HomeNationalઆતિશી 21 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી તરીકે લઈ શકે છે શપથ

આતિશી 21 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી તરીકે લઈ શકે છે શપથ

Date:

Related stories

નવરાત્રી 2026: નવ દિવસ, નવ રંગ! જાણો કયા દિવસે કયો રંગ પહેરવો અને તેનું શું છે મહત્વ

શારદીય નવરાત્રી એ માતા દુર્ગાની આરાધના, શક્તિ અને ભક્તિનો...

રણબીર કપૂરની ‘રામાયણ પાર્ટ 1’ને લઈને મોટું અપડેટ! જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ

બોલિવૂડની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંની એક ‘રામાયણ પાર્ટ 1’ને લઈને...

ખેલૈયાઓની સુરક્ષા સામે સવાલ! અમદાવાદમાં ફાયર NOC વગર ‘સાંચી ગરબા’નું આયોજન થયાનો આક્ષેપ

નવરાત્રીના માહોલ વચ્ચે અમદાવાદમાં ખેલૈયાઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો...

ટ્રમ્પનો નવો વિચાર! હવે એટલાન્ટિક કે પેસિફિક મહાસાગરનું નામ ‘ટ્રમ્પ ઓશન’ રાખવાની ચર્ચા!

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એટલાન્ટિક અથવા પેસિફિક મહાસાગરનું નામ...
spot_img

દિલ્હીમાં 21 સપ્ટેમ્બરે આતિશીના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે. LG વીકે સક્સેના 21 સપ્ટેમ્બરે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દળના નેતા આતિશીને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવશે. આ સાથે આમ આદમી પાર્ટીના કેટલાક ધારાસભ્યોને પણ મંત્રી પદના શપથ લેવડાવવામાં આવશે. આ દરમિયાન અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા સહિત આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ પણ હાજર રહેશે. તમને જણાવી દઈએ કે આતિશી દિલ્હીની ત્રીજી મહિલા મુખ્યમંત્રી હશે. મુખ્યમંત્રી તરીકે શપથ લેનાર આમ આદમી પાર્ટીના તેઓ પ્રથમ મહિલા નેતા છે.

આ પહેલા મંગળવારે આતિશીએ લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના સાથે મુલાકાત કરી હતી અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. આ પછી LG વીકે સક્સેનાએ આતિશીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું. માનવામાં આવી રહ્યું છે કે કેજરીવાલ સરકારમાં મંત્રી રહી ચૂકેલા નેતાઓને ફરીથી શપથ લેવડાવવામાં આવશે. આ સિવાય બે નવા ધારાસભ્યોને પણ કેબિનેટમાં સામેલ કરવામાં આવશે. આમાંથી એક દલિત સમુદાયનો હશે.

આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે કેજરીવાલ કેબિનેટમાં અગાઉ જે મંત્રીઓને સામેલ કરવામાં આવ્યા હતા તેઓને રિપીટ કરવામાં આવી શકે છે. ગોપાલ રાય, ઈમરાન હુસૈન, કૈલાશ ગેહલોત અને સૌરભ ભારદ્વાજ ફરીથી કેબિનેટ મંત્રી બનશે તે લગભગ નિશ્ચિત છે. જો કે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. દિલ્હીમાં મુખ્યમંત્રી સહિત કુલ સાત મંત્રીઓ બનાવી શકાય છે.
આતિષીના પતિનું નામ પ્રવીણ સિંહ છે. 2020ની વિધાનસભા ચૂંટણીમાં આપેલા એફિડેવિટમાં આતિશીએ તેના પતિને સામાજિક કાર્યકર ગણાવ્યા હતા. પરંતુ પ્રવીણ સિંહ લાઈમલાઈટથી ઘણા દૂર છે. જો કે, ઘણા મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે તે એક સંશોધક અને શિક્ષક છે. આતિશીના પતિ પ્રવીણ સિંહે આઈઆઈટી દિલ્હીમાંથી અભ્યાસ કર્યો છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories