HomeNationalAir Indiaની ફ્લાઇટના પાયલટ કોકપિટમાં હવામાં તરતા હતા, પ્લેન ‘માઇનસ ગ્રેવિટી’માં ગયું...

Air Indiaની ફ્લાઇટના પાયલટ કોકપિટમાં હવામાં તરતા હતા, પ્લેન ‘માઇનસ ગ્રેવિટી’માં ગયું હતું; જાણો શું છે -1G ?

Date:

Related stories

એશિયન ગેમ્સમાં ભારતનો દબદબો, કબડ્ડીમાં પુરુષ ટીમે જીત્યું ગોલ્ડ મેડલ

એશિયન ગેમ્સમાં ભારતીય કબડ્ડી ટીમે શાનદાર પ્રદર્શન કરતાં દેશના...

2027 વર્લ્ડ કપ જ બનશે વિરાટનો અંતિમ મહાસંગ્રામ? સામે આવી મોટી વાત

ભારતીય ક્રિકેટના ચાહકો માટે એક મોટા સમાચાર આવી રહ્યા...

બાપ્પાની વિદાય વચ્ચે તેલંગાણામાં માતમ! ગણેશ વિસર્જન દરમિયાન આટલા લોકોના મોત અને આટલા લોકો ઈજાગ્રસ્ત

તેલંગાણામાં ગણેશોત્સવની ભક્તિ અને વિસર્જનના ઉત્સવ વચ્ચે અનેક પરિવારો...
spot_img

ફુકેટથી દિલ્હી આવી રહેલી Air Indiaની ફ્લાઇટમાં અચાનક એવો ઝટકો આવ્યો કે થોડી ક્ષણો માટે મુસાફરોને જાણે ગુરુત્વાકર્ષણ જ ખતમ થઈ ગયું હોય એવું લાગ્યું. લોકો સીટ પરથી ઊછળ્યા, કેટલીક વસ્તુઓ હવામાં તરતી દેખાઈ અને વિમાન લગભગ 300 ફૂટ ઊંચાઈ ગુમાવી બેઠું. આ ઘટનામાં સૌથી વધુ ચર્ચામાં આવ્યો શબ્દ છે—‘માઇનસ 1G’. આખરે આ સ્થિતિ શું છે અને વિમાનમાં આવું બને ત્યારે શરીર પર શું અસર થાય છે?

4 ઓગસ્ટે Air Indiaની AI2379 ફ્લાઇટ ફુકેટથી દિલ્હી જતી હતી. Airbus A320neoમાં 137 મુસાફરો અને 8 ક્રૂ સભ્યો સવાર હતા. ઉડાન દરમિયાન વિમાનમાં અચાનક ગંભીર ઉથલપાથલ જેવી સ્થિતિ સર્જાઈ અને લગભગ 300 ફૂટ ઊંચાઈ ઘટી. રોઇટર્સના અહેવાલ મુજબ 13 મુસાફરો અને 4 ક્રૂ સભ્યો ઈજાગ્રસ્ત થયા હતા. વિમાન બાદમાં સુરક્ષિત રીતે દિલ્હીમાં ઉતર્યું.

1G એટલે શું?

વિમાન સામાન્ય રીતે લગભગ +1G લોડમાં ઉડે છે. એટલે શરીર પર ધરતીના ગુરુત્વાકર્ષણ જેટલું જ દબાણ અનુભવાય છે અને આપણે સીટ પર સામાન્ય રીતે બેઠા રહીએ છીએ. જ્યારે વિમાનને ઝડપથી નીચે ધકેલવામાં આવે અને ઊભી દિશામાં ત્વરણ શૂન્યથી પણ નીચે જાય, ત્યારે નેગેટિવ G સર્જાય છે. FAA મુજબ પાઇલટે વિમાનને ઝડપથી ‘અનલોડ’ કરવા માટે નોઝ નીચે ધકેલે ત્યારે 0Gથી નીચેની સ્થિતિ સર્જાઈ શકે છે.

નેગેટિવ G (-1G) જેવી સ્થિતિમાં શરીર સીટમાં દબાતું નથી, પરંતુ જાણે ઉપર તરફ ઉછળતું અનુભવાય છે. આ કારણે સીટબેલ્ટ ન પહેરેલા મુસાફરો છત અથવા ઓવરહેડ બિન સાથે અથડાઈ શકે છે. ગંભીર નેગેટિવ G સ્થિતિમાં પાઇલટ માટે પણ કંટ્રોલ પર સ્થિર રહેવું મુશ્કેલ બની શકે છે.

સ્ટોલ વોર્નિંગ બાદ શું થયું?

પ્રારંભિક અહેવાલો મુજબ ફ્લાઇટમાં સ્ટોલ વોર્નિંગ આવી અને ઓટોપાઇલટ ડિસ્કનેક્ટ થયો હતો. સ્ટોલમાંથી બહાર આવવા પાઇલટે નોઝ નીચે કરીને એરફ્લોને ફરી યોગ્ય બનાવવાનો પ્રયાસ કર્યો હોય તેવી માહિતી સામે આવી છે. જોકે આ ઘટનાનું ચોક્કસ કારણ હજી તપાસ હેઠળ છે. AAIBએ પુરાવા સામે આવ્યા પહેલાં કોઈ નિષ્કર્ષ પર ન પહોંચવાની અપીલ કરી છે.

આ વચ્ચે ફ્લાઇટના એક પાઇલટના કન્ફર્મેટરી ડ્રગ ટેસ્ટમાં મારિજુઆના પોઝિટિવ હોવાનું સૂત્રોના હવાલાથી જણાવ્યું છે. બંને પાઇલટને રોસ્ટરમાંથી દૂર કરવામાં આવ્યા છે અને તપાસ ચાલુ છે.

Subscribe

Latest stories