પૂર્વ ભારતીય ક્રિકેટર કેદાર જાધવ ક્રિકેટની ઈનિંગ બાદ હવે રાજકારણમાં પોતાની ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યો છે. મંગળવારે મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં કેદાર જાધવ ભાજપમાં જોડાઈ ગયો છે. મુંબઈમાં મહારાષ્ટ્રના મંત્રી અને ભાજપ પ્રદેશપ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેની હાજરીમાં ભાજપમાં જોડાયા. ચંદ્રશેખર બાવનકુલેએ તેમને પાર્ટીનો ખેસ પહેરાવીને ભાજપનું સભ્યપદ અપાવ્યું.
કેદાર જાધવે ગયા વર્ષે 3 જૂને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. ત્યારબાદ તેઓ કોમેન્ટ્રી કરતા પણ જોવા મળ્યા હતા. મહારાષ્ટ્રના પુણેમાં જન્મેલા કેદાર જાધવે 2014માં ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ડેબ્યુ કર્યું હતું. તેમણે શ્રીલંકા સામે પોતાનું પ્રથમ વનડે મેચ રમ્યું હતું. તેઓએ 73 વનડે મેચમાં 1389 રન બનાવ્યા છે, જેમાં 2 સદી અને 6 અડધી સદીનો સમાવેશ થાય છે.
કેદાર જાધવે ગયા વર્ષે જૂનમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેમણે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી. 39 વર્ષીય ખેલાડીએ ભારત માટે પોતાની છેલ્લી મેચ ૮ ફેબ્રુઆરી, 2020 ના રોજ ન્યુઝીલેન્ડ સામે રમી હતી. ચાર મેચની ODI શ્રેણીમાં તેણે ફક્ત 35 રન બનાવ્યા. આ શ્રેણીમાં, તેને ફક્ત બે મેચમાં પ્લેઇંગ 11નો ભાગ બનાવવામાં આવ્યો હતો.
કેદાર જાધવે 2014 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.
કેદાર જાધવે 2014 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેમણે 16 નવેમ્બર 2014 ના રોજ રાંચી ખાતે શ્રીલંકા સામે પોતાનો પહેલો વનડે રમ્યો હતો. 73 વનડેમાં, જાધવે 42.09 ની સરેરાશથી 1389 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન, તેણે બે સદી અને છ અડધી સદી ફટકારી. જાધવે પણ 27 વિકેટ લીધી. આંતરરાષ્ટ્રીય ટી20 ની વાત કરીએ તો, જાધવે નવ મેચોમાં 123.23 ના સ્ટ્રાઇક રેટથી 58 રન બનાવ્યા.