રાની મુખરજીનો ‘મર્દાની’માં આક્રમક અંદાજ આપણે સૌએ જોયો હતો. 2014માં રિલીઝ થયેલી એ ફિલ્મને ગઈ કાલે ૧૦ વર્ષ થયાં હતાં. ૨૦૧૯માં એની સીક્વલ ‘મર્દાની 2’ રિલીઝ થઈ હતી. હવે એના ત્રીજા પાર્ટની પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. એ ફિલ્મમાં પોલીસ શિવાની શિવાજી રૉય બનીને જે રીતે રાની મુખરજીએ અપરાધીઓને પાઠ ભણાવ્યા હતા એ જ અંદાજ ત્રીજા ભાગમાં પણ કાયમ રહેશે. યશરાજ ફિલ્મ્સે એના ત્રીજા પાર્ટ તરફ ઇશારો કર્યો છે.
‘મર્દાની’ની નાનકડી ઝલક અને ધારદાર ડાયલૉગ્સ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને યશરાજ ફિલ્મ્સે કૅપ્શન આપી, ‘‘મર્દાની’ને 10 વર્ષ થયાં છે અને હવે એના આગામી ચૅપ્ટરની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જોશથી ભરપૂર, નીડર પોલીસ શિવાની શિવાજી રૉયને અને ‘મર્દાની’ના ઉત્સાહને સેલિબ્રેટ કરી રહ્યા છીએ. અમારી ફ્રૅન્ચાઇઝી પર એક દાયકાથી આપેલા પ્રેમ અને પ્રશંસા માટે આભાર. અમને ખૂબ પ્રેરણા મળે છે. ફરીથી સૌનો આભાર.
સૂત્રાના જણાવ્યા અનુસાર રાની મુખર્જી 2025ના પહેલા ક્વાર્ટરથી મર્દાનીનું શૂટિંગ કરવા માટે તૈયાર છે. રાની મુખર્જી અને આદિત્ય ચોપરાને મર્દાની ફ્રેન્ચાઇઝી પસંદ છે. બંને છેલ્લા કેટલાક સમયથી લેખકોની એક ઈનહાઉસ ટીમ સાથે સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે અને આખરે તેમને એક સ્ક્રિપ્ટ મળી છે, જે ફિલ્મના પાર્ટ વન અને પાર્ટ ટુ સાથે ન્યાય કરશે. રાઈટર્સની ટીમ હાલમાં સ્ક્રીનપ્લેને ફાઈનલ ટચ આપી રહી છે. ત્યારબાદ ફિલ્મ પ્રી-પ્રોડક્શન સ્ટેજ પર પહોંચી જશે.
આ પણ વાંચો :-