HomeInternationalકેનેડા-અમેરિકામાં ખંડણી રેકેટ ચલાવતી ‘ફોર બ્રધર્સ’ ગેંગ સામે મોટી કાર્યવાહી, 17 આરોપીઓ...

કેનેડા-અમેરિકામાં ખંડણી રેકેટ ચલાવતી ‘ફોર બ્રધર્સ’ ગેંગ સામે મોટી કાર્યવાહી, 17 આરોપીઓ ઝડપાયા

Date:

Related stories

રવિવારે સૂર્યદેવની કૃપા કોના પર? 12 રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે?

૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬, રવિવાર માટેનું ૧૨ રાશીઓનું સચોટ રાશીફળ...

સુરતના શ્યામ સંગીની માર્કેટ આગકાંડમાં 1000થી વધુ CCTV તપાસ્યા બાદ મોટો ખુલાસો!

સુરતના સારોલીની શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગના કેસમાં તપાસ...

ક્રિકેટ ફેન્સ માટે મોટું સરપ્રાઇઝ! રોહિત શર્મા હવે ટીવી પર જોવા મળશે આ નવા રોલમાં

ક્રિકેટના મેદાન પર પોતાની આક્રમક બેટિંગથી ભલભલા બોલરોના છક્કા...
spot_img

કેનેડા અને અમેરિકામાં રહેતા દક્ષિણ એશિયાઈ મૂળના ઉદ્યોગપતિઓને નિશાન બનાવી ખંડણી રેકેટ ચલાવતી ‘ફોર બ્રધર્સ’ નામની ગેંગ સામે કેનેડાની પીલ રીજિનલ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પાંચ મહિનાની લાંબી તપાસ અને ઓપરેશન બાદ પોલીસે 17 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં મોટાભાગના આરોપીઓ ભારતીય મૂળના હોવાનું સામે આવ્યું છે.

પોલીસના જણાવ્યા મુજબ, આ ગેંગ કેનેડા અને અમેરિકામાં રહેતા દક્ષિણ એશિયન વેપારીઓને ધમકાવીને પૈસા ઉઘરાવતી હતી. જો કોઈ વેપારી ખંડણી ચૂકવવાનો ઇન્કાર કરે તો તેના ઘર, દુકાન અથવા ઓફિસ પર ફાયરિંગ કરવામાં આવતું હતું અને આગ લગાવી ડરાવવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. ગેંગ ખાસ કરીને બ્રેમ્પટન, મિસિસૌગા, કેલેડોન તેમજ બ્રિટિશ કોલંબિયાના વિસ્તારોમાં સક્રિય હતી. આ વિસ્તારોમાં મોટી સંખ્યામાં ભારતીય અને પંજાબી મૂળના લોકો વસવાટ કરે છે.

આ સમગ્ર કેસની તપાસ ડિસેમ્બર 2025માં શરૂ કરવામાં આવી હતી. ઓન્ટારિયો પ્રાંતીય પોલીસ, કેનેડા બોર્ડર સર્વિસિસ એજન્સી, ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI) અને કેનેડાની નાણાકીય એજન્સી FINTRAC સહિતની અનેક એજન્સીઓએ મળીને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા 17 શંકાસ્પદો કુલ 24 ગુનાહિત ઘટનાઓ સાથે જોડાયેલા છે, જેમાંથી 16 ઘટનાઓ સીધી રીતે ‘ફોર બ્રધર્સ’ નેટવર્ક સાથે સંકળાયેલી હોવાનું સામે આવ્યું છે. તમામ આરોપીઓ સામે મળીને કુલ 106 ગુનાઓ નોંધાયા છે.

Subscribe

Latest stories