ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ

Share this story

ગુરુવારના દિવસે મેઘરાજાની સવારી ઉત્તર ગુજરાત તરફ વળી હતી. ઉત્તર ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો. ગુરુવારે ઉત્તર ગુજરાતમાં વરસાદે ધબધબાટી બોલાવી હતી. મેઘરાજાએ મહેસાણાના વિજાપુરમાં જળબંબાકારીની સ્થિતિ સર્જી હતી. 24 કલાકમાં વિજાપુરમાં પોણા છ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સાબરકાંઠાના તલોદમાં પાંચ ઈંચ વરસાદ પડ્યો હતો. જોકે, આજે પણ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી હતી. જેમાં ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat Rain : રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું, શુક્રવારે 3 તાલુકામાં જ એક ઇંચથી વધારે વરસાદ | gujarat monsoon 75 taluka rain in 26 July 2024 weather and imd forecast updates

આજે સવારે ધબધબાટી બોલાવ્યા બાદ બપોર પછી વરસાદનું જોર ઘટતું દેખાય છે. કારણ કે ગાંધીનગરના માણસામાં સવારે ત્રણ ઈંચ વરસાદ નોંધાયા બાદ બીજે ક્યાંય આ કરતા વધારે વરસાદ નોંધાયો નથી. સ્ટેટ ઇમરન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 6 સપ્ટેમ્બર 2024, શુક્રવારના દિવસે સવારે 6 વાગ્યથી લઈને બપોરે 12 વાગ્યા સુધીમાં 81 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

આજે સવારથી જ ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. સ્ટેટ ઇમરન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 6 સપ્ટેમ્બર 2024, શુક્રવારના દિવસે સવારે 6 વાગ્યથી લઈને સવારના 10 વાગ્યા સુધીમાં 66 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ગાંધીનગરના માણસામાં બે કલાકમા ત્રણ ઈંચ ખાબક્યો હતો.

મહેસાણામાં જળબંબાકાર કર્યા બાદ આજે બનાસકાંઠા અને સાબરકાંઠાનો વારો છે. હવામાન વિભાગની આગહી પ્રમાણે બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની શક્યતા સેવી છે. રાજકોટ, મોરબી, ભાવનગર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

આજે 6 સપ્ટેમ્બર 2024, શુક્રવારના દિવસે ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, નવસારી ઉપરાંત સૌરાષ્ટ્ર જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, બોટાદ, દીવ અને કચ્છમાં આજે સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો :-