Sunday, Sep 14, 2025

Budget 2023 : બજેટમાં દરવખતે હલવો જ કેમ બનાવે છે ? કેમ બીજી કોઈ આઈટમ નથી રાખતા ?

3 Min Read

Budget 2023

  • ભારત સરકારની બજેટ રજૂ થયું હોય તે પહેલાં એક મહત્ત્વની પરંપરા વર્ષોથી ચાલી આવી છે. બજેટ રજૂ કરતા પહેલાં દરવખતે હલવો બનાવવામાં આવે છે. નાણાંમંત્રી પોતે બજેટની કામગીરી સાથે સંકળાયેલાં સ્ટાફને હલવો ખવડાવે છે.

બજેટનું પ્રિન્ટિંગ દર વર્ષે નોર્થ બ્લોકમાં હલવા સિરેમની (Halwa Ceremony) સાથે શરૂ થાય છે. નાણાં મંત્રી પોતે આ કાર્યક્રમની આગેવાની કરે છે. બજેટ (Budget 2023 ) આવે ત્યારે દરવખતે હલવો બનાવવામાં આવે છે. તેથી તે પ્રથાનું નામ હલવા સેરેમની પડી ગયું છે. શું છે બજેટ અને હલવા વચ્ચેનું કનેશક્શન જાણો.

શું છે હલવા સિરેમની?

બજેટનું પ્રિન્ટિંગ દર વર્ષે નોર્થ બ્લોકમાં હલવા સિરેમની સાથે શરૂ થાય છે. નાણાં મંત્રી પોતે  આ કાર્યક્રમની આગેવાની કરે છે. તે ઉપરાંત નાણા મંત્રાલયના અન્ય અધિકારી પણ આ રિવાજમાં જોડાય છે. હલવા સિરેમની પછી બજેટના પ્રિન્ટિંગ સાથે જોડાયેલ મંત્રાલયના લગભગ 100 કર્મચારી નોર્થ બ્લોકના બેઝમેન્ટમાં બનેલ પ્રિન્ટિંગ પ્રેસમાં આગામી દિવસોમાં થોડા દિવસ રહે છે.

ગયા વર્ષે પણ હલવા સિરેમની થઈ હતી. પરંતુ તેમાં જોડાયેલા અધિકારીઓની સંખ્યા ઓછી હતી. બજેટને ખાનગી રાખવા માટે દર વર્ષે બજેટ બનાવવામાં જોડાયેલા અધિકારીઓને લોક-ઈન કરી દેવામાં આવે છે. આ અધિકારી નોર્થ બ્લોકની અંદર બજેટ પ્રેસમાં કેન્દ્રીય બજેટની પ્રસ્તુતિ સુધી બંધ રહે છે. કેન્દ્રીય નાણા મંત્રી દ્વારા સંસદમાં બજેટ રજૂ કર્યા પછી જ આ કર્મચારી અને અધિકારી પોતાના પ્રિયજનોના સંપર્કમાં આવે છે.

મોબાઈલ એપ અપાયું હતું પેપરલેસ બજેટ :

એક ઐતિહાસિક પગલાં તરીકે 2021-22નું કેન્દ્રીય બજેટ પેપરલેસ રૂપમાં રજૂ કરવામાં આવ્યું હતું. સાંસદો અને સામાન્ય જનતા દ્વારા બજેટ દસ્તાવેજોની માથાકૂટમાંથી મુક્ત થવા માટે કેન્દ્રીય બજેટ મોબાઈલ  એપ લોન્ચ કરવામાં આવી હતી. 1 ફેબ્રુઆરી 2022ના રોજ સંસદમાં બજેટ રજૂ કરવાની પ્રક્રિયા પૂરી થયા પછી કેન્દ્રીય બજેટ મોબાઈલ એપ રજૂ કરાયું હતું.

મોબાઈલ એપ દ્વારા બજેટ ભાષણ, વાર્ષિક નાણાંકીય વિવરણ, અનુદાનની માગણી, નાણાં બિલ સહિત 14 કેન્દ્રીય બજેટ દસ્તાવેજ એક્સેસ કરી શકાય તેવી વ્યવસ્થા કરાઈ હતી. મોબાઈલ એપ અંગ્રેજી અને હિંદીમાં ઉપલબ્ધ કરાયું હતું.

2022માં કેમ તૂટી હતી હલવા સેરેમનીની વર્ષો જૂની પરંપરા?

બજેટ છાપતાં પહેલાં શરૂ થનારી હલવા સિરેમનીનું આયોજન થતું હોય છે. પણ કોવિડ-19 મહામારીની સ્થિતિને કારણે વર્ષ 2022માં હલવા સેરેમની પણ મોકૂફ રખાઈ હતી. હલવા સિરેમનીની જગ્યાએ કોર સ્ટાફને તેમના કાર્યસ્થળો પર લોક-ઈનના કારણે મિઠાઈ વહેંચવામાં આવી હતી.

તેની પાછળનું કારણ હાલની મહામારીની સ્થિતિ અને સ્વાસ્થ્ય સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાની જરૂરિયાત છે. તે સમયે નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ નાણાંકીય વર્ષ 2022-23 માટે બજેટ રજૂ કર્યું હતું. કોરોનાના કારણે 2021 અને 2022 બન્ને વર્ષોમાં બજેટ પેપરલેસ રહ્યું હતું.

આ પણ વાંચો :-

Share This Article