Saturday, Sep 13, 2025

જો તમે સ્પાના શોખીનો ચેતજો ! હવે સંચાલકોએ પોલીસને આપવો પડશે ડેટા, વિદેશી યુવતીઓ….

2 Min Read

If you are a spa lover

  • સ્પાની આડમાં ચાલતા ગોરખધંધાઓને બંધ કરવા પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. વિદેશી યુવતીના કામ કરવા પર મુક્યો પ્રતિબંધ.

સુરત (Surat) શહેરમાં સ્પાને લઈ પોલીસ એક્શનમાં મોડમાં આવી ગઈ છે. વાત જાણે એમ છે કે હવે સુરત પોલીસ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં હવે સ્પામાં વિદેશી યુવતીઓના કામ કરવા પર પ્રતિબંધ મુકાયો છે. આ સાથે સ્પા સંચાલકે (Spa manager) સ્ટાફના ફોટો પ્રુફની જાણકારી પણ પોલીસને આપવી પડશે તેવું પણ જણાવાયું છે.

છેલ્લા ઘણા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સુરતનું નામ મોખરે થઇ રહ્યુ છે. હત્યા, દુષ્કર્મ સહિતની ઘટનાઓ બાદ હવે દેહવ્યાપારના ધંધા ચાલી રહ્યા હોવાનું પોલીસ પોલીસને કાને વાત પડી હતી. જેને લઈ અગાઉ પણ સુરત પોલીસ દ્વારા સ્પાની આડમાં ચાલતા ગોરખધંધાઓ પર રેડ કરી કાર્યવાહી કરેલ છે.

સુરત પોલીસની મોટી કવાયત :

સુરત પોલીસ દ્વારા હવે એક મોટી કવાયત કરવામાં આવી છે. મહત્વનું છે કે, સુરતમાં સ્પાની આડમાં ચાલતા ગોરખધંધાઓને બંધ કરવા પોલીસ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ હવેથી સ્પામાં વિદેશી યુવતીઓના કામ કરવા પર પ્રતિબંધ મુકાયો છે. આ સાથે સ્પા સંચાલકે સ્ટાફના ફોટો પ્રુફની જાણકારી પણ પોલીસને આપવી પડશે તેવું જણાવાયું છે.

હુકમનો ભંગ થશે તો કાર્યવાહી :

સુરત પોલીસ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલ જાહેરનામામાં ગોરખધંધા બંધ કરાવવા અનેક હુકમો કરાયા છે. જે મુજબ સ્પામાં વિદેશી યુવતીઓના કામ કરવા પર પ્રતિબંધ અને સ્ટાફના ફોટો પ્રુફની જાણકારી પોલીસને આપવી સહિતના હુકમો સામે છે.

આ પણ વાંચો :-

 

Share This Article