મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાંવડ તીર્થયાત્રીઓ માટે મોટું પગલું ભર્યું છે. CM યોગીએ કહ્યું છે કે, સમગ્ર UPમાં કાંવડ યાત્રાના રુટ પર આવેલી ખાણીપીણીની દુકાનો પર ઓપરેટર અને માલિકનું નામ તેમજ ઓળખ લખવી પડશે. કાંવડ તીર્થયાત્રીઓની આસ્થાની પવિત્રતા જાળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત હલાલ સર્ટિફિકેશન સાથે પ્રોડક્ટ્સ વેચનારાઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ અખિલેશ યાદવ અને માયાવતીએ આ નિર્ણયનો જોરદાર વિરોધ કર્યો છે. અખિલેશ યાદવે આરોપ લગાવ્યો છે કે, ભાજપ સામાજિક સમરસતાની દુશ્મન છે.
સપા પ્રમુખ અખિલેશ યાદવે આરોપ લગાવ્યો કે, ભાજપ સામાજિક સમરસતાની દુશ્મન છે. તે સમાજના ભાઈચારાને બગાડવા માટે કોઈને કોઈ બહાનું શોધતી રહે છે. ભાજપની આ વિભાજનકારી નીતિઓને કારણે રાજ્યનું સામાજિક વાતાવરણ દૂષિત થઈ રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, કાંવડ યાત્રાને લઈને મુઝફ્ફરનગર પોલીસે નવો આદેશ જાહેર કર્યો છે કે શેરી વિક્રેતાઓ સહિત તમામ દુકાનદારોએ તેમના નામ બહાર લખવા પડશે. તેની પાછળ સરકારનો ઈરાદો લઘુમતી વર્ગને સમાજથી અલગ કરીને શંકાના દાયરામાં લાવવાનો છે. જેનું નામ ગુડ્ડુ, મુન્ના, છોટુ કે ફટ્ટે, તેના નામ પરથી શું ખબર પડશે. ભાજપની નીતિ અને ઈરાદા બંને ભાગલા પાડનારા છે, જે જનતા સમજી ગઈ છે. તેમણે માંગણી કરી હતી કે, અદાલતે સુઓ મોટુ સંજ્ઞાન લેવું જોઈએ અને વહીવટીતંત્ર પાછળના ઈરાદાઓની તપાસ કરીને યોગ્ય પગલાં લેવા જોઈએ.
મુઝફ્ફરનગરના પોલીસ વડા અભિષેક સિંહે સોમવારે કહ્યું, ‘જિલ્લામાં શ્રાવણ મહિનાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કાવડ યાત્રાનો લગભગ 240 કિમીનો રૂટ જિલ્લામાં પડે છે. માર્ગ પરની હોટલ, ઢાબા અને લારીઓ સહિતની બધા ભોજનાલયોને તેમના માલિકો અથવા આ દુકાનો પર કામ કરતા લોકોના નામ દર્શાવવા માટે કહેવામાં આવ્યું છે. તેમણે કહ્યું, ‘કાવડ યાત્રીઓમાં કોઈ મૂંઝવણ ન થાય અને કાયદા-વ્યવસ્થાની કોઈ સમસ્યા ઊભી ન થાય તે માટે એમ કરવામાં આવ્યું છે. દરેક વ્યક્તિ સ્વેચ્છાએ તેનું પાલન કરી રહી છે.
આ પણ વાંચો :-