સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ વી. રામસુબ્રમણ્યમને રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC)ના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ પહેલા પૂર્વ CJI DY ચંદ્રચુડના નામ પર પણ આ પદ માટે વિચારણા કરવામાં આવી રહી હતી, પરંતુ તેમણે ખુદ આવા સમાચારોને અફવા ગણાવી હતી. રાષ્ટ્રીય માનવાધિકાર પંચના અધ્યક્ષનું પદ 1 જૂનથી ખાલી હતું, જેના માટે હવે સોમવારે નિમણૂક કરવામાં આવી છે.

નિવૃત્ત જસ્ટિસ અરુણ કુમાર મિશ્રાનો કાર્યકાળ 1 જૂને પૂરો થયો હતો. ત્યારથી NHRC અધ્યક્ષનું પદ ખાલી હતું. જસ્ટિસ અરુણ મિશ્રાએ રાજીનામું આપ્યા પછી, NHRC સભ્ય વિજયા ભારતી સયાનીને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. NHRC ને સંચાલિત કરતા કાયદા અનુસાર, રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC) ના અધ્યક્ષની પસંદગી માટેની સમિતિની અધ્યક્ષતા વડાપ્રધાન કરે છે. આ સમિતિમાં લોકસભાના અધ્યક્ષ, ગૃહ પ્રધાન, બંને ગૃહોના વિરોધ પક્ષના નેતા અને રાજ્યસભાના ઉપાધ્યક્ષનો સમાવેશ થાય છે.
મદ્રાસ લો કોલેજમાંથી કાયદાનો અભ્યાસ કરનાર રામસુબ્રમણ્યમનો જન્મ 30 જૂન 1958ના રોજ થયો હતો. તેમના ગૃહ જિલ્લામાં શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તેમણે રામકૃષ્ણ મિશન વિવેકાનંદ કોલેજ, ચેન્નાઈમાંથી સ્નાતક કર્યું. કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તેમણે 1983 માં કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી. લગભગ બે દાયકા સુધી મદ્રાસ હાઈકોર્ટમાં કાયદાની પ્રેક્ટિસ કર્યા પછી, તેમણે 2006માં હાઈકોર્ટમાં જજ તરીકેનો કાર્યભાર સંભાળ્યો.
આ પણ વાંચો :-