Friday, Oct 24, 2025

સવારના વાતાવરણમાં માત્ર ૩૦ મિનિટ કરેલી વોકથી શરીરને થશે આ ૩ ગજબના ફાયદા

3 Min Read
  • કેટલાક લોકોની જીવનશૈલી વ્યસ્તતાભરેલી હોય છે જેના કારણે તેઓ વોક કરવા માટે સમય કાઢી શકતા નથી. જો કે આજે તમને જે વાત જણાવવા જઈ રહ્યા છે તેને જાણ્યા બાદ તમે વ્યસ્ત જીવનશૈલીમાંથી પણ સમય કાઢી સવારે ૩૦ મિનિટ વોક કરવાનું શરુ કરી દેશો.

 ચાલવું એક ઉત્તમ કસરત છે. સ્વાસ્થ્ય સારું રાખવા માટે રોજ ૫૦૦૦ ડગલાં ચાલવાની સલાહ આપવામાં આવે છે. ખાસ કરીને જે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે સભાન હોય છે તેઓ મોટાભાગે સવારે વહેલા ચાલવાનું પસંદ કરે છે. પરંતુ કેટલાક લોકોની જીવનશૈલી વ્યસ્તતાભરેલી હોય છે જેના કારણે તેઓ વોક કરવા માટે સમય કાઢી શકતા નથી. જો કે આજે તમને જે વાત જણાવવા જઈ રહ્યા છે તેને જાણ્યા બાદ તમે વ્યસ્ત જીવનશૈલીમાંથી પણ સમય કાઢી સવારે 30 મિનિટ વોક કરવાનું શરુ કરી દેશો.

સવારે વોક કરવાના ફાયદા :

સ્ટેમિના વધે છે

જો તમે રોજ સવારે ૩૦ મિનિટ ચાલો છો તો તેનાથી ફેફસાંની ક્ષમતા વધે છે અને પછી તમે શરીરમાં વધુ ઓક્સિજન લઈ શકો છો. તેનાથી શ્વાસોશ્વાસની પ્રક્રિયા સુધરે છે અને તમારો સ્ટેમિના પણ વધી જાય છે. નિયમિત વોક શરુ કર્યા પછી સીડી ચડવામાં કે દોડતી વખતે તમને શ્વાસ નહીં ચઢે.

વજન ઘટાડવામાં મદદ મળે છે :

સ્થૂળતા એ ઝડપથી ફેલાતી સમસ્યા છે. ઘણા લોકોની શારીરિક પ્રવૃત્તિ એટલી ઓછી હોય છે કે તેમનું વજન ઝડપથી વધી જાય છે. ખાસ કરીને પેટ અને કમરની ચરબી વધી જાય તો તેને ઘટાડવું મુશ્કેલ થઈ જાય છે. તેનાથી બચવા માટે રોજ સવારે ચાલવા માટે સમય કાઢવો જ જોઈએ.

હૃદયનું સ્વાસ્થ્ય સુધરશે :

જે લોકો નિયમિત મોર્નિંગ વોક કરે છે તેઓ કોરોનરી આર્ટરી ડિસીઝ, ટ્રિપલ વેસલ ડિસીઝ, હાર્ટ એટેક અને હાર્ટ ફેલ્યોરનું જોખમ ઘણે અંશે ઘટાડે છે. કારણ કે નિયમિત ૩૦ મિનિટ લોહી કરવાથી ધમનીમાં જામેલી ચરબી ઘટે છે. જેનાથી હૃદય સુધી રક્ત બરાબર પહોંચે છે અને હૃદય સ્વસ્થ રહે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ગુજરાત ગાર્ડિયન તેની પુષ્ટિ કરતું નથી.)

આ પણ વાંચો :-

Share This Article