Saturday, Nov 1, 2025

અયોધ્યામાં નવનિર્મિત મંદિરના ગર્ભગૃહમાં રામ લલ્લાનો ઔલોકિક તસવીર

2 Min Read

અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત રામલલાની તસવીર પહેલીવાર સામે આવી છે. વાત જાણે એમ છે કે, હાલમાં ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન આંખે પાટા બાંધે છે. ૨૨ જાન્યુઆરીએ રામ લલ્લાનો અભિષેક કરવામાં આવશે, ત્યારબાદ જ આંખની પટ્ટી હટાવવામાં આવશે. જોકે હાલમાં ભગવાન રામની ઔલોકિક તસવીર સામે આવી છે. મહત્વનું છે છે, ૨૨ જનયુઆરીના રોજ પ્રધાનમંત્રી મોદીની હાજરીમાં રામમંદીરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.

ગર્ભગૃહમાંથી નીકળેલી રામલલાની તસવીરમાં રામ મંદિરના નિર્માણમાં લાગેલા મજૂરો હાથ જોડીને પ્રાર્થના કરતા પણ જોવા મળી રહ્યા છે. આ પ્રતિમા કર્ણાટકના પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા કૃષ્ણશિલામાં તૈયાર કરવામાં આવી છે. મૈસુરના પ્રખ્યાત શિલ્પકારોની પાંચ પેઢીની પારિવારિક પૃષ્ઠભૂમિ ધરાવતા અરુણ યોગીરાજ હાલમાં દેશમાં સૌથી વધુ પ્રખ્યાત શિલ્પકાર છે. અરુણ એક શિલ્પકાર છે જેની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રશંસા કરી છે. અરુણના પિતા યોગીરાજ પણ કુશળ શિલ્પકાર છે. તેમના દાદા બસવન્ના શિલ્પી મૈસુરના રાજા દ્વારા સુરક્ષિત હતા.

Share This Article