Thursday, Oct 30, 2025

ચેન્નાઈ એરપોર્ટના રન-વે પાણીમાં ડૂબી ગયા, જાણો કેટલાં ફ્લાઈટો રદ

1 Min Read

મિચોંગ વાવાઝોડું તમિલનાડુના કિનારે અથડાય તે પહેલાં જ તેણે તબાહી મચાવવાની શરૂઆત કરી દીધી છે. દક્ષિણ આંધ્રપ્રદેશમાં દસ્તક દેતા પહેલાં મિચોંગ વાવાઝોડું ઉત્તર તમિલનાડુના કિનારે તબાહી મચાવી શકે છે. જોકે તેના આગમનની અસર છેલ્લા બે ત્રણ દિવસથી જોવા મળી રહી છે. તમિલનાડુમાં કેટલાક વિસ્તારોમાં તો એવો ભારે વરસાદ પડ્યો કે રન-વે, હાઇવે, રહેણાંક સોસાયટીમાં પાણી જ પાણી થઈ ગયું છે. રન-વે પર પાણી ભરાઈ જતાં અનેક ફ્લાઇટો રદ કરવાની નોબત આવી હતી.

આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને પુડ્ડુચેરીમાં તટીય વિસ્તારોમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળોએ કબજો જમાવી લીધો છે. અનેક વિસ્તારોમાં ઝડપી પવન સાથે વરસાદ છેલ્લા ત્રણથી ચાર દિવસથી હાહાકાર જેવી સ્થિતિ સર્જી રહ્યો છે. એવું મનાય છે કે આજે અને આવતીકાલ ખૂબ જ ભારે વીતશે. એટલા માટે સરકારે લોકોને સાવચેત રહેવા એલર્ટ જાહેર કરી દીધું છે.

વાવાઝોડાની અસરને પગલે ચેન્નઈના તટીય વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. મૂશળધાર વરસાદને લીધે ચેન્નઈ એરપોર્ટના રનવે તથા સબવે પર પાણી જ પાણી થઈ ગયું છે. જેના લીધે ફ્લાઈટો રદ કરવામાં આવી છે. આઈએમડીએ પહેલાથી જ વાવાઝોડા અંગે ચેતવણી જાહેર કરી દીધી હતી.

આ પણ વાંચો :-

Share This Article