HomeSurat Cityસુરતમાં પ્રથમ વરસાદે ખોલી મનપાની પોલ! 300 ભૂવા, 24 રસ્તા બેસી ગયા

સુરતમાં પ્રથમ વરસાદે ખોલી મનપાની પોલ! 300 ભૂવા, 24 રસ્તા બેસી ગયા

Date:

Related stories

ઈરાન પાસેથી ક્રૂડની ખરીદી બદલ બે ભારતીય કંપનીઓ અને પાંચ ભારતીયો પર અમેરિકાએ પ્રતિબંધો લાદ્યા

ઈરાન સાથે પેટ્રોલિયમ ઉત્‍પાદનોના વેપારમાં સંડોવણીનો આરોપ હેઠળ અમેરિકાએ...

ચૂંટણી પહેલા, યોગી સરકારે આ એરપોર્ટને આપશે પીએમ નરેન્દ્ર મોદીનું નામ

આજે લખનૌ ખાતે મુખ્યમંત્રી યોગી સરકારની કેબિનેટ બેઠક મળી...

બિગ બોસ ફેમ શેફાલી બગ્ગાએ EDને પરત કર્યા ₹1.5 કરોડ, ઘરની તપાસ દરમિયાન ₹30 લાખ રોકડા જપ્ત

મહાદેવ બેટિંગ એપ કેસમાં એક્સ બિગ બોસ કન્ટેસ્ટન્ટ શેફાલી...
spot_img

ગુજરાતમાં મોડે મોડે પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદે પાણી પાણી કરી નાખ્યું છે. હાલ રાજ્ય પણ પાંચ સિસ્ટમ સર્જાય છે અને તેના કારણે પડી રહેલા વરસાદમાં સિસ્ટમની પોલ છતી થઈ ગઈ છે. કારણ કે આ પહેલા જ વરસાદમાં ડાયમંડ સિટી સુરતમાં રસ્તાઓની હાલત એટલી કથળી ગઈ કે તંત્રની કામગીરી પર અનેક પ્રશ્નો ઊભા થઈ ગયા છે.

મળતી વિગતો અનુસાર, સુરત સીટીમાં આજે વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. પહેલા જ વરસાદમાં સુરત મનપાની પ્રી મોન્સૂન એક્ટિવિટી સામે પ્રશ્નો ઊભા થયા હતા. કારણ કે શહેરના અનેક માર્ગો પર ખાડાઓનું સામ્રાજ્ય ખડું થઈ ગયું છે. શહેરના રસ્તાઓ પર અંદાજે 300 જેટલા ખાડાઓ પડ્યા હોવાની માહિતી મળી રહી છે. તો આ સાથે જ શહેરના 24 જેટલા રોડ બેસી ગયા હોવાના પણ અહેવાલ છે. રસ્તાઓની કથળી ગયેલી હાલતની સીધી અસર ટ્રાફિક પર જોવા મળી રહી છે અને વાહન ચાલકોને હેરાન થવાની નોબત આવી છે.

આજે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે 1 વાગ્યા સુધીમાં રાજ્યના 8 જિલ્લામાં રેડ એલર્ટ નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વલસાડ, નવસારી, ડાંગ, સુરત તેમજ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં તેમજ દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ, સુરતમાં અતિભારે વરસાદની આગાહી હોઇ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ડાંગ, તાપી, નર્મદા,છોટા ઉદેપુર, વડોદરા, અમરેલી અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં રાજ્યના 172 તાલુકામાં વરસાદ વરસ્યો છે. બે તાલુકામાં 12 ઇંચથી વધારે, બે તાલુકામાં 10 ઇંચથી વધારે, બે તાલુકામાં 9 ઇંચથી વધારે, એક તાલુકામાં 8 ઇંચથી વધારે, એક તાલુકામાં 7 ઇંચથી વધારે, બે તાલુકામાં 5 ઇંચથી વધારે, એક તાલુકામાં 4 ઇંચથી વધારે, 8 તાલુકામાં 3 ઇંચથી વધારે, 12 તાલુકામાં 2 ઇંચથી વધારે, 36 તાલુકામાં 1 ઇંચથી વધારે તથા 100 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હતો.

Subscribe

Latest stories