Saturday, Sep 13, 2025

વિદ્યાર્થીઓના ભોજનમાં મરેલો દેડકો અને જીવાત નીકળતા ભારે હોબાળો મચ્યો

2 Min Read
  • ભાવનગરના સણોસરા ખાતે આવેલી લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ વિવાદમાં આવી છે. વિદ્યાપીઠમાં રહેતા વિદ્યાર્થીઓને જે ભોજન પીરસવામાં આવ્યા હતા. જેમાં મરેલો દેડકો અને જીવાત નીકળતા ભારે હોબાળો મચી ગયો છે.

વિદ્યાપીઠમાં ગંભીર બેદરકારીના કારણે આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો છે. તમને જણાવી દઈએ કે ૧૦ દિવસ પહેલા જ શારદાબેન હોસ્પિટલમાં એક દર્દીના ભોજનમાંથી ગરોળી નીકળી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે ભાવનગર જિલ્લાના તાલુકાના સણોસરા ગામે આવેલી લોકભારતી ગ્રામ વિદ્યાપીઠની ગંભીર બેદકારી સામે આવી છે.

વિદ્યાપીઠમાં રહેતા વિદ્યાર્થીઓને જે ભોજન પીરસવામાં આવે છે જેમાં મરેલો દેડકો અને જીવાત નીકળતા ભારે હોબાળો મચી ગયો છે. વિદ્યાર્થીઓને પીરસવામાં આવેલી દાળમાંથી મેરલો દેડકો મળી આવ્યો હતો. જ્યારે ભાતમાંથી જીવાત મળી આવી હતી. આ ઘટના બાદ રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો. આ બાબતે વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાપીઠ સામે ઉગ્ર વિરોધ કરી એક દિવસ માટે જમવા પણ ગયા ન હતા.

વિદ્યાપીઠના સંચાલકોને વિદ્યાર્થીઓએ અગાઉ પણ ભોજનને લઈને ફરિયાદ કરી હતી તેમ છતાં સંચાલકોએ વિદ્યાર્થીઓની ફરિયાદ પર કોઈ ધ્યાન ન આપ્યું નહોતું. લોકભારતી જેવી પ્રસિદ્ધ વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે આ પ્રકારના ચેડા થાય તેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરની શારદાબેન હોસ્પિટલમાં ૧૦ દિવસ પહેલા જ એક દર્દીના ભોજનની થાળીમાં પીરસવામાં આવેલી મગની દાળમાં મરેલી ગરોળી નીકળતાં દર્દીઓ અને તેમના સગાંઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આ પ્રકારનું ભોજન જમેલા ત્રણ દર્દીઓને ઝાડા અને ઉલ્ટીની અસર થઈ હોવાનું પણ જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો :-

Share This Article