Friday, Oct 24, 2025

નાતાલ અને નવા વર્ષની ઉજવણી કરો ગોવાના દરિયા કિનારે, આ ટુર પેકેજમાં જલસા જ જલસા

2 Min Read

Celebrate Christmas and New Year

  • આઈઆરસીટીસીએ ગોવા ફરવા માટેનું એક સુંદર આયોજન કર્યું છે. આ ટૂર પેકેજની માહિતી અહીં વર્ણવવામાં આવી છે. ડિસેમ્બરમાં આવતા ક્રિસ્મસ અને ન્યુ યરને ધ્યાને લઈને આ ટુરનું આયોજન કરાયું છે.

હમણાં ક્રિસ્મસ (Christmas) અને નવું વર્ષ આવી રહ્યા છે. આ સમય પર જો તમે દરિયા કિનારે (on the seashore) ફરવાનો પ્લાન કરી રહ્યા હોવ તો આઈઆરસીટીસી તમારા માટે એક સારો મોકો લાવ્યું છે. ભારતીય રેલવેની સહાયક કંપની ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન એકદમ ઓછી કિંમતે સમુદ્ર કિનારે ફરવા માટેનો સારો મોકો આપી રહ્યું છે. IRCTC ગોવાના દરિયા કિનારે ફરવાનો સારો વિકલ્પ લાવી છે.

ટુર પેકેજનું નામ (ક્રિસ્મસ સ્પેશિયલ ગોવા ગેટ વે)

સમય : 4 રાત અને 5 દિવસ

મુસાફરી : પ્લેન

જગ્યા : ઉત્તર અને દક્ષિણ ગોવા

તારીખ : 22 ડિસેમ્બર 2022

સુવિધા : પ્લેન, હોટલ, લોકલ ટ્રાન્સપોર્ટ અને જમવાનું (5 વખત નાસ્તો અને 5 વખત રાતનું જમવાનું)

ટુર પેકેજ માહિતી :

આ ટુર પેકેજ 5 દિવસ અને 4 રાતો માટેનું છે. અહીં તમને લખનવ થી ગોવાની ફ્લાઇટ મળશે. જો તમે આ પેકેજ મુજબ યાત્રા કરો છો તો પ્લેન, હોટલ અને લોકલ ટ્રાન્સપોર્ટ માટે તમારે પ્રતિ વ્યક્તિ 51000 રૂપિયા ખર્ચવાના રહેશે. જો બે વ્યક્તિ છે તો 40500 રૂપિયા, ત્રણ છે તો 38150 રૂપિયા આપવાના રહેશે. બાળકોની સાથે સરકારી કર્મચારી LTC નો પણ ફાયદો લઇ શકે છે. IRCTC ની ઓફિશ્યિલ વેબસાઈટ પર તમે તમામ માહિતી મળી જશે.

આ રીતે આપી જાણકારી :

આઈઆરસીટીસી દ્વારા આ માહિતી એક ટ્વિટ કરીને આપવામાં આવી હતી. તેમાં કહ્યું હતું કે જો તમેં ક્રિસ્મસની યાદોને શાનદાર બનાવવા માગો છો તો આઈઆરસીટીસીનું આ પેજેક લઈ શકો છો.

આ પણ વાંચો :-

 

Share This Article