Saturday, Sep 13, 2025

પૈસાની લાલચમાં સાસુ-સસરા બન્યા હેવાન, પુત્ર-પુત્રવધુની અંગત પળોના વીડિયો કર્યા વાયરલ

3 Min Read
  • રાજકોટમાં પુત્ર-પુત્રવધૂના અંગત પળોના વીડિયો ઉતારી સાસુ-સસરાએ વેબસાઈટ પર મુક્યા, પરિણીતાની ફરિયાદના આધારે સાયબર ક્રાઈમે સાસુ-સસરા અને પતિની કરી ધરપકડ.

રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં જે ઘટના બની છે તેના વિશે જાણીને તમે પણ હચમચી જશો. રૂપિયા કમાવવાની લાલચમાં માવતર જ કમાવતર બન્યા હોવાના અનોખા કિસ્સાએ સમગ્ર શહેરમાં ચર્ચા જગાવી છે. રૂપિયા કમાવવાની લાલચે સાસુ-સસરાએ પુત્ર અને પુત્રવધૂના અંગત રીતે વીડિયો ઉતારી વેબસાઈટ પર મુકતા ખળભળાટ મચી ગયો છે.

પરિણીતાએ સાયબર ક્રાઈમમાં સાસુ-સસરા અને પતિ સામે ફરિયાદ નોંધાવી છે. પુત્રવધૂએ વહેલી પ્રસૂતિ માટે સસરાએ દોરાધાગા પહેરાવ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. હાલ સાયબર ક્રાઈમે સાસુ-સસરા અને પતિની ધરપકડ કરી છે.

આ મામલે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, વિજ્ઞાન જાથા આ પરિવારની મુલાકાત લેશે અને ભવિષ્યમાં આ પ્રકારે બનાવ ન બને તે માટે સમજાવટ કરવામાં આવશે. આ ઘટના નારી જાતિનું અપમાન છે.

આ સમગ્ર ઘટના અંગે અમે માહિતી મેળવી રહ્યા છીએ. સસરા દ્વારા જે રીતે સમગ્ર ષડયંત્ર રચાયું તે ખરેખર નિંદનીય છે. દોરા-ધાગા, અંધ વિશ્વાસની માન્યતાની નિંદા કરીએ એટલી ઓછી છે. ભવિષ્યમાં કોઈપણ સમાજમાં આ પ્રકારના બનાવ ન બને તે માટે સરકારે કડક પગલા લેવા જરૂરી છે.

રાજકોટના ધનાઢ્ય પરિવારની વર્ષીય પુત્રવધૂએ આરોપીઓ દ્વારા તેની સાથે સેક્સ્યુઅલ એક્સપ્લોઈટેશન, સેક્સ્યુઅલ એબેટમેન્ટ કરવામાં આવતું હોવાની ફરિયાદ નોંધાવી છે. તેણે જણાવ્યું છે કે લગ્નના બે વર્ષમાં જ લાલચુ સાસરિયાએ તેનું જીવન બરબાદ કરી નાખ્યું છે.

સાસુ-સાસરિયાએ જ પુત્ર અને પુત્રવધૂના અંગત પળોના વીડિયો ઉતાર્યા હતા. એટલું નહીં આ વીડિયોને વેબસાઈટ પર પણ મૂક્યા હતા. તો વેબ કેમેરાથી ૧૦વખત તેમની અંગત પળોને લાઈવ કરી હતી.

અંધશ્રદ્ધાળુ સસરાએ અનેક વખત દોરા-ધાગા પહેરાવી તેની વિધિ કરાવી હતી. તો સાસુ-સસરા દ્વારા વહેલી ડિલિવરી કરવા માટે પુત્રવધૂ પર દબાણ કરવામાં આવતું હતું. તેમજ વહેલી ડિલિવરી નહીં કરે તો પતિનું મૃત્યુ થશે તેવું કહીને તેને ડરાવતા હતા.

હાલ પરિણીતાની ફરિયાદના આધારે સાયબર ક્રાઈમે શહેરની નામાંકિત હોટલ સાથે સંકળાયેલા ધનાઢ્ય પરિવાર સામે આકરી કાર્યવાહી કરવામાં આવી છે. સાયબર ક્રાઈમે સાસુ-સસરા અને પતિની ધરપકડ કરી તપાસ શરૂ કરાઈ છે.

આ પણ વાંચો :-

Share This Article