Saturday, Sep 13, 2025

ISKCON Bridge Case : તથ્ય પટેલે કોર્ટમાં શું કરી અરજી, જાણીને ચોંકી જશો

3 Min Read
  • તથ્ય પટેલે ૧૯મી જુલાઈની રાત્રે સર્જેલા અકસ્માતમાં ૦૯ લોકોને જીવતા કચડી નાખ્યા હતા.

શહેરના ઈસ્કોન બ્રિજ પર પૂરપાટ ઝડપે જેગુઆર કારથી અકસ્માત સર્જી ૦૯ લોકોના જીવ લેનારા તથ્ય પટેલે મિર્ઝાપુર કોર્ટમાં અરજી કરી છે. જેમાં તેણે જેલમાં પોતાના ભણતરની વ્યવસ્થા કરવા અને ઘરનું ભોજન આપવા માંગ કરી છે. આગામી દિવસો કોર્ટ આ મુદ્દે નિર્ણય લેશે. તથ્ય પટેલને જેલમાંથી આજે કોર્ટમાં રજૂ કરવાનો હતો પરંતુ કેસને લગતા ડોક્યુમેંટ આવતીકાલે કોર્ટમાં રજૂ કરાશે તેથી તેને આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે.

તથ્ય પટેલની આંખોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ કેસમાં પોલીસ દ્વારા વિવિધ પાસા અંગે તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે તથ્ય પટેલની આંખોનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જો કે તથ્ય પટેલની આંખોમાં કોઈ ખામી ન હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે. તથ્ય પટેલનો આઈ વિઝન ટેસ્ટનો ચાર્જશીટમાં સમાવેશ કરાયો છે.

તથ્ય પટેલે ૧૯મી જુલાઈની રાત્રે સર્જેલા અકસ્માતમાં ૯ લોકોને જીવતા કચડી નાખ્યા હતા. આ ગોઝારી ઘટનાએ માત્ર અમદાવાદ નહીં પરંતુ આખા ગુજરાતને હચમચાવી નાખ્યું હતું. મોડી રાત્રે બનેલી એક અકસ્તમાની ઘટનામાં લોકો ટોળો વળ્યા હતા અને પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે ૧૪૦ કરતા વધુ ગતિમાં જેગુઆર કાર લઈને આવેલા તથ્યએ લોકોને કચડી નાખ્યા હતા.

જોકે તથ્યની અમુક જ કલાકોમાં ધરપકડ કરી લેવામાં આવી હતી. તથ્ય પટેલે આચરેલા કૃત્ય સામે ૧૭૦૦ પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી હતી. જેમાં તેનો DNA રિપોર્ટ, FSL રિપોર્ટ સહિતની બાબતોનો ઉલ્લેખ ચાર્જશીટમાં કરવામાં આવ્યો હતો. માત્ર ૧૦ દિવસની અંદર ૯ લોકોને કચડી નાખનારા તથ્ય પટેલ સામેની ચાર્જશીટ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ફાઈલ કરી દેવામાં આવી હતી. જેમાં ૫૦ લોકોના પોલીસને નિવેદન લીધા હતા.

અકસ્માત સ્થળ રૂટના CCTV ફૂટેજ, તથ્યનો DNA રિપોર્ટ, FSL રિપોર્ટ સહિતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મધરાતે સર્જાયેલા અકસ્માત મામલે ઈસ્કોન બ્રિજ પર ટોળું ભેગું થયું હતું. ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવતી જેગુઆર કારે ટોળાને કચડી માર્યા હતા. જેમાં ૯ લોકોના મોત નીપજ્યા હતા.

જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટનામાં એક પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાનનું પણ મોત નીપજ્યું હતું. નોંધનીય છે કે, અગાઉ આ કેસમાં કારચાલક તથ્યનો આલ્કોહોલ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ૯ લોકોના મોતના આરોપીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

આ પણ વાંચો :-

 

Share This Article