જમ્મુ-કાશ્મીરમાં બુધવારે વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આજે પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તિજા મુફ્તી સહિત 219 ઉમેદવારો 24 બેઠકો માટે મેદાનમાં છે. 24 બેઠકો પર 90 અપક્ષ સહિત 219 ઉમેદવારો માટે 23 લાખથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. વિસ્થાપિત કાશ્મીરી પંડિતો દક્ષિણ કાશ્મીરના અનંતનાગ, પુલવામા, શોપિયાં અને કુલગામ જિલ્લાના 16 વિધાનસભા મતવિસ્તારોમાં તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.
જમ્મુ કાશ્મીરમાં આજે યોજાઈ રહેલ પ્રથમ તબક્કાની ચૂંટણીમાં વિક્રમી મતદાન થઈ શકે છે. આજે બપોરના 3 વાગ્યા સુધીમાં જ 50.65 ટકા મતદાન સંપન્ન થઈ ચૂક્યું છે. હજુ છેલ્લા કલાકોમાં મતદાનની ટકાવારી વધે તેવી સંભાવના છે.
જમ્મુ-કાશ્મીરમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. પ્રથમ તબક્કામાં જમ્મુ વિભાગની કિશ્તવાડ વિધાનસભા બેઠક પર પણ મતદાન થઈ રહ્યું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ અહેવાલ આપ્યો છે કે કિશ્તવાડ વિધાનસભાના બગવાન મોહલ્લા મતદાન કેન્દ્રમાં હંગામાને કારણે થોડા સમય માટે મતદાન અટકાવવું પડ્યું હતું. ANIએ પોલિંગ બૂથ પર હંગામાનો વીડિયો પણ શેર કર્યો છે.
ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટર પર લખ્યું કે મજબૂત ઈચ્છાશક્તિવાળી સરકાર જ આતંકવાદ મુક્ત જમ્મુ-કાશ્મીર બનાવી શકે છે, ત્યાંના નાગરિકોના અધિકારોનું રક્ષણ કરી શકે છે અને વિકાસ કાર્યોને ઝડપી બનાવી શકે છે. આજે હું જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન કરવા જઈ રહેલા મતદારોને એવી સરકાર બનાવવા માટે ઉત્સાહપૂર્વક મતદાન કરવા અપીલ કરું છું જે અહીંના યુવાનોને શિક્ષણ, રોજગાર, મહિલાઓનું સશક્તિકરણ અને રોજગાર પ્રદાન કરશે.
આ પણ વાંચો :-