Thursday, Oct 23, 2025

વરસાદને કારણે રદ થયો બાબા બાગેશ્વરનો અમદાવાદનો દિવ્ય દરબાર

2 Min Read

Baba Bageshwar 

  • baba bageshwar : ધીરેન્દ્ર શાસ્ત્રીનો અમદાવાદનો આજનો દિવ્ય દરબાર રદ કરાયો. ઓગણજના મેદાનમાં ભરાઈ ગયું છે વરસાદી પાણી. અગાઉ ચાણક્યપુરીમાં થવાનો હતો દિવ્ય દરબાર.

Direndra Shashtri  : બાબા બાગેશ્વરના અમદાવાદ પ્રવાસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો આજનો અમદાવાદનો દિવ્ય દરબાર રદ કરવામાં આવ્યો છે. ભારે વરસાદના કારણે બાબાના દિવ્ય દરબાર આજે નહીં ભરાઈ શકે.

અગાઉ ચાણક્યપુરી શક્તિ મેદાનમાં બાબાનો દિવ્ય દરબાર ભરાવાનો હતો. પરંતુ લોકોની ભીડ વધારે થવાના કારણે સ્થળ બદલાયું હતું અને ઓગણજ એસપી રીંગ રોડ ખાતે દરબાર ભરાવાનો હતો. પરંતુ વરસાદના કારણે બંને જગ્યાએ પાણી ભરાઈ ગયા હોવાના કારણે બાબાનો દિવ્ય દરબાર આજે નહીં ભરાય.

અમદાવાદમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર રદ કરાયો છે. વરસાદના પગલે સમિતિએ આ નિર્ણય લીધો છે. ગઇકાલે ખાબકેલા અતિ ભારે વરસાદના પગલે ઓગણજ ખાતે દરબાર માટે ડોમ અને સ્ટેજ બનાવવું મુશ્કેલ બન્યું છે. ઓગણજ મેદાનમાં ચારેતરફ પાણી ભરાયા છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર દરબાર ભલે રદ થયો હોય. પરંતું બાબા શ્રધ્ધાળુઓને દર્શન આપે તેવી વ્યવસ્થા કરાઈ રહી છે. હાલ ધિરેન્દ્ર શાસ્ત્રીએ પ્રવીણ કોટકના નિવાસ સ્થાને રાત્રિ રોકાણ કર્યુ હતું. ત્યારે બપોર સુધીમાં નવા કાર્યક્રમ અને સ્થળની જાહેરાત થઈ શકે છે.

આ પણ વાંચો :-

Share This Article