Saturday, Sep 13, 2025

સમયસર IT રિટર્ન ફાઈલ કરી દેજો, ફટાફટ મળી જશે રિફન્ડ, નહીં તો ભરવો પડશે મસમોટો દંડ

3 Min Read

IT Return

  • સમયસર ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરવાના ઘણા ફાયદા છે. દંડ અને વ્યાજથી બચવા માટે સમયસર આવકવેરા રિટર્ન ફાઈલ કરવું જરૂરી છે.

Income Tax : કરદાતાઓને (taxpayer) હંમેશા સલાહ આપવામાં આવે છે કે તેઓ સમયસર ITR ફાઈલ કરે. કારણ કે તમે જેટલી જલ્દી રિટર્ન ફાઈલ (Return file) કરશો તેટલું જલ્દી તમને રિફંડ મળશે. આ સિવાય તે દંડથી પણ બચી જશે. આવકવેરા વિભાગ (Income Tax Department) દ્વારા નિર્ધારિત સમયમર્યાદા 31 જુલાઈ છે. જો કોઈ વ્યક્તિ આપેલી સમયમર્યાદા સુધી ITR ફાઈલ નહીં કરે તો તેને 5000 રૂપિયાનો દંડ ભરવો પડશે.

મોટાભાગના લોકો વિચારે છે કે ITR ફાઈલિંગએ (ITR Filing) એક કાયદાકીય પ્રક્રિયા છે જેના દ્વારા આવકવેરા વિભાગ તમારી કરપાત્ર આવકની વિગતો જાળવી રાખે છે. ઉલ્લેખનીય છે કે તેનું કામ માત્ર આવક અને ખર્ચની માહિતી આપવાનું નથી. પરંતુ ITRના બીજા ઘણા ફાયદા છે. આવો જાણીએ તેના વિશે…

10,000 સુધી લાગી શકે છે દંડ :

જો તમે ફાઈલિંગને મોકૂફ રાખજો તો દંડ 10,000 રૂપિયા સુધી જઈ શકે છે. ઉપરાંત, જો તમારી પાસે કોઈ ટેક્સ બાકી હોય અને તે સમયમર્યાદા સુધીમાં ચૂકવશો નહીં તો પણ તમારે બાકી રકમ પર વ્યાજ ચૂકવવું પડશે. તમારા આવકવેરા રિટર્ન સમયસર ફાઈલ કરીને આ દંડ અને વ્યાજ ચાર્જ ટાળી શકાય છે.

રિફંડનો કરી શકો છો દાવો  :

જો તમે આવકવેરાના દાયરામાં આવો છો. તો સમયસર આવકવેરા રિટર્ન ફાઈલ કરવાનો એક ફાયદો એ છે કે તમે રિફંડનો દાવો કરી શકો છો. જો તમે PPF અથવા કિસાન વિકાસ પત્ર જેવી યોજનાઓમાં રોકાણ કર્યું છે તો તમે 80C હેઠળ મુક્તિનો દાવો કરી શકો છો. પરંતુ તમે રિટર્નનો દાવો ત્યારે જ કરી શકો છો જ્યારે ITR સમયસર ફાઈલ કરવામાં આવે. જો તમે સમયમર્યાદા પછી ITR ફાઈલ કરો છો. તો તમને રિફંડ નહીં મળે.

મજબૂત નાણાંકીય સ્થિતિ

તમારા આવકવેરા રિટર્ન સમયસર ફાઈલ કરવાનો સૌથી મહત્વનો ફાયદો એ છે કે, તમારો નાણાકીય ઇતિહાસ મજબૂત છે. જેના કારણે ક્રેડિટ સ્કોર પણ સુધરે છે. નોંધનીય છે કે, કોઈપણ બેંકમાં લોન અરજી કરવા માટે સારો ક્રેડિટ સ્કોર હોવો જરૂરી છે. તે માત્ર સરળ લોન જ નહીં પરંતુ તેના દ્વારા ઓછા વ્યાજ દરની સુવિધા પણ પૂરી પાડે છે.

ઓડિટથી બચી શકે છે  :

તમે સમયસર તમારું ટેક્સ રિટર્ન ફાઈલ કરીને આવકવેરા વિભાગના ઓડિટથી પણ બચી શકો છો. જો તમે અંતિમ તારીખ પછી તમારું રિટર્ન ફાઈલ કરો છો. તો આવકવેરા વિભાગ તમારા દ્વારા આપવામાં આવેલી માહિતીની સમીક્ષા કરી શકે છે.

આ પણ વાંચો :-

Share This Article