીઓ આ રીતની મારામારી શા માટે કરી હતી તેનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું ન હતું.

આ પણ વાંચો :-