Sunday, Mar 23, 2025

વડોદરામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ, એપાર્ટમેન્ટની અગાશી પર અરબી ઝંડા ફરકાવાયા

2 Min Read

ગુજરાતમાં ગણેશોત્સવની રંગેચંગે ઉજવણી થઈ રહી છે. ત્યારે સુરતમાં ગઈકાલે રાત્રે વાતાવરણ તંગ થયું હતું. તો હવે વડોદરમાં પણ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.શહેરના ભાયલી વિસ્તારમાં આવેલા અર્બન 7 ફ્લેટ્સના ટેરેસ પર અરબી ઝંડો લગાડવામાં આવતા સ્થિતિ તંગ થવા પામી છે. આ મામલે સ્થાનિક કોર્પોરેટર નિતિન દોંગાને જાણ થતા જ તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને ઝંડો દુર કરાવ્યો હતો. ઘટનાને પગલે ફ્લેટ્સમાં મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

વડોદરા શહેરનું શાંતિપૂર્ણ વાતાવરણ ડહોળાય તેવા પ્રયાસો થયા હોવાનું સામે આવ્યું છે. શહેરના ભાયલી વિસ્તારમાં આવેલા અર્બન 7 ફ્લેટ્સના ટેરેસ પર અરબી ઝંડો લહેરાઇ રહ્યો હોવાનું જોવા મળ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક કોર્પોરેટર નિતિન દોંગા દોડી આવ્યા હતા. અને તાત્કાલિક અરબી ઝંડો દુર કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગે જાણ થતા જ સ્થાનિક પોલીસ મોટી સંખ્યામાં દોડી આવી હતી.

સુરતના સૈયદપરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે તોફાની તત્વોએ ગણેશ મંડપ પર પથ્થરમારો કર્યો હતો તેના પડઘા બીજે દિવસે સાંભળવા મળ્યા. સુરત મહાનગર પાલિકા અને સુરત પોલીસે તોફાની તત્વોને પાઠ ભણાવતા જ્યાથી પથ્થરમારો થયો હતો તેની આસપાસના ગેરકાયદેસર દબાણ કડકાઈથી હટાવી દીધા હતા. સુરતના સૈયદ પરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે કેટલાક તોફાની તત્વોએ ગણેશ પંડાલ પર પથ્થરો ફેંક્યા હતા. આ ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો રોડ પર ઉતરી આવ્યા હતા. ગણેશ મંડપ પર પથ્થર ફેંકનારને પોલીસે ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ બંને કોમના લોકો સામસામે આવી જતા મામલો ગરમાયો હતો.

આ પણ વાંચો :-

Share This Article