Saturday, Sep 13, 2025

એકાઉન્ટ બનાવતાની સાથે જ INSTA પર જોવા મળ્યો આ સાઉથ એક્ટરનો દબદબો.. 15 કલાકમાં તો..

3 Min Read

As soon as the account

  • Thalapathy Vijay Instagram : સાઉથ સુપરસ્ટાર થલાપતિ વિજયે ઈન્સ્ટાગ્રામ પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું છે. ત્યાં જ એન્ટ્રી કરતા જ અમુક જ કલાકમાં પેજ પર તેમના લાખો ફોલોઅર્સ થઈ ગયા છે.

થલાપતિ વિજય (Thalapathy Vijay) સાઉથ સિનેમાના એક ખૂબ જ પોપ્યુલર અને હાઈએસ્ટ પેડ એક્ટર છે. તેમણે પોતાના કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. લોકો તેમની એક્ટિંગના દિવાના છે. ન ફક્ત સાઉથમાં (South) પરંતુ આખા દેશમાં તેમની ખૂબ જ ફેનફોલોઈંગ છે. તેમના કરોડો ફેન્સ છે. ત્યાં જ હવે ઈન્સ્ટાગ્રામ (Instagram) પર પણ તેમના માટે ફેંસની દિવાનગી જોવા મળી રહી છે.

વિજયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સાગ્રામ પર ડેબ્યૂ કર્યું છે. રવિવારે તેમણે પોતાનું પેજ ક્રિએટ કર્યું છે. ઈન્સ્ટાગ્રામ પર તેમણે જેવી એન્ટ્રી કરી ત્યાર બાદ તે પોતાનો જલવો બતાવવા લાગ્યા. અમુક જ કલાકમાં તેમને લાખો લોકોએ ફોલો કર્યા છે.

15 કલાકમાં 38 લાખ ફોલોઅર્સ :

ઈન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ બનાવતા જ લોકોએ થલાપતિ વિજયને ફોલો કરવાનું શરૂ કરી દીધુ. ત્યાં જ 15 કલાકમાં તેમને 38 લાખથી વધારે લોકો ફોલો કરી ચુક્યા છે.

https://www.instagram.com/p/Cqh9BT6S59A/?utm_source=ig_embed&ig_rid=c176ad96-6b1f-48e9-8520-1a9693ed4dab

ફોલોઅર્સના આ આંકડા ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. વિજયે જે પ્રોફાઈલ ફોટો લગાવ્યો છે. તે તેણે પોસ્ટ પણ કર્યો છે.

ફોટો શેર કરી લખ્યું આ કેપ્શન  :

પોતાનો ફોટો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું, “હેલો નંબાસ અને નંબીસ.” તેમની આ પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

અત્યાર સુધી આ પોસ્ટને 38 લાખથી પણ વધારે લોકો લાઈક કરી ચુક્યા છે. સાથે જ લોકો ખૂબ જ કમેન્ટ પણ કરી રહ્યા છે અને ઈન્સ્ટાગ્રામ ડેબ્યૂ માટે તેમને શુભકામનાઓ આપી રહ્યા છે.

આ ફિલ્મમાં વિજય અને સંજય દત્ત જોવા મળશે સાથે  :

ત્યાં જ ઈન્સ્ટાગ્રામ ડેબ્યૂ ઉપરાંત વાત કરીએ તેમની ફિલ્મી લાઈફની તો આવનાર સમયમાં તે ફિલ્મ લિયોમાં જોવા મળશે. ત્યાં જ ફિલ્મ ઓક્ટોબરમાં રિલીઝ થવા જઈ રહી છે.

ત્યાં જ જ્યાં એક તરફ એક્ટ્રેસ તૃષા કૃષ્ણન આ ફિલ્મમાં વિજયની સાથે સ્કીન શેર કરશે તો ત્યાં જ બીજી તરફ બોલિવુડ એક્ટર સંજય દત્ત પણ તેમાં જોવા મળશે.

આ પણ વાંચો :-

Share This Article