Thursday, Oct 30, 2025

RBI ઓફિસ સહિત મુંબઈમાં ૧૧ સ્થળે બ્લાસ્ટની ધમકી, વડોદરામાંથી ૩ યુવકોની ધરપકડ

2 Min Read

મંગળવારે RBI ઓફિસને ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી હતી. જેમાં મુંબઈ સ્થિત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, HDFC બેંક અને ICICI સહિતની ઘણી બેંકોને બોમ્બની ધમકી આપવામાં આવી હતી. આ મામલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ૩ લોકોની ધરપકડ કરી છે. ત્રણેયની વડોદરામાંથી ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય આરોપીઓને મુંબઈ લાવવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ ચાલુ છે.

RBI ઓફિસ ઉપરાંત HDFC બેંક અને ICICI બેંક સહિત ૧૧ સ્થળોને બોમ્બ બ્લાસ્ટ કરીને ઉડાવી દેવાની ધમકી આપી છે. આ તમામ સ્થળો પર પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું પરંતુ કંઈ વાંધાજનક ન મળ્યું. એમઆર માર્ગ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે. ઈમેલના માધ્યમથી RBI ગવર્નર શક્તિકાંત દાસ અને કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની માંગ કરી છે. મુંબઈમાં કુલ ૧૧ સ્થળો પર બોમ્બ રાખવાની ધમકી આપવામાં આવી છે. આ ઈમેલ પ્રમાણે આ બ્લાસ્ટ આજે બપોરે ૧:૩૦ વાગ્યા આસપાસ થવાનો હતો. જોકે અવું કંઈ થયુ નથી. પોલીસે દરેક સ્થળે જઈને તપાસ કરી પરંતુ ક્યાંય શંકાસ્પદ વસ્તુ નથી મળી.

ઈમેલ મોકલનાર વ્યક્તિએ વિસ્ફોટ થવાની ધમકી આપી હતી અને માંગ કરી હતી કે નાણામંત્રી નિર્મલા સીતારમણ અને RBI ગવર્નર શક્તિકાંત દાસ તાત્કાલિક તેમના પદ પરથી રાજીનામું આપે અને ‘બેંકિંગ કૌભાંડ’ના ઘટસ્ફોટ અંગે વિગતવાર નિવેદન જારી કરે.

આ પણ વાંચો :-

Share This Article