HomeInternationalઅમેરિકામાં ગુજરાતી યુવકની ધરપકડ, દારૂની દુકાને ગ્રાહક પર હુમલો પડ્યો ભારે

અમેરિકામાં ગુજરાતી યુવકની ધરપકડ, દારૂની દુકાને ગ્રાહક પર હુમલો પડ્યો ભારે

Date:

Related stories

રવિવારે સૂર્યદેવની કૃપા કોના પર? 12 રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે?

૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬, રવિવાર માટેનું ૧૨ રાશીઓનું સચોટ રાશીફળ...

સુરતના શ્યામ સંગીની માર્કેટ આગકાંડમાં 1000થી વધુ CCTV તપાસ્યા બાદ મોટો ખુલાસો!

સુરતના સારોલીની શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગના કેસમાં તપાસ...

ક્રિકેટ ફેન્સ માટે મોટું સરપ્રાઇઝ! રોહિત શર્મા હવે ટીવી પર જોવા મળશે આ નવા રોલમાં

ક્રિકેટના મેદાન પર પોતાની આક્રમક બેટિંગથી ભલભલા બોલરોના છક્કા...

તમારા સવાલ જવાબ આપવાના બદલે આ AI સિસ્ટમએ કરી ત્રણ કંપની હેક!

શું તમે ક્યારેય વિચાર્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)...
spot_img

અમેરિકામાં દારૂની દુકાને કામ કરતા એક ગુજરાતીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, દુકાને એક ગ્રાહક પર હુમલો કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. ધરપકડ બાદ સામે આવ્યું કે આરોપી ગુજરાતી શખ્સ અમેરિકામાં ઘણા સમયથી ગેરકાયદે રહે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકાના મેસેચૂસેટ્સમાં રહેતા ગુજરાતી ધવલ અમરતભાઇ પટેલની વોરસેસ્ટર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ધવલ પટેલ પર દારૂની દુકાનમાં એક ગ્રાહક સાથે તકરાર અને બાદમાં બેઝબોલ બેટથી માર મારવાનો આરોપ છે. પોલીસના દાવા મુજબ પટેલ દારૂની દુકાને કામ કરે છે જ્યાં આવેલા એક ગ્રાહક સાથે તકરાર થઇ હતી જેણે બાદમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ મામલે ધવલ પટેલની ધરપકડ કરવામાં આવી હતી.

ધરપકડ બાદ અસિસ્ટન્ટ સેક્રેટરી લોરેન બીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતના એક ગેરકાયદે રહેતા નાગરિકને એમ હશે કે તે ખુલ્લેઆમ કોઇની પણ સાથે મારપીટ કરી શકે છે, જોકે પોલીસ દ્વારા તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. બાદમાં તેને પોલીસ દ્વારા છોડી પણ મુકવામાં આવેલ છે. અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે જણાવ્યું હતું કે સ્થાનિક સ્તરે સહયોગ ના મળતા આરોપીને છોડી મુકવામાં આવેલ જોકે બાદમાં તેની ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એટલે કે આઇસ દ્વારા ધરપકડ કરાઇ હતી.

Subscribe

Latest stories