Saturday, Sep 13, 2025

વડોદરામાં ગરમ મસાલા મૂવી જેવી કહાની : ૪ ગર્લફ્રેંડને ઈમ્પ્રેસ કરવા બન્યો નકલી પાયલોટ

2 Min Read
  • વડોદરામાં (Vadodara) એક રિયલ લાઈફ અક્ષય કુમાર પકડાયો છે. ના અમે અહીં ફિલ્મ સ્ટાર અક્ષયની નહીં પણ ફિલ્મી કિરદાર જેવી જીંદગી જીવવા માગતા ડુપ્લીકેટ અક્ષયની વાત કરી રહ્યા છીએ.

વડોદરામાં એક રિયલ લાઈફ અક્ષય કુમાર પકડાયો છે. ના અમે અહીં ફિલ્મ સ્ટાર અક્ષયની નહીં પણ ફિલ્મી કિરદાર જેવી જીંદગી જીવવા માગતા ડુપ્લીકેટ અક્ષયની વાત કરી રહ્યા છીએ. આપે અક્ષય કુમાર અને જોહ્ન અબ્રાહમની ગરમ મસાલા મુવી તો જોઈ હશે.

તેમાં અક્ષય પોતાની ત્રણ ગર્લફ્રેંડસને ઈંમ્પ્રેસ કરવા માટે શું ના શું કાંડ કરે છે. જોકે અંતમાં ભાંડો ફૂટી જાય છે અને આવું જ કાંઈક વડોદરાના એક યુવાન સાથે પણ થયું છે. તેની કહાની પણ કાંઈક આ ઘટનાથી થોડીક અમથી મળતી આવી રહી છે.

મીડિયાના અહેવાલો પ્રમાણે વડોદરાનો એક યુવાન પોતાની ચાર ગર્લફ્રેંડસ વચ્ચે પોતાનો વટ પાડવા માટે નકલી પાયલોટ બની ગયો હતો. વડોદરાનો એક શખ્સ પોતાને એર ઈન્ડિયાનો પાયલોટ હોવાની ઓળખ આપી એરપોર્ટમાં પ્રવેશતા સુરક્ષા કર્મચારીઓએ તેને પકડી લીધો છે. પ્રથમ તો સુરક્ષા કર્મચારીઓને આતંકી હોવાની શંકા ગઈ હતી. કડક હાથે કાર્યવાહી શરૂ થઈ અને તુરંત તેની પુછપરછ કરતા જે હકીકતો સામે આવી તે ચોંકાવનારી હતી.

મીડિયાના અહેવાલોમાં જાણકારી મળી રહી છે કે તેની પુછપરછમાં ખુલાસો થયો કે તે ખરેખરમાં અસલી પાયલોટ બનવા માગતો હતો પરંતુ તેનું કહેવું છે કે તેની અમદાવાદ, રાજકોટ અને મુંબઈમાં ચાર ગર્લફ્રેન્ડસ છે. જે યુવતીઓને તે પાયલોટના યુનિફોર્મ સાથેના ફોટોઝ મોકલીને ઈમ્પ્રેસ કરતો હતો.

આ યુવકનું નામ રક્ષિત માંગેલા છે અને તે ૨૦ વર્ષનો છે. તે મુંબઈનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જોકે પોલીસે પણ યુવક પાસે જ તેની ગર્લફ્રેંડને મેસેજ કરાવ્યો કે પોતે પાયલોટ નથી. જોકે મીડિયાના અહેવાલો પ્રમાણે આ યુવાનને બાદમાં જવા દેવાયો હતો.

આ પણ વાંચો :-

 

Share This Article