Home Blog Page 10

FCRA Bill પર સરકારનો મોટો નિર્ણય, જાણો JPCમાં શું થશે?

0

વિદેશી ફંડિંગ મેળવતી NGO અને અન્ય સંસ્થાઓ માટે મહત્વના FCRA Amendment Bill 2026ને લઈને સંસદમાં મોટો વળાંક આવ્યો છે. સરકાર હવે આ વિવાદાસ્પદ બિલને વધુ ઊંડી તપાસ માટે બંને ગૃહોની સંયુક્ત સંસદીય સમિતિ પાસે મોકલી રહી છે. બીજી તરફ કોંગ્રેસ, TMC અને DMK સહિતના વિપક્ષી પક્ષો બિલને પરત ખેંચવાની માંગ પર અડગ છે.

લોકસભામાં રજૂ થઈ ચૂક્યું છે બિલ
Foreign Contribution (Regulation) Amendment Bill, 2026ને 25 માર્ચ 2026ના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલનો મુખ્ય ઉદ્દેશ FCRA હેઠળ વિદેશી યોગદાન મેળવતી સંસ્થાઓના ફંડ અને તેમાંથી બનેલી સંપત્તિના સંચાલન તથા દેખરેખ માટે વધુ સ્પષ્ટ કાયદાકીય વ્યવસ્થા ઊભી કરવાનો છે.

બિલમાં એવી જોગવાઈઓ પ્રસ્તાવિત કરવામાં આવી છે કે કોઈ સંસ્થાનું FCRA રજીસ્ટ્રેશન રદ થાય, સંસ્થા રજીસ્ટ્રેશન સરેન્ડર કરે અથવા તેનું રિન્યૂઅલ ન થાય, તો તેના વિદેશી ફંડ અને તેનાથી બનેલી સંપત્તિના સંચાલન માટે Designated Authority ની ભૂમિકા રહેશે.

કોંગ્રેસ અને TMCનો વિરોધ
મંગળવારે રાજ્યસભાની Business Advisory Committeeની બેઠક દરમિયાન કોંગ્રેસ અને TMCએ FCRA બિલનો મુદ્દો ઉઠાવ્યો હતો. બંને પક્ષોએ બિલને પાછું ખેંચવાની માંગ કરી હતી. DMKએ પણ બિલ પરત ખેંચવાની માંગ કરી છે. બીજી તરફ BJD સહિતના કેટલાક પક્ષો બિલને સંયુક્ત સંસદીય સમિતિ પાસે મોકલીને તેની વધુ તપાસ કરાવવાના પક્ષમાં છે.

JPC એટલે શું?
Joint Parliamentary Committee (JPC) એટલે લોકસભા અને રાજ્યસભાના સાંસદોને મળીને બનાવવામાં આવતી સંયુક્ત સંસદીય સમિતિ. સંસદમાં કોઈ મહત્વના બિલ અથવા મુદ્દાની વધુ વિગતવાર તપાસ જરૂરી હોય ત્યારે તેને JPCને મોકલી શકાય છે.

JPC બિલની જોગવાઈઓની ઊંડાણપૂર્વક તપાસ કરી શકે છે, નિષ્ણાતો તથા સંબંધિત પક્ષોના અભિપ્રાયો મેળવી શકે છે અને અંતે પોતાની ભલામણો સાથે રિપોર્ટ સંસદમાં રજૂ કરે છે.

જોકે JPCનો રિપોર્ટ સરકાર અથવા સંસદ માટે આપમેળે બંધનકર્તા હોતો નથી. અંતિમ નિર્ણય સંસદીય પ્રક્રિયા અને ગૃહોમાં થનારી ચર્ચા તથા મતદાન બાદ થાય છે.

હવે આગળ શું?
FCRA Billને JPCમાં મોકલવાનો નિર્ણય થતાં હવે બિલની જોગવાઈઓ પર વધુ વિગતવાર ચર્ચા થવાની શક્યતા છે. સરકાર માટે આ પગલું વિપક્ષના વિરોધ વચ્ચે બિલ અંગે વધુ વ્યાપક સંસદીય તપાસનો માર્ગ ખોલે છે. બીજી તરફ વિપક્ષ હજુ પણ બિલની કેટલીક જોગવાઈઓને લઈને વાંધો ઉઠાવી રહ્યું છે.

IPL ક્રિકેટર અભિષેક પોરેલની ધરપકડ, લગ્નના વચન પર શારીરિક સંબંધના આરોપો

0

ક્રિકેટના મેદાન પર પોતાની ઓળખ બનાવનાર યુવા ખેલાડી હવે ગંભીર કાનૂની વિવાદમાં ફસાયો છે. દિલ્હી કેપિટલ્સ અને બંગાળના વિકેટકીપર-બેટર અભિષેક પોરેલની બળાત્કાર અને ધમકીના આરોપોમાં ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી કલકત્તા હાઈકોર્ટના અગાઉના નિર્દેશ બાદ થઈ છે. જોકે, પોરેલ સામેના આરોપો હજુ કોર્ટમાં સાબિત થયા નથી અને સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.

પોલીસે હુગલીમાં પોરેલને કસ્ટડીમાં લીધા બાદ પૂછપરછ કરી અને ત્યારબાદ તેની ઔપચારિક ધરપકડ કરી હતી. બાદમાં તેને તબીબી તપાસ માટે લઈ જવામાં આવ્યો અને ચિનસુરા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ્સ અનુસાર, કોર્ટે તેને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો છે.

આ કેસની શરૂઆત એક મેડિકલ વિદ્યાર્થિનીની ફરિયાદથી થઈ હતી. ફરિયાદ મુજબ, પોરેલે લગ્નનું વચન આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. ફરિયાદમાં મારપીટ, ધમકી અને ખાનગી પળોના ફોટા-વિડિયો બનાવવાના તથા તેને જાહેર કરવાની ધમકીના પણ આરોપો કરવામાં આવ્યા છે. આ તમામ આરોપો ફરિયાદી દ્વારા કરવામાં આવેલા દાવા છે, જેની તપાસ હજુ ચાલુ છે.

મામલામાં પોલીસ કાર્યવાહી અંગે ફરિયાદી દ્વારા કલકત્તા હાઈકોર્ટનો સંપર્ક કરવામાં આવ્યો હતો. 14 જુલાઈ, 2026ના આદેશમાં જસ્ટિસ સૌગત ભટ્ટાચાર્યએ પોલીસને પોરેલને શોધી ધરપકડ કરવા તેમજ તેના ઇલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કરવાનો નિર્દેશ આપ્યો હતો, જેથી કથિત ખાનગી સામગ્રી વધુ ફેલાતી અટકાવી શકાય. પોલીસે અગાઉ એક પેન ડ્રાઈવ જપ્ત કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલ્યાની માહિતી કોર્ટને આપી હતી.

ફરિયાદ અનુસાર, મહિલા અને પોરેલની ઓળખાણ 2023માં થઈ હતી અને બંને વચ્ચે લાંબા સમયથી સંબંધ હતો. મહિલાએ એપ્રિલ 2026માં દિલ્હીમાં બનેલી એક ઘટનામાં મારપીટ અને અન્ય ગંભીર આરોપો પણ લગાવ્યા છે. આ દાવાઓની પણ તપાસ થઈ રહી છે.

23 વર્ષીય અભિષેક પોરેલ બંગાળ ક્રિકેટના જાણીતા યુવા ખેલાડીઓમાંનો એક છે. ડાબોડી વિકેટકીપર-બેટરે 2021-22 સીઝનમાં ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને બાદમાં ભારત-A ટીમમાં પણ સ્થાન મેળવ્યું હતું. તે 2023થી દિલ્હી કેપિટલ્સની IPL ટીમનો હિસ્સો રહ્યો છે.

હાલ પોરેલ આ કેસમાં આરોપી છે અને દોષિત ઠર્યા નથી. કેસની તપાસ અને આગામી કોર્ટ કાર્યવાહી જ આરોપોની સત્યતા અંગે અંતિમ સ્થિતિ સ્પષ્ટ કરશે.

Video: ભૂત-પ્રેત હેરાન કરે છે…16 વર્ષના છોકરાની અજીબ કહાની, 5 વર્ષથી પાણીમાં જ જીવન

0

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં 16 વર્ષના ઇકબાલ શેખની જિંદગી જાણે પાણી સાથે જ બંધાઈ ગઈ છે. છેલ્લા લગભગ પાંચ વર્ષથી તે દિવસ-રાતનો મોટો ભાગ તળાવના પાણીમાં પસાર કરે છે. કારણ એવું છે કે, તેના કહેવા મુજબ, પાણીની બહાર આવતા જ આખા શરીરમાં અસહ્ય બળતરા શરૂ થઈ જાય છે. આ અનોખી સ્થિતિને કારણે તે સામાન્ય જીવન, અભ્યાસ અને મિત્રો સાથે રમી પણ શક્તો નથી .

ઇકબાલ મુર્શિદાબાદના બેલડાંગા વિસ્તારનો રહેવાસી અનેક દિવસો સુધી તળાવમાં રહે છે અને ક્યારેક પાણીમાં જ ભોજન પણ કરે છે. પરિવાર તથા સ્થાનિક લોકો તેને પાણીમાં જ ખાવાનું પહોંચાડે છે. પાણીની બહાર આવતાં શરીરમાં આગ જેવી બળતરા થતી હોવાનો તેનો દાવો છે, જ્યારે પાણીમાં જતા તેને રાહત મળે છે.

આ સ્થિતિ અંગે ઇકબાલનું માનવું છે કે તેને ભૂતનો વડગાડ હોવાથી તે પાણીની બહાર રહી શકતો નથી, જોકે આવી માન્યતાઓને તબીબી પુરાવાનો આધાર મળ્યો નથી. અહેવાલો પ્રમાણે, તબીબી નિષ્ણાતોએ ચામડી અથવા અન્ય શારીરિક સમસ્યાની શક્યતા વ્યક્ત કરી છે, પરંતુ ઇકબાલને ચોક્કસ કઈ બીમારી છે તેની પુષ્ટિ થઈ નથી.

તબીબી રીતે, પાણીના સંપર્ક સાથે ખંજવાળ, ચુભન અથવા બળતરા જેવી લાગણી થતી Aquagenic Pruritus નામની સ્થિતિ જાણીતી છે. Cleveland Clinic અને DermNet અનુસાર, કેટલાક દર્દીઓમાં પાણીના સંપર્ક પછી અત્યંત તીવ્ર બળતરા અથવા ખંજવાળ થઈ શકે છે; ક્યારેક તેનું કારણ અન્ય બીમારી સાથે પણ સંકળાયેલું હોઈ શકે છે. જોકે, ઇકબાલને આ જ સ્થિતિ છે એવું હાલમાં કહેવું યોગ્ય નથી.

પરિવારની આર્થિક મુશ્કેલીઓ સારવારમાં અડચણ બની રહી છે. લાંબા સમય સુધી પાણીમાં રહેવાને કારણે ઇકબાલને અન્ય શારીરિક તકલીફો થવાની ચિંતા પણ ઊભી થઈ છે. હવે સૌથી મહત્વનું એ છે કે તેને યોગ્ય તબીબી તપાસ અને નિષ્ણાત સારવાર મળે, જેથી આ પાંચ વર્ષ જૂની સમસ્યાનું સાચું કારણ જાણી શકાય.

ભારતના અવકાશ સ્વપ્નના શિલ્પી ડૉ. વિક્રમ સારાભાઈની આજે જન્મજયંતિ : જાણો તેમની પ્રેરણાદાયી સફર

0

ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ ભારતના મહાન વૈજ્ઞાનિક, ભૌતિકશાસ્ત્રી અને અવકાશ સંશોધનના પાયાના શિલ્પી હતા. તેમને સામાન્ય રીતે “ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા” તરીકે ઓળખવામાં આવે છે.

👨‍🔬 જન્મ અને શિક્ષણ
જન્મ:
12 ઓગસ્ટ 1919
જન્મસ્થળ: અમદાવાદ, ગુજરાત
તેઓ ઉદ્યોગપતિ અંબાલાલ સારાભાઈ અને સરલા દેવીના પુત્ર હતા. તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીની સેન્ટ જોન્સ કોલેજમાંથી નેચરલ સાયન્સિસનો અભ્યાસ કર્યો. બાદમાં ભારતીય વિજ્ઞાન સંસ્થા (IISc), બેંગલુરુમાં સર સી.વી. રામનના માર્ગદર્શન હેઠળ કોસ્મિક રે પર સંશોધન કર્યું હતું.

🔬 Physical Research Laboratory (PRL) ની સ્થાપના

1947માં માત્ર 28 વર્ષની ઉંમરે વિક્રમ સારાભાઈએ અમદાવાદમાં Physical Research Laboratory (PRL)ની સ્થાપના કરી હતી. શરૂઆતમાં તેમના નિવાસસ્થાન ‘રિટ્રીટ’ ખાતે કોસ્મિક રેના સંશોધનથી તેની શરૂઆત થઈ હતી. આજે PRLને ભારતના અવકાશ વિજ્ઞાનનું “Cradle of Space Sciences” માનવામાં આવે છે.

🛰️ ભારતના અવકાશ કાર્યક્રમમાં યોગદાન

1962માં તેઓ INCOSPAR (Indian National Committee for Space Research)ના અધ્યક્ષ બન્યા અને ભારતમાં વ્યવસ્થિત અવકાશ સંશોધનની શરૂઆતને દિશા આપી હતી. ત્યારબાદ 1969માં ISROની સ્થાપના માટેના વિકાસમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. તેમનો વિચાર હતો કે ભારત જેવા વિકાસશીલ દેશે અવકાશ ટેક્નોલોજીનો ઉપયોગ માત્ર પ્રતિષ્ઠા માટે નહીં પરંતુ શિક્ષણ, સંચાર, હવામાન અને દેશના વિકાસ માટે કરવો જોઈએ.

🏛️ અનેક સંસ્થાઓના નિર્માતા

વિક્રમ સારાભાઈ માત્ર અવકાશ વિજ્ઞાન પૂરતા મર્યાદિત નહોતા. તેમણે અથવા તેમની પ્રેરણાથી અનેક મહત્વપૂર્ણ સંસ્થાઓના વિકાસમાં યોગદાન આપ્યું હતું. તેઓ IIM અમદાવાદની સ્થાપનામાં પણ મહત્વપૂર્ણ વ્યક્તિઓમાંના એક હતા અને 1966માં અમદાવાદમાં Community Science Centre શરૂ કર્યું, જે આજે Vikram Sarabhai Community Science Centre તરીકે ઓળખાય છે.

🏆 સન્માન
શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર – 1962
પદ્મ ભૂષણ – 1966
પદ્મ વિભૂષણ – મરણોત્તર

🕯️ અવસાન

વિક્રમ સારાભાઈનું 30 ડિસેમ્બર 1971ના રોજ અવસાન થયું હતું. તેમનું જીવન ટૂંકું હોવા છતાં તેમણે ભારતમાં વૈજ્ઞાનિક સંશોધન અને અવકાશ કાર્યક્રમ માટે એવો પાયો નાખ્યો જેના આધારે ભારત આજે વિશ્વની અગ્રણી અવકાશ શક્તિઓમાં સ્થાન ધરાવે છે.આજે 12 ઓગસ્ટે તેમની જન્મજયંતિ નિમિત્તે તેમને યાદ કરવું એટલે ભારતના અવકાશ સ્વપ્નના સાચા શિલ્પીને યાદ કરવા સમાન છે.

ટાટા ગ્રુપમાં મોટો ફેરફાર!  ટાટા સન્સના ચેરમેન પદથી એન ચંદ્રશેરખરનનું રાજીનામું

0

ટાટા ગ્રુપના કરોડો લોકોના વિશ્વાસ સાથે જોડાયેલું સૌથી મોટું નામ હવે નેતૃત્વ બદલાવ તરફ આગળ વધી રહ્યું છે.  ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને ટાટા સન્સના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું છે અને તેઓ પોતાની આ ટર્મ પૂરી કરશે એટલે કે ફેબ્રુઆરી 2027માં તેમની ટર્મ પૂરી થયા બાદ ટાટા ગ્રુપને નવા ચેરમેન શોધવા પડશે. આ નિર્ણય ટાટા ટ્રસ્ટ્સ સાથે લાંબા સમયથી ચાલી રહેલા મતભેદોની વચ્ચે આવ્યો છે.

ચંદ્રશેખરને 2017માં  ટાટા સન્સની કમાન સંભાળી હતી અને 2022માં તેમને બીજી ટર્મ મળી હતી. હવે તેઓ ફેબ્રુઆરી 2027 સુધી પદ પર રહેશે, પરંતુ ત્યારબાદ પુનર્નિયુક્તિ માટે પોતાનું નામ આગળ નહીં ધપાવે. ટાટા ગ્રુપ આગામી મહિનાઓમાં તેમના ઉત્તરાધિકારી માટે આંતરિક તેમજ બાહ્ય બંને વિકલ્પો પર વિચાર કરે તેવી શક્યતા છે.

આ સમગ્ર ઘટનાની પાછળ  ટાટા સન્સ અને  ટાટા ટ્રસ્ટ વચ્ચેના મતભેદને મહત્વનું કારણ માનવામાં આવી રહ્યું છે. ટાટા ટ્રસ્ટ પાસે ટાટા સન્સમાં લગભગ 66 ટકા હિસ્સો છે. ફેબ્રુઆરી 2026માં ચંદ્રશેખરણની ત્રીજી ટર્મ અંગે Tata Sonsના બોર્ડમાં નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો હતો. તે સમયે Noel Tataએ કેટલીક શરતો અને ગ્રુપની કેટલીક કંપનીઓના નબળા નાણાકીય પરિણામો અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા.

ખાસ કરીને એર ઈન્ડિયા ના વધતા નુકસાનને લઈને ચિંતા જોવા મળી હતી. નાણાકીય વર્ષ 2025-26માં એર ઈન્ડિયાની આવક ઘટીને ₹71,870 કરોડ રહી હતી, જ્યારે કંપની અને એર ઈન્ડિયા એક્સપ્રેસના સંયુક્ત પરિણામોમાં ભારે નુકસાન નોંધાયું હતું.

હવે 18 ઓગસ્ટે યોજાનારી  ટાટા સન્સની એજીએમ પહેલાં આ નિર્ણય સામે આવ્યો છે. આ બેઠકમાં ચંદ્રશેખરણની ડિરેક્ટર તરીકેની પુનર્નિયુક્તિ મુદ્દે પણ ધ્યાન હતું. હવે ટાટા ગ્રુપ માટે આગામી સૌથી મોટો પ્રશ્ન તેમના ઉત્તરાધિકારીની પસંદગી રહેશે.

Air Indiaની ફ્લાઇટના પાયલટ કોકપિટમાં હવામાં તરતા હતા, પ્લેન ‘માઇનસ ગ્રેવિટી’માં ગયું હતું; જાણો શું છે -1G ?

0

ફુકેટથી દિલ્હી આવી રહેલી Air Indiaની ફ્લાઇટમાં અચાનક એવો ઝટકો આવ્યો કે થોડી ક્ષણો માટે મુસાફરોને જાણે ગુરુત્વાકર્ષણ જ ખતમ થઈ ગયું હોય એવું લાગ્યું. લોકો સીટ પરથી ઊછળ્યા, કેટલીક વસ્તુઓ હવામાં તરતી દેખાઈ અને વિમાન લગભગ 300 ફૂટ ઊંચાઈ ગુમાવી બેઠું. આ ઘટનામાં સૌથી વધુ ચર્ચામાં આવ્યો શબ્દ છે—‘માઇનસ 1G’. આખરે આ સ્થિતિ શું છે અને વિમાનમાં આવું બને ત્યારે શરીર પર શું અસર થાય છે?

4 ઓગસ્ટે Air Indiaની AI2379 ફ્લાઇટ ફુકેટથી દિલ્હી જતી હતી. Airbus A320neoમાં 137 મુસાફરો અને 8 ક્રૂ સભ્યો સવાર હતા. ઉડાન દરમિયાન વિમાનમાં અચાનક ગંભીર ઉથલપાથલ જેવી સ્થિતિ સર્જાઈ અને લગભગ 300 ફૂટ ઊંચાઈ ઘટી. રોઇટર્સના અહેવાલ મુજબ 13 મુસાફરો અને 4 ક્રૂ સભ્યો ઈજાગ્રસ્ત થયા હતા. વિમાન બાદમાં સુરક્ષિત રીતે દિલ્હીમાં ઉતર્યું.

1G એટલે શું?

વિમાન સામાન્ય રીતે લગભગ +1G લોડમાં ઉડે છે. એટલે શરીર પર ધરતીના ગુરુત્વાકર્ષણ જેટલું જ દબાણ અનુભવાય છે અને આપણે સીટ પર સામાન્ય રીતે બેઠા રહીએ છીએ. જ્યારે વિમાનને ઝડપથી નીચે ધકેલવામાં આવે અને ઊભી દિશામાં ત્વરણ શૂન્યથી પણ નીચે જાય, ત્યારે નેગેટિવ G સર્જાય છે. FAA મુજબ પાઇલટે વિમાનને ઝડપથી ‘અનલોડ’ કરવા માટે નોઝ નીચે ધકેલે ત્યારે 0Gથી નીચેની સ્થિતિ સર્જાઈ શકે છે.

નેગેટિવ G (-1G) જેવી સ્થિતિમાં શરીર સીટમાં દબાતું નથી, પરંતુ જાણે ઉપર તરફ ઉછળતું અનુભવાય છે. આ કારણે સીટબેલ્ટ ન પહેરેલા મુસાફરો છત અથવા ઓવરહેડ બિન સાથે અથડાઈ શકે છે. ગંભીર નેગેટિવ G સ્થિતિમાં પાઇલટ માટે પણ કંટ્રોલ પર સ્થિર રહેવું મુશ્કેલ બની શકે છે.

સ્ટોલ વોર્નિંગ બાદ શું થયું?

પ્રારંભિક અહેવાલો મુજબ ફ્લાઇટમાં સ્ટોલ વોર્નિંગ આવી અને ઓટોપાઇલટ ડિસ્કનેક્ટ થયો હતો. સ્ટોલમાંથી બહાર આવવા પાઇલટે નોઝ નીચે કરીને એરફ્લોને ફરી યોગ્ય બનાવવાનો પ્રયાસ કર્યો હોય તેવી માહિતી સામે આવી છે. જોકે આ ઘટનાનું ચોક્કસ કારણ હજી તપાસ હેઠળ છે. AAIBએ પુરાવા સામે આવ્યા પહેલાં કોઈ નિષ્કર્ષ પર ન પહોંચવાની અપીલ કરી છે.

આ વચ્ચે ફ્લાઇટના એક પાઇલટના કન્ફર્મેટરી ડ્રગ ટેસ્ટમાં મારિજુઆના પોઝિટિવ હોવાનું સૂત્રોના હવાલાથી જણાવ્યું છે. બંને પાઇલટને રોસ્ટરમાંથી દૂર કરવામાં આવ્યા છે અને તપાસ ચાલુ છે.

અમદાવાદ SG હાઈવે પર હચમચાવતી ઘટના! 32મા માળે ક્રેન સાથે લટકતો મળ્યો યુવકનો મૃતદેહ

0

સુરતના હૃદયદ્રાવક આપઘાતના હાદસા બાદ આજે અમદાવાદના એસજી હાઈવે પર સવારે સામે આવેલા એક ભયાનક દ્રશ્યે આસપાસના લોકોમાં ભારે ચકચાર મચાવી દીધી હતી. નિરમા યુનિવર્સિટીની સામે બની રહેલી ‘સ્કૃતિમ’ નામની નિર્માણાધીન ઇમારતના 32મા માળે એક યુવકનો મૃતદેહ ક્રેન પાસે લટકતો જોવા મળતાં ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્રિત થયા હતા.

પ્રાથમિક માહિતી મુજબ, યુવકે મોડી રાત્રે ક્રેન સાથે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની આશંકા છે. જોકે, ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી અને પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વહેલી સવાર સુધી મૃતદેહ ઊંચાઈ પર જ લટકતો રહ્યો હતો. સવારે અંદાજે 8 વાગ્યાની આસપાસ આસપાસના લોકોની નજર આ દ્રશ્ય પર પડી હતી. ત્યારબાદ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતાં પોલીસ અને રેસ્ક્યુ ટીમ સ્થળ પર પહોંચી હતી. 32મા માળેથી મૃતદેહને સુરક્ષિત રીતે નીચે ઉતારવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. મૃતકની ઓળખ અને ઘટનાના કારણ અંગે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસના સત્તાવાર નિવેદન બાદ જ સમગ્ર ઘટનાની વધુ વિગતો સ્પષ્ટ થશે.

અમિતાભ બચ્ચનની એક નાની ભૂલ બની ગઈ સોશિયલ મીડિયાનો મજેદાર મુદ્દો,બિગ બીએ માંગવી પડી માફી

અમિતાભ બચ્ચનની એક નાની એવી નંબરિંગની ભૂલે સોશિયલ મીડિયા પર જાણે હાસ્યનું નવું કારણ આપી દીધું હતું. X પર પોતાની દરેક પોસ્ટને ક્રમવાર નંબર આપવાની ખાસ આદત ધરાવતા બિગ બી આ વખતે જ ગણતરીમાં થાપ ખાઈ ગયા હતા. ભૂલ નજરે પડતાં તેમણે તરત જ તેને સ્વીકારીને સુધારી પણ લીધી, પરંતુ ત્યાં સુધીમાં ફેન્સે આ ઘટનાને લઈને મજેદાર કમેન્ટ્સ અને મીમ્સનો મારો શરૂ કરી દીધો હતો.

શું હતી અમિતાભ બચ્ચનની ભૂલ?

અમિતાભ બચ્ચને X પર પોસ્ટ નંબર 5817 બાદની પોસ્ટને ભૂલથી 5718 તરીકે નંબર આપી દીધો. ત્યારબાદની પોસ્ટ્સમાં પણ 5719,5720 ક્રમ આગળ વધાર્યો હતો. એક ફેને તેમની આ ભૂલ તરફ ધ્યાન દોરતાં બિગ બીએ તરત જ નંબરિંગ સુધારી અને માફી માંગી હતી.

અભિનેતાએ ફેન EF Sunilનો આ ભૂલ પકડવા બદલ આભાર પણ માન્યો હતો. અહીં ‘EF’નો અર્થ અમિતાભ બચ્ચન પોતાના ચાહકો માટે વાપરતા Extended Family એટલે કે ‘વિસ્તૃત પરિવાર’ એવો થાય છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન ‘Kalki 2898 AD’ની સિક્વલ સાથે જોડાયેલા છે. દિગ્દર્શક નાગ અશ્વિને ફિલ્મના શૂટિંગને લઈને 2026માં આગળ વધતી તૈયારીઓની માહિતી આપી હતી.

સંસદના 17માં દિવસે પાસ થયા આ મહત્વના બિલ,જાણો શું છે ખાસ?

0

સંસદના ચોમાસુ સત્રમાં આજે બે મહત્વના બિલ પસાર કર્યા તેમાં નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન (અમેન્ડમેન્ટ) બિલ, 2026 અને કેરળ (અલ્ટરેશન ઑફ નેમ) બિલ, 2026નો સમાવેશ થાય છે. કેરળનું નામ બદલીને ‘કેરલમ’ કરવાની જોગવાઈ ધરાવતું બિલ ચર્ચા વિના વોઇસ વોટથી પસાર થયું હતું. ત્યારબાદ લોકસભાની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી.

કેરળ નામ બદલવાના બિલનો હેતુ બંધારણની પ્રથમ અનુસૂચિમાં રાજ્યનું નામ ‘Kerala’ માંથી ‘Keralam’ કરવાનો છે. કેરળ વિધાનસભાએ જૂન 2024માં રાજ્યનું નામ બદલવા માટે ઠરાવ પસાર કર્યો હતો. કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી 2026માં આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. બંધારણીય પ્રક્રિયા હેઠળ હવે સંસદમાં બિલ પસાર થવાથી નામ બદલવાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ તબક્કો પૂર્ણ થયો છે.

આ બિલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રજૂ થવાનું હતું, પરંતુ તેઓ ગૃહમાં હાજર રહ્યા નહોતા. તેમના સ્થાને ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે બિલ આગળ ધપાવ્યું હતું. વિપક્ષના હોબાળા વચ્ચે બિલ વોઇસ વોટથી પસાર થયું હતું.

બીજી તરફ, NCDC (Amendment) Bill, 2026નો હેતુ સહકારી ક્ષેત્ર માટે નાણાકીય સહાયની પ્રક્રિયાને વધુ સરળ અને વ્યાપક બનાવવાનો છે. પ્રસ્તાવિત ફેરફારો હેઠળ NCDC સહકારી મંડળીઓ તેમજ સહકારી વિકાસ સાથે સંકળાયેલી સંસ્થાઓને સીધી લોન અને ગ્રાન્ટ આપી શકશે. કોર્પોરેશનને સહકારી સંસ્થાઓ અથવા સહકારી વિકાસ સાથે જોડાયેલી સંસ્થાઓની શેર મૂડીમાં ભાગ લેવાની પણ સત્તા મળશે.

Reforms Bill, 2026 રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ ટ્રિબ્યુનલ્સની કામગીરી અને માળખામાં સુધારા સાથે સંબંધિત મહત્વપૂર્ણ જોગવાઈઓ ધરાવે છે.

સંસદમાં છેલ્લા કેટલાક દિવસોથી વિપક્ષના વિરોધને કારણે કાર્યવાહી વારંવાર ખોરવાઈ રહી છે. આજે પણ વિરોધ વચ્ચે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ વિરોધ સમાપ્ત કરવાની અપીલ કરી હતી. સરકાર તરફથી વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહી અંગે ચર્ચા અને ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની ઓફર છતાં વિપક્ષનો વિરોધ યથાવત રહ્યો હતો.

જેના નામથી થરથરતું હતું સીરિયા, આજે તેને જ મોતની સજા!

સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ-અસદ , તેમના ભાઈ મહેર અલ-અસદ અને તેમના પિતરાઈ ભાઈ તથા પૂર્વ સુરક્ષા અધિકારી અતેફ નજીબને મોતની સજા ફટકારી છે. બશર અને મહેરને તેમની ગેરહાજરીમાં સજા સંભળાવવામાં આવી છે.

કોર્ટના જણાવ્યા અનુસાર બશર અલ-અસદને પૂર્વયોજિત હત્યા, ત્રાસ અને માનવતા વિરુદ્ધના ગુનાઓ સહિતના ગંભીર આરોપોમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. ન્યાયાધીશે સાક્ષીઓના નિવેદનોના આધારે જણાવ્યું કે બશર અલ-અસદ સૌથી ઉચ્ચ સ્તરના નિર્ણયકર્તા હતા અને રાજ્યની સંસ્થાઓનો ઉપયોગ કથિત ગુનાઓ માટે કરવામાં આવ્યો હતો. તેઓ ડિસેમ્બર 2024માં સત્તા પરથી હટ્યા બાદ રશિયામાં નિર્વાસિત જીવન જીવી રહ્યા છે.

મહેર અલ-અસદને પણ પૂર્વયોજિત હત્યા અને ત્રાસના આરોપોમાં ગેરહાજરીમાં મોતની સજા આપવામાં આવી છે. બીજી તરફ, અતેફ નજીબને માનવતા વિરુદ્ધના ગુનાઓ બદલ સજા સંભળાવવામાં આવી. નજીબ દક્ષિણ સીરિયાના દારા પ્રાંતમાં રાજકીય સુરક્ષા વિભાગના વડા રહી ચૂક્યા હતા અને 2011માં સરકાર વિરોધી પ્રદર્શનોના દમન સાથે તેમનું નામ જોડાયેલું છે.

આ કેસને સીરિયાની નવી સંક્રમણકાળીન સરકાર હેઠળ પૂર્વ અસદ સરકારના અધિકારીઓ સામે ચાલેલી કાર્યવાહીનો મહત્વપૂર્ણ પ્રથમ ચુકાદો માનવામાં આવી રહ્યો છે. 2011માં શરૂ થયેલા બળવા બાદ સીરિયા લગભગ 14 વર્ષ સુધી વિનાશક યુદ્ધમાંથી પસાર થયું હતું. હવે આ ચુકાદો પીડિતો માટે ન્યાયની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ કાનૂની ઉદાહરણ બની શકે છે.

જોકે બશર અને મહેર રશિયામાં હોવાને કારણે સજાનો તાત્કાલિક અમલ કેવી રીતે થશે તે મોટો પ્રશ્ન છે. તેમ છતાં, આ ચુકાદાએ અસદ શાસન દરમિયાન થયેલા કથિત અત્યાચારોની જવાબદારી નક્કી કરવાની દિશામાં ઐતિહાસિક પગલું ભર્યું છે.