HomeCrimeકિન્નરોનો પ્રેમ પોલીસ સ્ટેશન પણ પહોંચ્યો, ઉચ્ચ અધિકારીને પણ વળી ગયો પરસેવો

કિન્નરોનો પ્રેમ પોલીસ સ્ટેશન પણ પહોંચ્યો, ઉચ્ચ અધિકારીને પણ વળી ગયો પરસેવો

Date:

Related stories

રેડ અલર્ટ પર અમદાવાદ! શહેરમાં ઠેરઠેર પાણી ભરાવાથી તંત્ર દોડતું થયું

અમદાવાદમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોની...

ફરી યાદો તાજા થઈ ! એશિયા કપ જીત્યા પણ ટ્રોફી લેવાનો નન્નો ભણ્યો

મેદાન પર ભારતે શ્રીલંકાને હરાવી એશિયા કપની ટ્રોફી તો...

લવ મેરેજના 6 મહિના બાદ પત્નીનું શંકાસ્પદ મોત, Scorpio-N અને ₹30 લાખની માંગનો આરોપ

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના મુરાદનગરમાં નવવિવાહિતાના શંકાસ્પદ મૃત્યુના કેસે ચકચાર...

મેઘરાજાનો મોટો ખતરો! ગુજરાતના 16 જિલ્લા રેડ અલર્ટ પર, આગામી કલાકો ભારે

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ સક્રિય થયો છે. આણંદના બોરસદમાં...
spot_img

Kinnaroo’s love also reached

  • અમદાવાદમાં બે યુવકો અને બે કિન્નરો વચ્ચેની લવ સ્ટોરી ચર્ચાનો વિષય બની છે. જોકે, આ વાત જાણીને તમને થોડી વિચિત્ર લાગશે પરંતુ આ કિસ્સો શહેરના દાણીલીમડા વિસ્તારનો છે.

કહેવાય છે કે ‘મોહબ્બત ઓર જંગ મેં સબ કુછ જાયજ હૈ’. અમદાવાદના (Ahmedabad) યુવક અને કિન્નર વચ્ચે પ્રેમ સંબંધનો કિસ્સો સામે આવ્યો છે. યુવકની ગેરહાજરીમાં તેની કિન્નર પ્રેમિકાને (Kinner girlfriend) મળવા ગયેલા અન્ય યુવકને માર મારી તેમજ છરી વડે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જોકે, પોલીસને જાણ થતા સ્થળ પર દોડી આવી હતી બંને યુવકોને પકડવા સહિતની કામગીરી હાથ ધરી હતી. જે બાદ યુવકોને છોડાવવા કિન્નરો પોલીસ સ્ટેશન (Police station) દોડી આવ્યા હતા અને પોતાના કપડા ફાડી હંગામો મચાવ્યો હતો. ત્યારે પોલીસે આ મામલે મારામારીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં બે યુવકો અને બે કિન્નરો વચ્ચેની લવ સ્ટોરી ચર્ચાનો વિષય બની છે. જોકે, આ વાત જાણીને તમને થોડી વિચિત્ર લાગશે પરંતુ આ કિસ્સો શહેરના દાણીલીમડા વિસ્તારનો છે. શહેરના દાણીલીમડા વિસ્તારમાં રહેતા બે યુવક મુસીર શેખ અને ફિરોજ શેખ ઉર્ફે કાલીયા તે જ વિસ્તારના બે કિન્નરના પ્રેમમાં પડ્યા અને બંને લિવ-ઇનમાં રહેતા હતા. જોયા ઉર્ફે સલ્લુકે કિન્નરનો પ્રેમી મુસીર શેખ કોઈ કામથી બહાર જવાનું થયું હતું. જે બાદ ફિરોજ શેખ ઉર્ફે કાલીયા મુસીરની કિન્નર પ્રેમિકા જોયા ઉર્ફે સલ્લુકેને મળવા ગયો હતો.

આ વાતની જાણ પ્રેમી મુસીર શેખને થતા તેણે ફિરોજ શેખ ઉર્ફે કાલીયાને મળવા બોલાવ્યો હતો. મુસીર શેખના બોલાવવા પર ફિરોજ શેખ ઉર્ફે કાલીયા તેને મળવા દાણીલીમડા ખાતે ટોરેન્ટ પાવરની ઓફિસ પાસે છારાનગર બહેમપુરા ગયો હતો. જ્યાં મુસીર શેખે ફિરોજ શેખ ઉર્ફે કાલીયાને કહ્યું તું મારી પ્રેમિકા જોયા ઉર્ફે સલ્લુકેને મળવા કેમ જાય છે. જે બાદ ઉશ્કેરાઈને મુસીર શેખે ગંદી બિભત્સ ગાળો આપી ફિરોજ શેખ ઉર્ફે કાલીયા પર છરી વડે હુમલો કર્યો હતો. ફિરોજ શેખ ઉર્ફે કાલીયાના હાથ તેમજ અન્ય જગ્યાએ છરી વાગ્યાના નિશના હતા.

ત્યારે આ મામલે પોલીસનું કહવું છે કે, બંને યુવકો કિન્નરો સાથે લિવ-ઇનમાં રહેતા હતા. એક યુવકની ગેરહાજરીમાં બીજો યુવક તેના મિત્ર કિન્નરના ત્યાં ગયો હતો. જેની યુવકે દાઝ રાખી બીજા યુવકને મળવા બોલાવી છરીથી હુમલો કર્યો હતો. અમે મારામારીના ગુનામાં આરોપીઓને પોલીસ સ્ટેશન લાવ્યા હતા, જ્યાં બંને નશાની હાલતમાં હતા. પોતાના પ્રેમીઓને છોડાવવા માટે કિન્નરોએ પોલીસ સ્ટેશનમાં આવી હોબાળો મચાવ્યો હતો અને પોતાના કપડા ફાડી નાખ્યા હતા.

આ પણ વાંચો –

 

Subscribe

Latest stories

spot_img