ચીનમાં કોલસાની ખાણમાં વિસ્ફોટ થતાં આશરે 82 લોકોનાં મોત થયા છે. શુક્રવારે સ્થાનિક સમય મુજબ સાંજે 7:29 વાગ્યે વિસ્ફોટ થયો હતો, ત્યારે ખાણમાં 247 કામદારો કામ કરી રહ્યા હતા. ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. સરકારી સમાચાર એજન્સી શિન્હુઆના હેવાલ મુજબ શાંક્સી પ્રાંતમાં ટોંગઝોઉ ગ્રુપની ખાણમાં ગેસ વિસ્ફોટને કારણે થયેલા અકસ્માતમાં 82 લોકોના મોત થયા છે.
આ અકસ્માત બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે ઘાયલોની સારવાર કરવામાં આવી રહી છે અને બાકીના બચી ગયેલા લોકોને શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે. તેમણે અકસ્માતના કારણની તપાસ કરવા અને જવાબદારોને જવાબદાર ઠેરવવા આદેશ કર્યો હતો.
Contents
ચીનમાં કોલસાની ખાણમાં વિસ્ફોટ થતાં આશરે 82 લોકોનાં મોત થયા છે. શુક્રવારે સ્થાનિક સમય મુજબ સાંજે 7:29 વાગ્યે વિસ્ફોટ થયો હતો, ત્યારે ખાણમાં 247 કામદારો કામ કરી રહ્યા હતા. ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. સરકારી સમાચાર એજન્સી શિન્હુઆના હેવાલ મુજબ શાંક્સી પ્રાંતમાં ટોંગઝોઉ ગ્રુપની ખાણમાં ગેસ વિસ્ફોટને કારણે થયેલા અકસ્માતમાં 82 લોકોના મોત થયા છે.આ અકસ્માત બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે ઘાયલોની સારવાર કરવામાં આવી રહી છે અને બાકીના બચી ગયેલા લોકોને શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે. તેમણે અકસ્માતના કારણની તપાસ કરવા અને જવાબદારોને જવાબદાર ઠેરવવા આદેશ કર્યો હતો.