Wednesday, Oct 29, 2025

ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધને લીધે ગુજરાતીઓના નવરાત્રિના દાંડિયા રાસના કાર્યક્રમો કેન્સલ કરાયા છે.

2 Min Read

ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલા યુધ્ધમાં અનેક લોકોના મોત થયા છે ત્યારે ત્યાં રહેતા ગુજરાતીઓ પણ સાયા છે. જેરૂસલેમમાં રહેતા પોરબંદરના દંપતિએ તો યુધ્ધને પગલે ગુજરાતીઓ માટે જમવા-રહેવાની સગવડ શરૂ કરી છે. જોકે આ વખતે યુદ્ધને લીધે ગુજરાતીઓના નવરાત્રિના દાંડિયા રાસના કાર્યક્રમો કેન્સલ કરાયા છે.

પોરબંદરના અને હાલ જેરૂસલેમમાં છેલ્લા ૪ વર્ષથી સ્થાયી થયેલા દેવ ગોરાણીયા અને દિશા ઓડેદરા જણાવે છે કે, ગત શુક્રવારે તેલઅવિવ અને બાતિયામ શહેર પર હમાસ દ્વારા રોકેટ છોડાયા તે સાથે જ યુદ્ધ શરૂ થયું. સોમવારે જેરૂસલેમમાં ૨ રોકેટ પડયા. જેમાં એક બિલ્ડીંગ તો અન્ય વાહન પર પડયું. જેમાં કોઈ વ્યક્તિને નુકશાન પહોચ્યું નથી. બાદમાં બે આતંકવાદી પણ પકડાઇ ગયા. જે પછી હાલ પરિસ્થિતિ થોડી શાંત છે. સરકારે ઘરવખરીનો સંગ્રહ કરવા સૂચના આપી છે. જેને પગલે દૂધની 3 કોથળીના ૧૪ સેકેલ (એક સેકેલના ભારતીય કરન્સી મુજબ ૩.૨૨.૨૧) હતા. જેના ૧૮ સેકેલ તો ટામેટાના કિલોના ૩ સેકેલના ૧૦ સેકેલ થઇ ગયા. યુધ્ધને પગલે આ વખતે નતાનીયામાં નવરાત્રિના દાંડિયા રાસના આયોજનો કેન્સલ કરી દેવાયા છે. વીજ કનેક્શન, ઇન્ટરનેટ કોઈ પણ સમયે બંધ થઇ જાય. જેથી રેડિયો રાખવા સૂચના અપાઇ છે. દરમિયાન અમે અહીં નીસીપ બાચમ શેરી નં.૩૫ અને અગ્રીપાસ શેરી નં.૧૦માં ગુજરાતી રહેવા-જમવા માટેની સગવડ કરી છે.

આ પણ વાંચો :-

Share This Article