Saturday, Sep 13, 2025

અમદાવાદ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર, અકસ્માતમાં બે લોકોના મોત

1 Min Read

અમદાવાદ શહેરમાં અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે. ત્યારે આજે વહેલી સવારે વધુ એક અકસ્માતની ઘટના બની છે. ભીમસરા પાટીયા પાસે ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ઘટના સ્થળે જ બે લોકોના મૃત્યુ થયાં છે. જ્યારે બે લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

ભીમસરા પાટીયા પાસે વહેલી સવારે એક કાર રોડ પર ઉભેલી ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયાં હતાં અને બે લોકોને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. નાના ચિલોડા કરાઈ કટ પાસે શનિવારે રાતે પૂરપાટ ઝડપે આવી રહેલા એક ચાલકે અન્ય એક કાર અને એક્ટિવાચાલકને અડફેટે લીધા હતા, જેમાં એક્ટિવા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે અન્ય કારચાલકને પણ ઈજા પહોંચી હતી. અકસ્માત કરનાર કારચાલક પોલીસકર્મી હતો તથા દારૂ પીધેલી હાલતમાં હતો.

આ દુર્ઘટનામાં બે લોકોના તો ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા, તો બે લોકોને ઈજા પહોંચી હતી. આ ઈજાગ્રસ્તોને સારવાર માટે ૧૦૮ દ્વારા બગોદરા આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. આજે વહેલી સવારે આ ઘટના સર્જાઈ હતી. કારમાં સવાર લોકો અમદાવાદથી જામખંભાળીયા જઈ રહ્યા હતા.

આ પણ વાંચો :-

Share This Article