Saturday, Sep 13, 2025

Gujarat Weather Forecast : ગુજરાતમાં આગામી 4 દિવસ ખુબ જ ભારે ! માર્ચ કરતા પણ ખતરનાક જશે એપ્રિલ-મે મહિનો !

2 Min Read

Gujarat Weather Forecast

  • રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદ પડવાની સંભાવના છે. હાલમાં ગુજરાતમાં દરેક જગ્યાએ તાપમાન જે હોવું જોઈએ તેનાથી 2 થી 3 ડીગ્રી ઓછું છે. ત્યારે આગામી 24 કલાકમાં ગુજરાતમાં તાપમાનમાં એક-બે ડિગ્રીનો વધારો-ઘટાડો થઈ શકે છે.

ગુજરાતમાં (Gujarat) વારંવાર માવઠું થઈ રહ્યું છે. ક્યાંક વરસાદ, ક્યાંક આંધી-વંટોળ (Whirlwind) તો કોઈ ભાગોમાં કરા પડી રહ્યાં છે. શુક્ર ગ્રહના રાશિ નક્ષણ સંયોગ જોતા 3 એપ્રિલથી ગુજરાત અને સમગ્ર દેશમાં ફરીથી વાતાવરણમાં પલટો આવશે. વરસાદ (Rain) આવતા વાતાવરણમાં વધઘટ થવાની શક્યતા છે. હવે આગામી સમયને લઇ હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા એક આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, હજી પણ માવઠાનું જોર રહેશે. બે દિવસ બાદ ત્રણ દિવસ ગુજરાતમાં માવઠું પડશે. આગામી 5, 6 અને 7 એપ્રિલે રાજ્યમાં છૂટો છવાયો વરસાદની આગાહી કરતા ધરતીપુત્રો ચિંતામાં પેઠા છે. 5 એપ્રિલે દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે. માવઠાની વધુ શક્યતા કચ્છ અને ઉત્તર ગુજરાતમાં રહેશે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આજનું તાપમાન 36 ડિગ્રી તાપમાન અને રાજકોટમાં સૌથી વધુ 36.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

હાલનું તાપમાન સામાન્ય કરતા પણ નીચું છે. આ સિવાય મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, મોરબી, દ્વારકા સહિતના વિસ્તારોમાં વરસાદ રહેશે. આ સિવાય સુરત, તાપી. ડાંગ સહિતના વિસ્તારોમાં વરસાદ રહેશે.

આ પણ વાંચો :-

Share This Article