If population control law is not introduced
- વિશ્વ હિંદુ પરિષદના નેતા પ્રવીણ તોગડિયાએ એવું જણાવ્યું કે રામમંદિરને સુરક્ષિત રાખવા વસતી નિયંત્રણ કાયદો લાવવો જરુરી છે.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંયોજક પ્રવિણ તોગડિયાએ (Pravin Togadia) જનસંખ્યા નિયંત્રણ કાયદો (Population Control Act) બનાવવાની માંગ કરી છે. પ્રવીણ તોગડિયાએ વસ્તી નિયંત્રણ અને વસ્તીમાં અસંતુલન પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે ઘણા પ્રયત્નો બાદ રામ મંદિર (Ram temple) બની રહ્યું છે અને જો જનસંખ્યા નિયંત્રણ કાયદો નહીં લાવવામાં આવે તો 50 વર્ષ પછી રામ મંદિર સુરક્ષિત નહીં રહે.
હિંદુઓએ મોટું કામ કર્યું :
પ્રવીણ તોગડિયાએ કહ્યું કે હિન્દુઓએ ભેગા થઈને લોકોને જાગૃત કરવાનું કામ કર્યું અને રામ મંદિર નિર્માણ માટે આંદોલન શરૂ કર્યું. તેમણે કહ્યું કે હિન્દુઓએ ગામડે-ગામડે જઈને લોકોનો સહયોગ મેળવ્યો અને રામ મંદિર નિર્માણ માટે દાન એકઠું કર્યું. તેમણે પોતાના અભિયાનને દેશમાં હિન્દુઓને સમૃદ્ધ અને સુરક્ષિત બનાવવાની પહેલ ગણાવી હતી.
હિન્દુઓની આસ્થા ક્યારેક ઓછી ન થઈ શકે :
હિન્દુઓની આસ્થા અને સનાતન ધર્મ વિશે કરવામાં આવેલા નિવેદનો પર પ્રવીણ તોગડિયાએ કહ્યું કે કરોડો હિંદુઓની આસ્થા તેમના દિલમાં વસે છે અને કોઈનું પણ નિવેદન ક્યારેય આ વિશ્વાસને ખતમ કે ઘટાડી શકશે નહીં. તેમણે કહ્યું કે આવી વાતો કરનારાઓને નજરઅંદાજ કરો. લોકપ્રિયતા મેળવવા માટે તેઓ આવા કામ કરી રહ્યા છે. આવા લોકોને મહત્વ ન આપવું જોઈએ.
મિસાઈલો અને તલવારો પણ શાંતિના પ્રતીક :
મીડિયા સાથે વાત કરતા પ્રવીણ તોગડિયાએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના “બુલડોઝર શાંતિ અને વિકાસનું પ્રતીક બની શકે છે” માટે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું હતું. તલવારો અને મિસાઈલો પણ શાંતિનું પ્રતીક છે.
આ પણ વાંચો :-