Saturday, Sep 13, 2025

આગામી ૦૩ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓને ઘમરોળશે મેઘરાજા

1 Min Read
  • આગામી ત્રણ દિવસ વરસાદનું જોર રહેશે એવી હવામાન વિભાગે આગાહી કરી છે. ત્રણ દિવસ બાદ વરસાદનું જોર ઘટશે.

કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ નવસારી, વલસાડ, ડાંગમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. ભાવનગરમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ રહેશે. આજે દ્વારકામાં રેડ એલર્ટ અપાયું છે.

આ સિવાય જામનગર, પોરબંદર, વલસાડ, નવસારી, ડાંગમાં આજે ભારે વરસાદ રહેશે. આવતીકાલે ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં રેડ અલર્ટ અપાયું છે. આજે અમદાવાદમાં મધ્યમ વરસાદ રહેશે તેમજ આવતીકાલે ભારે વરસાદ રહેશે.

મહત્વનું છે કે અત્યાર સુધીમાં સિઝનનો ૬૫% વરસાદ પડ્યો હોવાનું વિભાગે જણાવ્યું છે. મોન્સૂન ટ્રફને કારણે હાલ રાજ્યમાં વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

 

Share This Article