Saturday, Sep 13, 2025

 એક ટિકિટ પર એક ટિકિટ ફ્રી… આ રીતે ગદર ૨ની એડવાન્સ ટિકિટ બુક કરાવનારને મળશે ઓફરનો લાભ

3 Min Read
  • આગામી ૧૧ ઓગસ્ટે બ્લોકબસ્ટર ફિલ્મ ગદરની સિક્વલ ગદર ૨ રિલીઝ થવાની છે. દર્શકોમાં આ ફિલ્મ માટે પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેવામાં દર્શકો ખુશ થઈ જાય તેવી ઓફર પણ નિર્માતાઓ લાવ્યા છે. નિર્માતાઓની આ ઓફરથી ગદર ૨ ને સારું ઓપનિંગ મળશે અને સાથે જ દર્શકોને પણ ફ્રી ટિકિટનો ફાયદો થશે.

બોલીવુડની બ્લોકબસ્ટર ફિલ્મોમાંથી એક ગદર ફિલ્મની સિક્વલ ગદર ૨ ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે. વર્ષ ૨૦૦૧ માં ગદર રિલીઝ થઈ હતી. જેમાં સની દેઓલ-અમીષા પટેલ તારાસિંહ અને સકીનાના રોલમાં હતા. આ ફિલ્મ ૧૯૪૭ના ભારત-પાકિસ્તાનના ભાગલા અને તે દરમિયાન પ્રેમમાં પડેલા એક ટ્રક ડ્રાઈવર અને મુસ્લિમ યુવતી સકીનાની પ્રેમકથા હતી.

આ ફિલ્મ તે વર્ષની બ્લોકબસ્ટર ફિલ્મ હતી. હવે આગામી ૧૧ ઓગસ્ટે આ ફિલ્મની સિક્વલ રિલીઝ થવાની છે. દર્શકોમાં આ ફિલ્મ માટે પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેવામાં દર્શકો ખુશ થઈ જાય તેવી ઓફર પણ નિર્માતાઓ લાવ્યા છે.

ગદર ૨ની ટીમ દ્વારા ડિજિટલ પેમેન્ટ કંપની પેટીએમ સાથે વન પ્લસ વન ટિકિટની ઓફર માટે પાર્ટનરશીપ કરી છે. એટલે કે પેટીએમ દ્વારા ટિકિટ બુક કરાવવા પર દર્શકોને એક ટિકિટ પર એક ટિકિટ ફ્રી મળશે. આ ઓફર દર્શકોને ફાયદો કરાવે તેવી છે.

નિર્માતાઓનું જણાવવું છે કે આ ઓફરના કારણે ફિલ્મના ઓપનિંગમાં મોટી સંખ્યાં લોકો ફિલ્મને માણશે. એટલે કે આ પ્લાનના કારણે ફિલ્મને સારું ઓપનિંગ મળી શકે છે. ફિલ્મ ટ્રેન્ડ એક્સપર્ટ અનુસાર ગદર ૨ પહેલા દિવસે ૧૬ થી ૧૮ કરોડની કમાણી કરી શકે છે.

જો કે ૧૧ ઓગસ્ટે ગદર ૨ની સાથે અક્ષય કુમારની ઓહ માય ગોડ ૨ પણ બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ રહી છે જે ગદર ૨ને ટક્કર આપી શકે છે. જોકે ફિલ્મના નિર્માતાઓ હાલ મૂંઝવણમાં છે કારણ કે સેન્સર બોર્ડે ફિલ્મ માટે 20 કટ અને A સર્ટીફિકેટની વાત કરી છે. કારણ કે ફિલ્મનો વિષય વિવાદાસ્પદ છે. ફિલ્મમાં સેક્સ એજ્યુકેશનની વાત દર્શાવવામાં આવી હોવાની વાત સામે આવી છે. તેથી જોવાનું રહ્યું કે આ ફિલ્મ ૧૧ ઓગસ્ટે રિલીઝ થશે કે તેમાં કોઈ ફેરફાર થશે.

આ પણ વાંચો :-

Share This Article