Wednesday, Jan 28, 2026

નહાતી વખતે સાવધાન ! નહીં તો સ્વાસ્થ્યને થશે નુકસાન, જો-જો તમે આવી ભૂલ કરતા

2 Min Read
  • દિવસની શરૂઆત કરવા અને સ્વચ્છતા જાળવવા માટે નિયમિતપણે સ્નાન કરીએ છીએ. પરંતુ તે દરમિયાન અવગણવામાં આવતી નાની બાબતો આપણા માટે મોટી સમસ્યાઓ ઊભી કરે છે.

આપણે બધા દિવસની શરૂઆત કરવા અને સ્વચ્છતા જાળવવા માટે નિયમિતપણે સ્નાન કરીએ છીએ. પરંતુ તે દરમિયાન અવગણવામાં આવતી નાની બાબતો આપણા માટે મોટી સમસ્યાઓ ઊભી કરે છે. પછી તે કેમિકલ સાબુ હોય કે શેમ્પૂ કે પછી લૂફા જેવા સ્ક્રબરનો ઉપયોગ.

તે આપણી ત્વચાના ઉપરના ભાગને જ બગાડે છે સાથે કેન્સર જેવી મોટી બીમારીઓનું કારણ પણ બને છે. તો આવો જાણીએ કે કઈ કઈ વસ્તુઓ છે જેને ધ્યાનમાં રાખીને તેનાથી બચી શકાય છે.

પાણીનું તાપમાન :

ડોક્ટર મુજબ હવામાન પ્રમાણે આપણે નહાવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ તે તમારી ત્વચાને શુષ્ક બનાવે છે અને તેને બગાડે છે, તેથી ગરમ પાણીનો ઉપયોગ કરવાને બદલે સ્નાન માટે માત્ર નવશેકું પાણીનો જ ઉપયોગ કરો. જો શિયાળાની ઋતુ ન હોય તો ઠંડા પાણીનો જ ઉપયોગ કરો.

કેમિકલ યુક્ત શેમ્પૂ અને સાબુનો ના કરો ઉપયોગ :

આજે બજારમાં સ્કિન કેર પ્રોડક્ટની લાંબી યાદી છે, જેમાં દાવો કરવામાં આવે છે કે તે તમારી ત્વચાને કોમળ અને ચમકદાર બનાવશે. પરંતુ મોટી કંપનીઓ માત્ર અભિનેત્રીઓને જાહેરાતો માટે મેળવીને તમારી આંખોમાં ધૂળ નાખી રહી છે. આમાં પેરાબેન અને સલ્ફેટ જેવા કેમિકલ્સ મોટી માત્રામાં ઉમેરવામાં આવે છે જે ત્વચા માટે ખૂબ જ હાનિકારક છે.

ટુવાલથી શરીરને ભાર દઈને ના લુછો :

સ્નાન કર્યા પછી શરીરને ટુવાલ વડે જોરશોરથી ઘસવાથી પણ ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે. એટલા માટે આ નાની ટીપ્સને ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે.

Disclaimer : વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. ગુજરાત ગાર્ડિયન.કોમ આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

આ પણ વાંચો :-

Share This Article