HomeNationalVIDEO: ધડાકાથી હચમચ્યું મંગલુરુ, MRPL રિફાઇનરીમાં બ્લાસ્ટ બાદ કાળા ધુમાડાના ગોટેગોટા!

VIDEO: ધડાકાથી હચમચ્યું મંગલુરુ, MRPL રિફાઇનરીમાં બ્લાસ્ટ બાદ કાળા ધુમાડાના ગોટેગોટા!

Date:

Related stories

ચકલાસી નગરપાલિકામાં ભાજપને વધુ એક ઝટકો, પ્રમુખ પ્રવિણસિંહ વાઘેલાએ આપ્યું રાજીનામું

ખેડા જિલ્લાના ચકલાસી નગરપાલિકામાં રાજકીય ઉથલપાથલ વચ્ચે ભાજપને વધુ...

ધરપકડ બાદ અભિજીત દીપકેને જેલમાં મોકલાશે? કોર્ટમાં થશે રજૂઆત, સુરક્ષા વધારાઈ

દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના ‘લહેરા દો તિરંગા માર્ચ’...

આજનું રાશિફળ 17 ઑક્ટોબર 2026: શનિવારે જાણો મેષથી મીન રાશિનું ભવિષ્યફળ

​મેષ (Aries): શનિવાર અને મા કાલરાત્રિની આરાધનાથી શત્રુભય, નકારાત્મક...

વાગરા GIDCની ફાર્મા કંપનીના રિએક્ટરમાં ભયાનક બ્લાસ્ટ, 5 શ્રમિકોનાં મોત, 6 ઘાયલ

ભરૂચ જિલ્લાના વાગરા GIDCમાં આવેલી સેનઝીલ ફાર્માકેમ પ્રા. લિ....
spot_img

કર્ણાટકના મંગલુરુમાં આજે બપોરે અચાનક થયેલા ધડાકાએ આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જી દીધો હતો. મંગલુરુ નજીક કુઠેથુર-જોકટ્ટે વિસ્તારમાં આવેલી Mangalore Refinery and Petrochemicals Limited (MRPL)ની રિફાઇનરીમાં વિસ્ફોટ બાદ આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ધડાકાની તીવ્રતા એટલી હતી કે નજીકના વિસ્તારોમાં કેટલાક મકાનોના બારી-બારણાં અને કાચને નુકસાન થવાનું પણ જણાઈ રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઘટના આજે બપોરે આશરે 12:15થી 12:25 વાગ્યાની વચ્ચે બની હતી. અહેવાલો મુજબ MRPLના Coker Hydro Treating Unit (CHTU)માં વિસ્ફોટ બાદ આગ લાગી હતી.

ધડાકા બાદ MRPLની ઇમરજન્સી ટીમ ઉપરાંત મંગલુરુ, પાંડેશ્વર અને ન્યૂ મંગલુરુ પોર્ટ ઓથોરિટીની ફાયર ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જોકટ્ટે, કવૂર, યેય્યાડી, બાજપે, કલાવરુ, બૈકંપાડી, સુરતકલ અને કટિપલ્લા સહિતના વિસ્તારોમાં લોકોને જોરદાર અવાજ અને ધ્રુજારીનો અનુભવ થયો હતો. કેટલાક સ્થળોએ બારીઓના કાચ તૂટ્યા હોવાની પણ માહિતી સામે આવી છે. ધડાકાનો અવાજ મંગલુરુ ઈન્ટરનેશનલ એરપોર્ટ આસપાસના વિસ્તારો સુધી સંભળાયો હતો.

સ્થાનિક માહિતી મુજબ આઠ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. આ આંકડો સત્તાવાર રીતે વધુ સ્પષ્ટ થાય તેની રાહ જોવાઈ રહી છે.

દરમિયાન, દક્ષિણ કન્નડના સાંસદ કેપ્ટન બ્રિજેશ ચૌટાએ લોકોને અફવાઓથી દૂર રહેવા અને ગભરાટ ન ફેલાવવા અપીલ કરી છે. ઘટનાનું ચોક્કસ કારણ અને નુકસાનની સંપૂર્ણ વિગતો જાણવા તપાસ ચાલી રહી છે.

Subscribe

Latest stories