Saturday, Sep 13, 2025

હવે સુરતના યુવાન પર ચઢ્યું ‘દેખાડાનું ભૂત’, જીવના જોખમે બાઈક પર કર્યા ખતરનાક સ્ટંટ

2 Min Read
  • સુરતમાં સ્ટંટબાજી કરતો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો, સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના મોહમાં જોખમી સ્ટંટ કરીને પોતાના જીવની સાથે અન્ય લોકોનો જીવ પણ જોખમમાં મૂકી રહ્યાં છે.

જિંદગીને રમત ન સમજવી જોઈએ, પરંતુ આજકાલના યુવાનો સોશિયલ મીડિયાના ચક્કરમાં જિંદગીને રમત સમજી રહ્યા છે. સુરતમાં સ્ટંટબાજી કરતો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.

સ્ટંટબાજો બેફામ :

સુરતમાં સ્ટંટબાજો બેફામ બન્યાં છે. સોશિયલ મીડિયા પર સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના મોહમાં જોખમી સ્ટંટ કરીને પોતાના જીવની સાથે અન્ય લોકોનો જીવ પણ જોખમમાં મૂકી રહ્યાં છે. ત્યારે ફરી એકવાર ચાલુ બાઈક પર જોખમી સ્ટંટ કરવાનો વીડિયો સામે આવ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક કઈ રીતે બાઈક પર જોખમી સ્ટંટ કરી રહ્યો છે. આ વીડિયો સુરતના પાલ વિસ્તારના ગૌરવપથનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

પોલીસને પડકાર ફેંકી રહ્યાં છે :

જોકે આવા સ્ટંટબાજો પોલીસને પણ ખુલ્લો પડકાર ફેંકી રહ્યાં છે. કારણ કે પોલીસ આવા સ્ટંટબાજો પર કડક કાર્યવાહી કરી રહી છે, તેમ છતાં એક બાદ એક આવા જોખમી સ્ટંટના વીડિયો સામે આવી રહ્યાં છે.

જે સાબિત કરી રહ્યાં છે કે સ્ટંટબાજોને પોલીસ કે કાયદાનો કોઈ જ ડર નથી. ત્યારે આવા બેફામ સ્ટંટબાજો પર લગામ ક્યારે લાગશે તે મોટો સવાલ છે.

વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યા છે :

જોકે આજકાલ સોશિયલ મીડિયામાં સ્ટંટના વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યા છે. અને સુરત તેમાં સ્ટંટ માટે ફેમસ બનતું જઈ રહ્યું છે. જોકે સુરત પોલીસે આવા સ્ટંટબાજોને અટકાવવા માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે. પરંતુ આવા સ્ટંટબાજોને પોલીસનો કોઈ ડર ન હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો :-

Share This Article