HomeSportsક્રિકેટર રોબિન ઉથપ્પા સામે ધરપકડ વૉરન્ટ ઈશ્યૂ, 23 લાખ રૂપિયાનો PF ગોટાળાનો...

ક્રિકેટર રોબિન ઉથપ્પા સામે ધરપકડ વૉરન્ટ ઈશ્યૂ, 23 લાખ રૂપિયાનો PF ગોટાળાનો આરોપ

Date:

Related stories

ટ્રમ્પની મિડટર્મ ચૂંટણીમાં હારથી ભારત પર શું અસર પડશે? ટેરિફથી H-1B વિઝા સુધી બદલાઈ શકે છે અમેરિકાની નીતિનું ગણિત

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીને મળેલા ઝટકાની...

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પને ફટકો, ડેમોક્રેટ્સે સેનેટમાં મેળવી બહુમતી

યુએસ મધ્યાવર્તી ચૂંટણીના પ્રારંભિક પરિણામોમાં ભારતીય-અમેરિકન ઉમેદવારો માટે કહીં...

દાઉદના નજીકના સાગરિત સલીમ ડોલાની ગુજરાત ATSએ મેળવી કસ્ટડી, 438 કરોડના ડ્રગ્સ કેસમાં મોટું પગલું

ગુજરાત ATSને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સામેની કાર્યવાહીમાં મોટી સફળતા...
spot_img

ક્રિકેટ જગતથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટીમ ઇન્ડિયાના પૂર્વ બેટ્સમેન રોબિન ઉથપ્પા વિરુદ્ધ અરેસ્ટ વોરંટ જારી કરવામાં આવ્યું છે. 39 વર્ષીય બેટ્સમેન પર પ્રોવિડન્ટ ફંડ કૌભાંડનો આરોપ છે. આ વોરંટ પ્રાદેશિક પીએફ કમિશનર સદાક્ષરી ગોપાલ રેડ્ડીએ જારી કર્યું છે. રેડ્ડી તરફથી વોરંટ જારી કરવામાં આવ્યા બાદ પુલકેશનગર પોલીસને જરૂરી કાર્યવાહી કરવા કડક સૂચના આપવામાં આવી છે.

સેન્ચ્યુરીઝ લાઈફસ્ટાઈલ બ્રાન્ડ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીનું મેનેજમેન્ટ કરી રહેલા રોબિન ઉથપ્પા પર આરોપ લાગ્યો છે કે તેમણે તેમના કર્મચારીઓના પગારમાંથી પીએફ તો કાપ્યું, પરંતુ તે રકમ તેમના કર્મચારીઓના ખાતામાં જમા નથી કરાવી. જે બાદ તેમની સામે કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. ભારતીય ક્રિકેટર પર કુલ 23 લાખ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ લાગ્યો છે.

PF કમિશનર સદાક્ષરી ગોપાલ રેડ્ડીએ 4 ડિસેમ્બરે પુલકેશનગર પોલીસને એક પત્ર લખ્યો હતો. પરંતુ તે પોલીસ પાસે પાછું આવી ગયું કારણ કે ઉથપ્પાએ તેનું સરનામું બદલી નાખ્યું હતું. અધિકારીઓ હવે તેનું નવું સરનામું શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. નિયમો અનુસાર, કોઈપણ કંપની જે તેના કર્મચારીઓના પીએફ કાપે છે તેણે એ રકમ પીએફ ખાતામાં જમા કરાવવી પડે છે. જો આમ ન થાય તો તેને કાયદાનું ઉલ્લંઘન અને પૈસાનો દુરુપયોગ ગણવામાં આવે છે. ઉથપ્પાએ પણ આવું જ કર્યું છે. પોલીસ હવે તેને શોધી રહી હોવાનો દાવો કરાયો છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories