Sunday, Mar 23, 2025

NCP-અજિત પવાર જૂથના નેતા સચિન કુર્મીની ક્રૂર હત્યા, હત્યારો ફરાર

2 Min Read

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અજિત પવાર જૂથના નેતા સચિન કુર્મી પર શુક્રવારે રાત્રે મુંબઈના ભાયખલા વિસ્તારમાં ગુનેગારોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો અને તેની હત્યા કરી દીધી. ઘટના અંગે મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, NCPના નેતા સચિન કુર્મી પર શુક્રવારે મોડી રાત્રે મુંબઈના ભાયખલા વિસ્તારમાં અજાણ્યા લોકોએ તીક્ષ્ણ હથિયાર વડે નિર્દયતાથી હુમલો કર્યો હતો અને તેની હત્યા કરી હતી. આ મામલે FIR નોંધવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે. પોલીસે જણાવ્યું કે નેતા પર હુમલો મુંબઈના ભાયખલા વિસ્તારમાં મ્હાડા કોલોની પાછળ કરવામાં આવ્યો હતો.

અજિત પવાર જૂથના નેતા સચિન કુર્મીની હત્યા, તીક્ષ્ણ હથિયાર વડે અજાણ્યા શખ્સોએ કર્યો હુમલો - Ajit Pawar NCP leader Sachin Kurmi murder in Mumbai Byculla

કુર્મીની હત્યા બાદ તેમના સમર્થકો આક્રમક બની ગયા છે. તેઓ આરોપીઓની તાત્કાલીક ધરપકડ કરવાની માંગણી કરી રહ્યા છે. હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. પરંતુ સચિન કુર્મીની હત્યા કોણે અને શા માટે કરી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના શુક્રવારે રાતે 12.30 કલાકની આસપાસ બની હતી. પોલીસ જ્યારે આવી ત્યારે સચિન કુર્મી ઇજાગ્રસ્ત હાલતમાં રોડ પર પડેલા હતા. સચિન કુર્મી પર કોણે હુમલો કર્યો તે હજુ સુધી જાણવા મળ્યું નથી. આ હુમલામાં 2 થી 3 લોકો સામેલ હતા, જેઓ હત્યા કરીને નાસી છૂટ્યા હતા. પોલીસનું માનવું છે કે જૂની અદાવતને કારણે આ હત્યા થઇ હોઇ શકે છે. પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

નોંધનીય છે કે સચિન કુર્મી NCP અજિત પવાર જૂથના નેતા હતા. તેઓ લાંબા સમયથી મુંબઈમાં રાજકારણમાં સક્રિય હતા. સચિન કુર્મીની હત્યાથી રાજકીય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે અને તેમના વિસ્તારમાં લોકોની સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે. દરમિયાન એવું જાણવા મળ્યું છે કે છગન ભુજબળના ભત્રીજા અને એનસીપીના મુંબઈ અધ્યક્ષ સમીર ભુજબળ આજે કુર્મી પરિવારની મુલાકાત લેશે અને તેમને સાંત્વના આપશે.

આ પણ વાંચો :-

Share This Article