Thursday, Oct 23, 2025

સુરતમાં પતંગની દોરીથી મોત, એક્ટિવા પર જતાં ગાળામાં ફસાતા ગળું 70% કપાયું

2 Min Read

સુરતમાં ઉતરાણ નજીક પતંગની દોરીએ એક મહિલાનો જીવ લીધો છે. મોટા વરાછા વિસ્તારમાં એક્ટિવા પર જતી યુવતીના ગળામાં પતંગની દોરી ભરાઈ જતા ગળું કપાઈ ગયું હતું અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી અમૃત રેસિડન્સીમાં રહેતી દિક્ષિત ઠૂમ્મર નામની યુવતી આજે એક્ટિવા પર નાના વરાછા બ્રિજ ઉપરથી પસાર થઈ રહી હતી આ દરમિયાન અચાનક પતંગની દોરી વચ્ચે આવી જતાં દિક્ષિત ઠૂમ્મરનું ગળું કપાઈ ગયું હતું. ત્યારે પતંગના દોરાથી ઘાયલ થવાના અને મોત નિપજવાનો સિલસિલો યથાવત રહ્યો છે‌. ત્યારે ગતરોજ સાંજના સમય દરમિયાન એક યુવતીનું પતંગનો દોરો ગળામાં ભરાતા એકાએક ગળાના ભાગે ઈજા પહોંચી હતી.

પતંગની દોરી ગળે વીંટાઇ દિક્ષિતા એક્ટિવા પરથી નીચે પટકાઈ હતી અને તેના ગળામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. તેથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને દિક્ષિતાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાસેડી હતી જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. ગમખ્વાર અકસમાત અંગે જાણ થતા પરિવારજનો પણ ત્યાં દોડી આવ્યા હતા. તેમના મોતના સમાચાર સાંભળી તેઓ સ્તબ્ધ રહી ગયા હતા અને માતમ છવાઈ ગયો હતો.

આ પણ વાંચો :-

Share This Article