Wednesday, Oct 29, 2025

ધંધુકા-બોટાદ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ૩ યુવકોને ભરખી ગયો કાળ

1 Min Read

ધંધુકા-બોટાદ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ૩ યુવકોને ભરખી ગયો કાળ

  • Accident in Botad : ધંધુકા-બોટાદ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે ૦૨ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. જેમાં ક્યારેક કોઈક દિવસ ગુજરાત (Gujarat) માટે ગોઝારો પણ સાબિત થતો હોય છે. ત્યારે આજે વધુ એક ગંભીર અકસ્માતની ઘટના ઘટી છે. ધંધુકા-બોટાદ હાઈવે (Dhandhuka-Botad Highway) પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે. જ્યારે અન્ય ૦૨ની હાલત ગંભીર છે.

અકસ્માતમાં ત્રણના મોત :

મળતી માહિતી અનુસાર બોટાદ-ધંધુકા હાઈવે પર બરવાળા રોડ નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ ભયાનક અકસ્માતમાં અકસ્માતમાં ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે. જ્યારે બે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલે ધંધુકા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

 

Share This Article