Thursday, Oct 23, 2025

સોસાયટી માટે ડૂબી મરવા જેવું ! આણંદમાં ઓવરબ્રિજ નીચેથી નવજાતની લાશ મળતા ચકચાર

1 Min Read

Like drowning for the city

  • આણંદના ભાલેજ ઓવરબ્રિજ નીચેથી ત્યજી દેવાયેલ મૃત નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી.

રાજ્યમાં નવજાત બાળકો (Newborn babies) ત્યજી દેવાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. મા ની મમતા લાજે તેવા  અવાર નવાર કિસ્સાઓ સામે આવતા હોય છે. આણંદમાં (Aanand) માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. આણંદના ભાલેજ ઓવરબ્રિજ (Bhalej Overbridge) નીચેથી ત્યજી દેવાયેલ મૃત નવજાત શિશુ મળ્યું છે. રેલવે ટ્રેકથી 10 ફૂટ દૂર મૃત નવજાત મળી આવ્યું છે.

ભાલેજ ઓવરબ્રિજ નજીકથી મૃત નવજાત મળ્યું :

આણંદમાં ભાલેજ ઓવરબ્રિજ નજીકથી ત્યજી દેવાયેલી હાલતમાં મૃત નવજાત શિશુ મળી આવ્યું છે. રેલવે ટ્રેકથી 10 ફૂટ દૂર મૃત નવજાત બાળક મળ્યું છે. આણંદ રેલવે પોલીસે નવજાત બાળકનો મૃતદેહનો કબજે મેળવ્યો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

Share This Article